પબજીમાંને પબજીમાં કોઈએ પિતાનું માથુ વાઢ્યું તો કોઈએ કરી આત્મહત્યા, તો વળી કોઈએ આખા પરિવારનો ખાતમો બોલાવી દીધો

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે મોબાઈલ ગેમ્સ બાળકો, કીશોરો તેમજ યુવાનોના શરીર તેમજ માનસિકતા પર અત્યંત માઠી અસર કરે છે. તેમાં પણ પબજી જેવી હિંસક ગેમ તો તેમના મગજને બાનમાં લઈ લે છે અને તેમને ગેમ સિવાય કશું જ સુજતુ નથી. તો આજે અમે તમને જણાવીશું કે પબજીએ ભારતના યુવાધન પર કેટલી માઠી અસર કરી છે.

પબજી રમતા કીશોરોની માનસિકતા પર માઠી અસર થઈ – હત્યા સુધી પહોંચી ગયા ભારતીય પબજી પ્લેયર્સ

– તમને જણાવી દઈ કે 2019ના સપ્ટેમ્બર મહિનામાં એક છોકારએ પોતાના પિતાનું ગળુ કાપી નાખ્યુ હતું. તેની પાછળ સાવ જ મામુલી કારણ હતું અને તે હતું પિતાની પબજી રમવાની ના કહેવી.

image source

– આ બાબત પર ઘણા બધા મનોવૈજ્ઞાનિક સંશોધન પણ થઈ રહ્યા છે. અને મનોવૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે આવી રમત વધારે રમવા પાછળનું કારણ એ છે કે લોકો તે રમતમાં પોતાની જાતને બીજા કરતાં ચડિયાતા સાબિત કરી શકે છે.

– એસ.એસ.સી.માં એક છોકરાને 73 % રિઝલ્ટ આવ્યું હતું. તેણે જ્યારો 12મા ધોરણની કોમર્સ સ્ટ્રીમની પરિક્ષા આપી ત્યારે તે ફેઈલ થઈ ગયો. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે પોતાના ઇકોનોમિક્સના પેપરમાં શું લખ્યું હતું ? તેણે આ પેપરમાં પબજી કેવી રીતે ડાઉનલોડ થાય ? તેને કેવી રીતે રમાય તે વિષેની વિસ્તૃત માહિતી લખી હતી.

– આ મામલો કર્ણાટકમાં બન્યો હતો. તે વખતે ત્યાંના સ્થાનિક મિડિયામાં પણ આ વાત ખૂબ ચગી હતી અને તેમણે છોકરા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે છોકરાના 10મા ધોરણમાં સારા ટકા આવતા ઘરમાંથી તેને મોબાઈલ લઈ આપવામા આવ્યો હતો. અને ત્યાર બાદ તેને પબજી રમવાની આદત પડી ગઈ હતી. અને તેને ગેમની એવી તે લત લાગી ગઈ હતી કે તેણે ક્લાસીસ પણ બંક કરવા માંડ્યા હતા. અને તેનું મન હંમેશા પબજીની ગેમમાં જ રહ્યા કરતું.

image source

આ ઘટના પરથી એટલુ સ્પષ્ટ થઈ જાય છે કે પબજીની રમત યુવાનો પર માઠી અસર કરી રહ્યું છે અને તે બુદ્ધિવાન છોકરાને પણ ફેઈલ કરાવી શકે છે. બાળકોની માનસિકતા પર અત્યંત ખરાબ અસર પાડી શકે છે.

– તો વળી પંજાબમાં તો એવી ઘટના ઘટી હતી કે 17 વર્ષના એક છોકરાએ પબજી રમતમાં વિવિધ સ્કીમ તેમજ ટૂલ્સ તેમજ હથિયાર ખરીદવા માટે માતાપિતાના અકાઉન્ટમાંથી 16 લાખ રૂપિયા ઉડાવી દીધા હતા. અને તેના માતાપિતાને પણ તેની ખબર ન પડે તે માટે છોકરાએ ચાલાકીપૂર્વક ફોન પર આવતા બેંકના મેસેજીસ પણ ડીલીટ કરી દીધા હતા.

હત્યારૂ પબજી – પિતાનું ગળુ કાપીને હત્યા થઈ તો ક્યાંક આખો પરિવાર બરબાદ થઈ ગયો

પબજીની રમતના કારણે દિલ્લીમાં 2018ના ઓક્ટોબરમાં એક ગોઝારી ઘટના ઘટી ગઈ હતી. 19 વર્ષના છોકરાને ઘરના લોકોએ પબજી રમતા અટકાવતા તેને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે દાજમાંને દાજમાં પોતાના માતા, પિતા અને બહેનની હત્યા કરી નાખી હતી.

image source

આ બીજી અને અત્યંત કરુણ તેમજ ચિંતા ઉપજાવનાર ઘટના પણ કર્ણાટકમાં જ ઘટેલી છે. અહીં એક 21 વર્ષના છોકરાને તેના પિતાએ પબજી રમત રમવાની ના પાડતા પ્રથમ તો પિતાના પગ કાપી નાખ્યા અને ત્યાર બાદ તેમનું માથુ કાપી નાખ્યું.

મધ્ય પ્રદેશમાં પણ આવી જ એક ઘાતકી ઘટના 2019ના માર્ચ મહિનામાં બની હતી. 25 વર્ષનો યુવાન પોતાની પબજીની રમતમાં એટલો તે મગ્ન થઈ ગયો હતો કે તે એસિડને પાણી સમજીને પી ગયો હતો જો કે તેને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી જવા પામ્યો હતો.

તો વળી મહારાષ્ટ્રમાં પણ પબજીના કારણે એક હિંસક ઘટના ઘટી ગઈ હતી. 2019ના જૂનની આ ઘટના છે. અહીં એક 15 વર્ષના ભાઈને તેના મોટા ભાઈએ પબજી રમતા અટકાવ્યો તો નાના ભાઈએ તેના પર કાતરથી હૂમલો કરીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હજુ ગયા ઓગસ્ટની જ વાત છે એક માતાએ પોતાનો દીકરો પબજી ન રમે તે માટે તેનું ઇન્ટરનેટ રીચાર્જ ન કરાવી આપતાં તેને માઠુ લાગી ગયું અને તેણે પોતે જ આત્મહત્યા કરી લીધી.

image source

ઓવર ગેમિંગ એક ગેમિંગ ડિસઓર્ડર છે

કોઈ પણ વસ્તુનો અતિરેક એ માણસના શરીર તેમજ મન બન્નેને નુકાસન પહોંચાડે છે. અને એકધારું ગેમિંગ પણ તમને ઘણું નુકસાન પોહંચાડે છે. હજુ ગયા વર્ષની જ વાત છે જમ્મુ-કાશ્મિર રાજ્યની આ ઘટના છે અહીંના એક ફીટનેસ ટ્રેનરને પબજીની એવી તે લત લાગી ગઈ હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તે નોન સ્ટોપ 10 દિવસથી પબજી રમી રહ્યો હતો, અને તેના કારણે તે પોતાનું માનસિક સંતુલન ખોઈ બેઠો હતો. આ બાબતે ડોક્ટરે જણાવ્યુ હતું કે તેનું મગજ બરાબર કામ નહોતું કરી રહ્યું અને આ રીતે તે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડી રહ્યો હતો.

પબજીને લઈને તો આવી ઘણી બધી ઘટનાઓ ભારતમાં બની ગઈ છે. બાળકો કે યુવાનો પબજી રમતા રમતા પોતાની ભૂખ-તરસ પણ ભૂલી જાય છે. અને શરીરમાં નબળાઈ આવતા પણ તેમની તબિયત લથડી પડી હોવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ થોડા વર્ષો પહેલાં જ એકધારી ગેમ રમવાની લતને માનસિક રોગની શ્રેણીમાં શામેલ કર્યો છે. અને તેને ગેમિંગ ડિસઓર્ડર નામ આપવામા આવ્યું છે. આ ડિસઓર્ડર ધરાવતા લોકોને ગેમ સિવાય બીજા કશાનું ભાન નથી રહેતું. પોતાની આસપાસના લોકોનું પણ નહીં અને પોતાના સ્વાસ્થ્યું પણ તેઓ ધ્યાન નથી રાખતા. તેઓ માત્ર ગેમિંગને જ પ્રાથમિકતા આપે છે. જાપાનમાં તો રીતસરના ગેમિંગની લત છોડાવવાના રીહેબ સ્ટેશન પણ ચલાવવામાં આવે છે. જ્યાં ગેમિંગની લત ધરાવતી વ્યક્તિએ જ્યાં સુધી તેની લત ન છૂટે ત્યાં સુધી રહેવું પડે છે અને કેટલીક સારી આદતો કેળવવાની હોય છે.

મોટા ભાગના લોકો પબજીની ખરાબ અસરને સારી રીતે જાણે છે. અને તેમ છતાં તે બાબતે કોઈ સાવચેતી નથી રાખતા. આવું શા માટે થાય છે તે બાબતે મનોવૈજ્ઞાનિક જણાવે છે કે તેની પાછળ બે પરિબળો કામ કરે છે એક તો એચીવમેન્ટ અને બીજું છે મોટિવેશન એટલે કે ગેમમાં એક પછી એક તબક્કાઓ પાર કરવા અને બીજું તેના માટે એકધારી પ્રેરણા મળતી રહેવી.

image source

ગેમમાં હંમેશા ચેલેન્જ ઉભી થતી રહે છે. બીજી બાજુ તેમાં કોઈ શારીરિક શ્રમ નથી વાપરવાનો હોતો માટે બાળકો તેના તરફ આકર્ષાય છે. આ સિવાય તેમાં ગૃપ પણ હોય છે અને એક પ્રકારની હરિફાઈ પણ રહેલી હોય છે. અને એક પછી એક સ્ટેજ ક્રોસ કરીને બાળક આગળ રમવા માટે ઓર વધારે પ્રેરિત થાય છે. અને આ રીતે તેઓ ગેમમાં કેવા એક્સપર્ટ બની ગયા છે, બીજા કરતાં કેવા ચડિયાતા બની ગયા છે તેનો દેખાડો પણ કરે છે.

અત્યાર સુધીમાં ભારત સરકાર દ્વારા પબજી ઉપરાંત ચીનની બીજી 118 એપ્લિકેશન્સને બેન કરવામા આવી છે. આ નિર્ણય ભારત સરકારે આઈટી એક્ટની ધારા 69A હેઠળ લીધો છે. આ કલમ હેઠળ દેશની સુરક્ષા માટે જોખમી કોઈ પણ વેબસાઇટ કે એપ્લીકેશનને બ્લોક કરવાનો સરકારને હક્ક છે.

ભારતીય સરકાર દ્વારા પબજી મોબાઈલ લાઇટ તેમજ પબજી લાઇટ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે કારણ કે તે ગેમ્સ ચીનની કંપની ટેંસેંટ દ્વારા ડેવલપ કરવામાં આવી છે. જ્યારે કોરિયન કંપની બ્લૂહોલ દ્વારા બનાવવામા આવેલા પબજીના પીસી તેમજ કંસોલ વર્ઝન પર કોઈ જ પ્રતિબંધ નથી મુકવામા આવ્યો.

શા માટે કેન્દ્ર સરકારે પબજી પર લગાવ્યો બેન

image source

આ પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. પ્રથમ તો એ કે ચાઈનીઝ એપ્લિકેશનોના વપરાશથી ભારતની સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે. તેના દ્વારા જાસૂસી થવાની પણ શક્યતા રહેલી છે. આ એપ્લીકેશન્સ દ્વારા ચીનની સરકાર પોલિટિકલ તેમજ મિલિટ્રીને લગતી માહિતી મેળવી શકે તેમ છે. અને હાલ ભારતના અને ચીનના સંબંધો વચ્ચે ખૂબ ઘર્ષણ પણ ચાલી રહ્યું છે.

બીજી બાજુ ચાઈનીઝ એપ્લિકેશન વાપરતા યુઝર્સની પ્રાઇવસી પણ જોખમમાં છે. આ એપ્લિકેશનોને ડાઉનલોડ કરતી વખતે તે તેના યુઝર્સ પાસે કેમેરા, માઇક્રોફોન તેમજ લોકેશન વાપરવાની મંજૂરી માગી લે છે. અને એવી શંકા સેવાઈ રહી છે કે તેનો ઉપયોગ એપ્લીકેશન કંપનીઓ ચીનની એજન્સીઓ સાથે કરે છે.

આ સાથે જ એવી માહિતી મળી છે કે ચીની એપ્લીકેશન્સમાં કેટલાક સ્પાઇ વેર પણ મળ્યા છે, જેના કારણે તે એપ્લિકેશન વાપરનારના ફોનમાં ટ્રોઝન આવી જાય છે જે એક પ્રાકારનું માલવેર છે, જેનાથી તમારો ડેટા લીક થાય છે.

બીજી બાજુ એવું પણ છે કે જે આ બધી જ એપ્લિકેશનનું સર્વર દેશની બહાર છે માટે યુઝર્સની અંગત માહિતી, તેમના લોકેશન્સ વિગેરેનો ડેટા બીજાને વેચવામાં પણ આવી રહ્યા હોય તેવું બને.

જાણો પબજી સાથે જોડાયેલી કેટલીક હકીકતો

– પબજી ગેમ એ 2000ના વર્ષમાં જાપનમાં રિલિઝ થયેલી ફિલ્મ બેટલ રોયલ પરથી બનાવવામા આવી છે. આ ફિલ્મમાં 100 જેટલા વિદ્યાર્થીઓ મોત સામે લડત કરે છે તેવું દર્શાવવામાં આવ્યું છે.

– 2017માં પબજીનું પીસી અને કંસોલ વર્ઝન બહાર પડ્યું હતું. જ્યારે 2018ના માર્ચ મહિનામાં તેમણે આ ગેમ સ્માર્ટ ફોનમાં લોન્ચ કરી હતી.

– સમગ્ર વિશ્વમાં પબજી ગેમના કરોડો યુઝર્સ છે જેનું સૌથી વધારે નુકસાન ભારતને જ થઈ રહ્યું છે કારણ કે પબજીના કૂલ યુઝર્સમાં 24% ભારતીયો છે. જ્યારે ચીનના 17 ટકા છે અને અમેરિકન યુઝર્સ 6 ટકા છે.

– વિશ્વમાં સૌથી વધારે ડાઉનલોડ થયેલી ગેમ્સમાં પબજી પ્રથમ પાંચમા સ્થાન ધરાવે છે. એક અહેવાલ પ્રમાણે પબજીને અત્યાર સુધીમાં 73 કરોડથી પણ વધારે વાર ડાઉનલોડ કરવામાં આવી છે. જેમાંના 17.5 કરોડ યુઝર્સ માત્ર ભારતના જ છે. આમ પબજી રમનારમાં દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ ભારતીય છે તેવું કહી શકાય. જે ભારતના યુવાધન માટે અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ચિંતાજનક બાબત છે.

– તમને જાણીને નવાઈ લાગશે પણ ભારતના યુવાધનને બરબાદ કરનારી પબજી કંપની અત્યાર સુધીમાં આ ગેમમાંથી 23,745 કરોડ રૂપિયા કમાવી ચૂકી છે. આ વર્ષના જુલાઈ મહિનામાં જ કંપની 1545 કરોડ રૂપિયા કમાઈ ગઈ છે.

– પબજી દક્ષિણ કોરિયાની બ્લૂહોલ કંપનીએ બનાવી છે અને પબજી લાઈટ ચાઇનિઝ કંપની ટેન્સેન્સે તૈયાર કર્યું છે.

– વર્ષ 2019-20માં ભારતની ગેમિંગ ઇન્ડસ્ટ્રી 62 અબજ રૂપિયાની હતી. સમગ્ર વિશ્વમાં કુલ 2.5 અબજ ગેમર્સ છે, અને નવાઈની વાત એ છે કે તેમાંથી 30 કરોડ તો ભારતના છે.

– પબજી વિશાળ રીતે ફેલાયેલી ગેમ છે. ઉપર જણાવ્યું તેમ જાપાનમાં 2000ના વર્ષમાં એક વોર મૂવી આવી હતી જેમાં 100 વિદ્યાર્થીઓને તેની સરકાર બળજબરીપૂર્વક મોત સામે લડવા મોકલે છે. અને તેનાથી પ્રેરિત થઈને આ ગેમ બનાવવામા આવી છે. આ ઉપરાંત આ ગેમને એક સાથે 100 ગેમર્સ રમી શકે છે. અને તેમાં સામ સામી વ્યક્તિ એકબીજાને ત્યાં સુધી મારતી રહે જ્યાં સુધી કોઈ એક જીવીત ન બચે અને વિજેતા ન બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત