જો તમે પણ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી લેતા પહેલા આ 5 બાબતોનું ધ્યાન રાખશો તો થશે મોટો ફાયદો

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની જરૂરિયાત પડતી હોય છે. નવા ગ્રાહકો માટે એક વ્યવસ્થિત ઇન્શ્યોરન્સ પોલિસી ને પસંદ કરવી એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બજારમાં સર્વે કરીને અને પોતાની આવશ્યકતાઓ ને જોતા હેલ્થ ઇન્શ્યોરન્સ ની ચૂંટણી યોજવી જોઇએ. તો અહીં કેટલીક એવી બાબતો જાણીશું કે જે આપણે હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વેળાએ ધ્યાનમાં રાખવી જોઇએ.

હાલની બીમારી પણ કવર થવી જોઇએ

image source

ગ્રાહક ને સ્વાસ્થ્ય વીમા લેતા પહેલાં એ જાણી લેવું જોઇએ કે, પોલિસીમાં વર્તમાન બીમારી કવર છે કે નહીં. કેટલીક કંપનીઓ તો પોતાની પોલિસી નાં વીમા ધારક ની વર્તમાન બીમારીને કવર કરે છે, અને કેટલીક નથી કરતી. હંમેશા તે વીમા યોજનાની ચૂંટણી કરવી યોગ્ય હોય છે કે જે ગ્રાહક ની હાલની બીમારીને કવર કરે છે અને જેમાં ઓછો વેઇટિંગ પીરિયડ હોય.

કવરનો સમયગાળો

પોલિસી ની મુદત પ્રીમિયમ ની રકમ પર અસર કરે છે, જેમ કે વધુ વર્ષોની સંખ્યા હશે તો તમારું પ્રીમિયમ વધુ હશે. મોટાભાગ ની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી તમને કવરેજની અવધિ પસંદ કરવાનો વિકલ્પ આપે છે. તમે એક થી ત્રણ વર્ષ માટે પ્લાન ખરીદી શકો છો, અને અમુક સમયગાળા પછી તેને રીન્યુ કરી શકો છો. લાંબા ગાળા માટે કવરેજ આપતી પોલિસીઓની સારી બાબત એ છે કે તેના પ્રીમિયમ પર ટકાવારી ની છૂટ હોય છે, જે લાંબા ગાળા માટે ની પોલિસી ખરીદીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

image source

ક્લેમની રકમ

વીમા પોલિસીમાં ગંભીર બીમારી માટે ક્લેમની રકમ વધારે હોવી જોઇએ. બજારમાં ઉપલબ્ધ અનેક વીમા કંપનીઓ ની પોલિસીમાં કેટલીક ગંભીર બીમારીઓ પર ક્લેમની રકમ અપેક્ષા કૃત ઓછી હોય છે. ગ્રાહક ને વીમા પોલિસી લેતા પહેલા આ અંગે જાણી લેવું જોઇએ. એ માટે ગ્રાહક ને ગંભીર બીમારીની કવર યાદી સહિત તમામ દસ્તાવેજોને ધ્યાનપૂર્વક વાંચવું જોઇએ.

ચુકવણીની સીમા

ગ્રાહક માટે હંમેશા એવી ઇન્શ્યોરન્સ પોલિસી પસંદ કરવી એ ઉત્તમ હોય છે કે જે હોસ્પિટલમાં ભરતી થયા બાદનો પૂરો ખર્ચ કવર કરે. બજારમાં ઉપલબ્ધ અનેક વીમા કંપનીઓની પોલિસીમાં એક સીમા બાદ રૂમ અથવા તો ICU ની ચુકવણી પોલિસી ધારકે સ્વયં જ કરવી પડતી હોય છે. એટલાં માટે પોલિસી લેતા પહેલાં ગ્રાહકે આ અંગે જાણી લેવું જોઇએ.

image source

પ્રીમિયમ પર છૂટ

બજારમાં ઉપલબ્ધ અનેક વીમા પોલિસીમાં મહત્તમ પોલિસી ટર્મ પર એકમ રકમનું પ્રીમિયમ જમા કરાવવા પર છૂટ આપવામાં આવે છે. પોલિસી ટર્મ મહત્તમ ત્રણ વર્ષની હોઇ શકે છે. ગ્રાહક એકસાથે પ્રીમિયમ જમા કરીને આ છૂટનો લાભ લઇ શકે છે.

કો-પેમેન્ટ ક્લૉઝ

કો-પેમેન્ટ તે રકમ હોય છે કે જેની ચૂકવણી સ્વયં પોલિસી ધારકે વીમા સેવાઓ માટે કરવાની હોય છે. આ રકમ પહેલેથી જ નક્કી હોય છે. સીનિયર નાગરિકો માટે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની વીમા પોલિસીને કો-પેમેન્ટની શરતની સાથે જ આવે છે. એવામાં ગ્રાહકને તે વીમા પોલિસી પસંદ કરવી જોઇએ, જેમાં તેને ઓછામાં ઓછું પેમેન્ટ આપવું પડે. આ સિવાય ગ્રાહક કો-પેમેન્ટની શરતને હટાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. એ માટે ગ્રાહકને વધારાનું પ્રીમિયમ આપવાનું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!