લાડલી દિકરી કિંજલ દવેને પિતાએ આપી જોરદાર મોંધી ગાડી ગિફ્ટમાં, લઇને નિકળશે તો પડી જશે વટ

ચાર ચાર બંગડી વાળીથી ગીતથી લોકપ્રીય થયેલી કિંજલ દવે ગુજરાતની સૌથી જાણીતી સિંગરમાની એક છે. તેમનુ આ ગીત અતિ લોકપ્રીય થયું હતું. હાલમાં ગુજરાતી સંગીતના શોખની માટે આ નામ નવું નથી. કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. હાલમાં તેમના પિતાએ તેને એક કાર ગિફ્ટમાં આપી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તેમના પિતા કારની ચાવી કિંજલને આપી રહ્યા છે.

યા કંપનીની સેલ્ટોસ કાર ખરીદી

image source

કિંજલ દવેને દિવાળી પર પિતા તરફથી મોટી ગિફ્ટ મળી છે. કિંજલે જે નવી કાર ખરીદી છે તે કિયા કંપનીની સેલ્ટોસ કાર છે અને તેની કિંમત 17થી 18 લાખની આસપાસ છે. આ પહેલા કિંજલ દવે ઈનોવા કારનો યૂઝ કરતી હતી. નવી કારની તસવીરો આવ્યા બાદ લોકોમાં કિંજલ દવેની લાઇફ સ્ટાઇલ અને તેની સાથે જોડાયેલા વિવાદોની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. ચાર ચાર બંગડી…ફેમ કિંજલ દવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં કેન્દ્ર સ્થાને બની છે અને તેની પાછળનું કારણ તેનું કોઈ નવું ગીત નહીં, પણ નવી કાર છે.

 

View this post on Instagram

 

કોઇ કારણ વગર Gift એ તો બાપ જ હોય ને !! 🙏🏻❤️ . #kia #kiasonet #newcar #kinjaldave

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

ઇસ્ટાગ્રામ પર કિંજલે એક તસ્વીર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઇ ગઇ. આ તસ્વીરમાં કિંજલ કિયા કંપનીની નવી બ્લેક કલરની કાર સાથે નજરે પડી રહી છે.

આ કાર તેના પિતાએ ભેટમાં આપી

image source

સામે આવેલી બીજી એક તસ્વીરમાં કિંજલની સાથે તેના પિતા લલિતભાઈ પણ છે અને પિતાના હાથે તે કારની ચાવી લેતા જોવા મળી રહી છે. આ સાથે ગુજરાતની આ કોયલ બે કારની માલિક બની ગઇ છે. આ પહેલા કિંજલે ઇનોવા કાર ખરીદી હતી. હવે તેના કારના કાફલામાં કિયા કંપનીની સેલ્ટોસ લક્ઝરી કાર પણ સામેલ થઇ ગઇ છે. એવું કહેવાય છે કે આ કાર તેના પિતાએ ભેટમાં આપી છે. જેને લઈને તે ઘણી જ ખુશ જોવા મળી હતી અને તેમના ચાહકોએ તેમને નવી કારની બધાઈ આપી હતી.

કિંજલ અને કારનું કનેક્શન જૂનુ

image source

નોંધનિય છે કે કિંજલ અને કારનું કનેક્શન જૂનુ છે. કારણે તેમનું ગીત ચાર ચાર બંગડી વાળી ગાડીથી તે વધુ ફેમસ થઈ હતી. તો બીજી તરફ આ આલ્બમમાં વપરાયેલી કાર અંગે વિવાદ પણ સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર હત્યા કેસમાં પકડાઇ હતી. કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી કારમાં વર્ષ 2017માં અપહરણ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. અમદાવાદની વટવા પોલીસે તે કારને પણ જપ્ત કરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પરિવારની આવક બંધ થઈ ગઈ

image source

ગુજરાતી સંગીતની સ્વર સામ્રાજ્ઞી કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા રત્નકલાકાર હતા. તેઓ હીરા ચમકાવવા ઉપરાંત ગીતો લખવાના પણ શોખીન હતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. તે અરસામાં તેમની મુલાકાત મનુ રબારી સાથે થઇ અને બંનેએ સાથે મળીને અનેક ગીતો લખ્યા.

કિંજલ દવેએ સાત વર્ષની નાની ઉમરે ગાવાનું શરૂ કર્યું હતું

image source

જો કે કિંજલ સાત વર્ષની નાની વયથી જ સ્ટેજ પર્ફોર્મ કરતી હતી અને તેનો અવાજ પણ સૂરીલો હતો. તેથી મનુ રબારીએ તેના માટે ગીતો લખવાના શરૂ કર્યા અને જોત જોતામાં બંનેની જોડીએ ઘણાં હીટ ગીતો ગુજરાતની જનતાને આપ્યા. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેની લોકપ્રીયતા વધવા લાગી. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી. હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે. કિંજલ દવેના ગીતો “ઓ સાયબા”, “ગો ગો મારો ગોમ ધની”, “ચાર બંગડી વાળી ઓડી” અને “સાંઢણી મારી” વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઇ છે. તેમના ગીતો યુટ્યુબ પર ૧૦ લાખથી વધારે વાર જોવાયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત