8 વર્ષમાં ગુજરાતને 4 CM મળ્યા, પણ ‘સુપર’ CM 8 વર્ષથી એક જ

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ ઉચ્ચ અધકારીઓની પણ નિમણુકમા આદેશ આપવામાં આવી રહ્યા છે. CM તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલે એક પછી એક અધિકારીઓની નિમણૂંક કરવા લાગ્યા છે. આ અંતર્ગત કે. કૈલાસનાથન મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કેસ કે. કૈલાસનાથનને આ 7મી વખત એક્સટેન્સન આપવામાં આવ્યું છે. નોંધનિય છે કે. રૂપાણી સરકારમાં લગભગ દોઢ મહિના પછી કૈલાસનાથનની નિમણૂક થઇ હતી, જયારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તાત્કાલિક નિમણૂક કરવામાં આવી છે. કૈલાસનાથનને નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ અધિકારી માનવામાં આવે છે. સચિવાલયમાં તેઓ કેકે તરીકે ઓળખાય છે. તમને જણાવી દઈએ કે સીએમનું માર્ગદર્શન કૈલાસનાથન જ કરે છે અને જો સચિવોનું માનીએે તો હાઇકમાન્ડ સાથે રોજ કેકેને વાત થાય છે.

image soucre

નોંધનિય છે કે, 1979 બેચના ગુજરાત કેડરના IAS કે. કૈલાસનાથન 2013માં 33 વર્ષની સેવા બાદ સેવા નિવૃત થયા હતા. પરંતુ 2013 બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ CMOમાં કૈલાસનાથન માટે એક નવો હોદ્દો ઉભો કરી CMOમાં મુખ્ય અગ્ર સચિવ બનાવ્યા હતા. કે.કૈલાશનાથન સરકારના ખુબ જ અનુભવી અધિકારી છે અને વહીવટી કુશળતા પણ ધરાવે છે. સામન્ય વહીવટી વિભાગના ઓર્ડર અનુસાર 13/09/21થી જ કૈલાશનાથન CMના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે સેવા આપશે. તમને જણાવી જઈએ કે કૈલાસનાથનને નરેદ્ર મોદી, આનંદીબેન,વિજય રૂપાણી સાથે કામ કરવાનો બહોશો અનુભવ છે.

image soucre

નોંધનિય છે કે, કે.કૈલાસનાથન સાથે અન્ય 4 અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે 5મી વખત નિમણૂક થઇ છે અને ભૂપેન્દ્ર પટેલ 5માં મુખ્યમંત્રી છે કે જેમનો ચાર્જ જનસંપર્ક અધિકારી તરીકે વહન કરતા હોય. આ સાથે સંયુકત સચિવ તરીકે પી.જે.શાહ અને જે.પી.મોઢાની પણ નિમણૂંક કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ નાયબ સચિવ તરીકે પી.એન.શુકલની નિમણૂક કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સતત 5 અધિકારીઓની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક કરવાના ઓર્ડર રાજ્ય સરકાર જારી કર્યા છે.

image soucre

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ગુજરાતમાં CM બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં મોટા ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ IASની બદલી કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી હતી. જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS (એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી. એટલુ જ નહીં ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એન.એન. દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરી હતી.

image soucre

કે કૈલાસનાથનને 7મી વખત અપાયું એક્સટેન્શન

  • ડિસેમ્બર 2013 થી 2014 – નરેન્દ્ર મોદીના સમયગાળામાં
  • ડિસેમ્બર 2014 થી 2015- આનંદીબેન પટેલના સમયગાળામાં
  • ડિસેમ્બર 2015થી 2016- આનંદીબેન પટેલના સમયગાળામાં
  • 2016થી 2017- વિજય રૂપાણીના સમયગાળામાં
  • 2017થી 2019- વિજય રૂપાણીના સમયગાળામાં
  • 2019થી 2021- વિજય રૂપાણીના સમયગાળામાં
  • 2021-થી શરૂ