Site icon News Gujarat

પહેલી મુલાકાતમાં અજય દેવગને કરી દીધી હતી કાજલને રિજેક્ટ, પછી એવું તે શું થયું કે બન્ને પરણી ગયા

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કપલ્સ છે જે પહેલી નજરમાં જ એકબીજાને એમનું દિલ આપી બેઠા હતા. પણ અમુક એવી જોડીઓ પણ હોય છે જેમના સંબંધની શરૂઆત રિજેક્શન સાથે થઈ હતી. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પાવર કપલ અજય દેવગન અને કાજોલ પણ આ લિસ્ટમાં સામેલ છે. કાજોલ અને અજય દેવગને એકબીજાને પહેલા લાંબા સમય સુધી ડેટ કર્યા હતા અને પછી ગુપચુપ રીતે વર્ષ 1999માં લગ્ન કરી લીધા હતા.

image soucre

બન્ને એકબીજાથી ખૂબ જ અલગ છે. જ્યાં અજય દેવગન ફિલ્મી દુનિયામાં એમના શાંત વ્યવહાર અને ઓછું બોલવા માટે જાણીતો છે. તો બીજી બાજુ કાજોલ એકદમ બિન્દાસ વ્યક્તિ છે. એમનો ચુલબુલો અંદાજ ફેન્સ જ નહીં પણ સેલિબ્રિટીઝ પણ પસન્દ કરે છે. એટલું જ નહીં કાજોલને વાતો કરવાનો પણ ખૂબ જ શોખ છે. અલગ અલગ પર્સનાલિટી હોવા છતાં પણ કાજોલ અને અજય દેવગન એક ખુશહાલ જિંદગી વિતાવી રહ્યા છે પણ એક સમય એવો પણ હતો જ્યારે અજયને કાજોલને મળવું પસંદ નહોતું. આ વિશે ખુદ અજયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

image soucre

અજય દેવગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એમને જણાવ્યું હતું કે એ જ્યારે પહેલીવાર કાજોલને મળ્યા હતા ત્યારે એ વધુ પસંદ નહોતી આવી, એ કારણે અજય ક્યારેય કાજોલને ફરી મળવા નહોતા માંગતા. એનું કારણ પણ અજયે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

image soucre

અજય દેવગને કાજોલ સાથેની પહેલી મુલાકાત યાદ કરતા કહ્યું હતું કે હું કાજોલને પહેલીવાર ફિલ્મ હલચલની શૂટિંગ દરમિયાન મળ્યો હતો. પણ સાચું કહું તો હું એ પછી કાજોલને ક્યારેય મળવા નહોતો માંગતો.એનું કારણ એ છે કે જો તમવા કાજોલને પહેલી વાર મળશે તો એમનો તેજ અવાજ, અભિમાન અને બહુ જ વધારે વાતચીત કરવી એમની પર્સનાલિટીને દર્શાવતું લાગશે. જો કે પછી મને કાજોલનો નેચર ખ્યાલ આવવા લાગ્યો અને મને લાગે છે કે જે થવાનું લખ્યું હોય છે એ થાય જ છે.

image soucre

અજય દેવગને એ પણ જણાવ્યું હતું કે એ બન્નેની વચ્ચે ક્યારેય પણ ઓફિશિયલ રીતે પ્રપોઝલ નથી થયું. બન્ને એમના સંબંધને લઈને કોઈ ઉતાવળ નહોતા કરવા માંગતા. એ જ કારણે બન્નેમાંથી કોઈએ એકબીજાને આઈ લવ યુ નહોતું કહ્યું.

image soucre

અજય દેવગન અને કાજોલે ખૂબ જ સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. એના પર એમને કહ્યું હતું કે સમયની સાથે બન્નેનો પ્રેમ વધતો ગયો પણ અમે જ્યાં સુધી સ્યોર ન થઈ ગયા ત્યાં સુધી અમે બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય નહોતો કર્યો. અજય એમના સફળ લગ્નનું બધું જ ક્રેડિટ કાજોલને આપે છે.

Exit mobile version