જન્મદિવસ વિશેષ —– નો કોમ્પ્રોમાઈઝઃ પેનથી માંડીને કપડા સુધી, આ બ્રાન્ડ્સની જ વસ્તુઓ વાપરે છે PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં હોય કે પછી વિદેશમાં, તેમની ફેશન સેન્સની અવાર-નવાર ચર્ચા થતી રહે છે. તે આટલી ઉંમરે પણ યુવાનો માટે સ્ટાઈલ આઈકન બની ગયા છે. પીએમ મોદી નામ પડતાંની સાથે જ તેમની સ્ટાઈલથી જ પ્રભાવિત થઈ જવાય. તેમના આઉટફિટ, તેમની સ્ટાઈલ, ફોન, ઘડિયાળ અને ચશ્મા દરેક ચીજ ખાસ હોય છે. શું તમે જાણો છો પીએમ મોદી કઈ બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે અને કઈ કંપનીના કપડાં પહેરે છે? નહીંને તો જાણો પીએમ મોદીનો ફેશન ફંડા.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બ્રાન્ડ્સને લઈને ખૂબ જ ચૂઝી છે અને તે અમુક જ બ્રાન્ડની વસ્તુઓ વાપરવાનું પસંદ કરે છે. તેમાં તે ક્યારેય 19-20 ચલાવી નથી લેતા. જાણી લો, વડાપ્રધાન મોદી કઈ ચીજ કઈ બ્રાન્ડની વાપરે છે.

ઘડિયાળઃ

image source

વડાપ્રધાન મોદી મોવાડો બ્રાન્ડની ઘડિયાળ પહેરે છે જે સ્વિઝરલેન્ડની ફેમસ બ્રાન્ડ છે. આ ઘડિયાળની રેન્જ 39 હજાર રૂપિયાથી શરૂ થઈ 1 લાખ 90 હજાર રૂપિયા સુધી પહોંચે છે. એક ખાસ વાત એ પણ છે કે વડાપ્રધાન મોદી ઘડિયાળ ઊંધી પહેરે છે અને તે ઊંધી ઘડિયાળને લકી માને છે.

પેનઃ

image source

મોદી પેન મોં બ્લાંની જ યુઝ કરે છે. આ જર્મનીની વર્લ્ડ ફેમસ બ્રાન્ડ છે. મોં બ્લાં યુરોપના સૌથી ઊંચા શિખરનું નામ છે. અમિતાભ બચ્ચન, બરાક ઓબામા, દલાઈ લામા, વોરેન બફેથી માંડીને અનેક પાવરફુલ લોકો આ પેનનો ઉપયોગ કરે છે. વડાપ્રધાન જે પેન યુઝ કરે છે તેની કિંમત 1 લાખ 30 હજાર રૂપિયા છે.

ચશ્મા

image source

પીએમ જે ચશ્મા પહેરે છે તે Bvlgari બ્રાન્ડના હોય છે. આ ઈટલીની બ્રાન્ડ છે. પીએમના ચશ્માની કિંમત 30,000 રૂપિયાથી 40,000 રૂપિયા સુધીની હોય છે. જે મુખ્યત્વે જ્વેલરી બનાવે છે. હાલમાં કંપની પરફ્યુમ, ઘડિયાળ અને હોટલ બિઝનેસમાં જોડાઈ છે.

સ્માર્ટફોનઃ

image source

વડાપ્રધાન મોદી ટેક સેવી છે એ વાતમાં કોઈ શક નથી. તો તે સ્માર્ટફોન પણ સારામાં સારો જ વાપરતા હશે તે વાતમાં કોઈ શક નથી. નરેન્દ્ર મોદી iPhone યુઝ કરે છે અને તે તેના વેરિયંટ અને કલર્સ બદલતા રહે છે. તમે આ ફોટોમાં જોઈ રહ્યા છે તે iPhone 6s છે.

જમણા હાથમાં પહેરે છે કાળો દોરો

image source

તેમના હાથમાં બંધાયેલ કાળો દોરો ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ ટિંબા ગામના માં દુર્ગા મંદિરનો પ્રસાદ છે. મોદી આ મંદિરમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવતા હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ પણ આવે છે. આ મંદિર પ્રત્યે મોદીની ઊંડી આસ્થા છે. કહેવાય છે કે, આ મંદિરના પુજારી મંત્રજાપ કરીને કાળો દોરો મોદીને મોકલે છે.

કપડાઃ

image source

તેમના ડિઝાઈનર કપડાની તો વાત જ શું કરવી? તેમના કપડા અમદાવાદના જેડ બ્લુના બિપિન અને જીતેન્દ્ર ચૌહાણ તૈયાર કરે છે. દોઢસો કરોડની આ કંપની એમ જ નથી ઊભી થઈ. એક સમયે બિપિન ચૌહાણ કપડાની દુકાનની બહાર શર્ટમાં બટન ટાંકતા હતા. તે 1989થી સતત વડાપ્રધાન મોદીના કપડા સીવતા આવ્યા છે. મોદી પોતે જ પોતાના સૂટનું ફેબ્રિક, કલર અને ડિઝાઈન સિલેક્ટ કરે છે. બિપિન ચૌહાણે મોદીનું એક ટોપ સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે મોદી ત્રણ વાત સાથે બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતાઃ આંખ, અવાજ અને કપડા. આંખો માટે મોંઘા ચશ્મા પહેરે છે, કપડા મોટી કંપની પાસેથી તૈયાર કરાવડાવે છે અને અવાજનું ધ્યાન રાખવા ક્યારેય ઠંડુ પાણી નથી પીતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત