શું તમે જાણો છો આ બસ સેવા વિશે, જે એક સમયે ભારતના કોલકત્તાથી છેક લંડન સુધી ચાલતી હતી

આજકાલ આપણે વિદેશ જવાનો પ્લાન કરીએ તો સીધુ જ ફ્લાઇટની ટીકીટ બુક કરાવવા વિશે વિચાર કરીએ છીએ પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આપણાં ભારત દેશમાંથી લંડન જવા માટે બસ સેવા ચાલતી હતી. કદાચ તમારા માટે આ વાત સાવ નવીન જ હોય એવું પણ બને પણ આ હકીકત છે.

image source

70 ના દશકામાં લંડન જવા માટે કોલકત્તાથી બસ ઉપડતી હતી. અત્યારની પેઢીને તો વિશ્વાસ જ નહીં આવે કે ક્યારેક આટલા લાંબા અંતર માટે પણ બસ ચલાવવામાં આવતી. આ બસ સેવાનું સંચાલન સિડનીની એક ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપની કરતી હતી.

image source

ફક્ત ભારતની જ નહીં પણ તે સમયે આ બસ સેવા દુનિયાની સૌથી લાંબા અંતર કાપતી બસ સેવા ગણાતી. ભારતના કોલકત્તા અને લંડન વચ્ચેનું અંતર એટલું હતું કે કોલકત્તાથી ઉપડેલી બસ દોઢ મહિને એટલે કે 45 દિવસ બાદ લંડન પહોંચતી. એલ્બર્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની આ બસ સેવા વર્ષ 1950 માં શરૂ કરવામાં આવી હતી જે વર્ષ 1973 સુધી વ્યવસ્થિત રીતે ચાલી હતી.

image source

સોશ્યલ મીડિયા પર હાલ આ બસની ટીકીટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ બસનો કોલકત્તાથી ઉપડવાનો દિવસ અને લંડન પહોંચવાનો દિવસ પહેલાથી જ નિશ્ચિત રહેતો. રસ્તામાં જો કોઈ ફરવા લાયક સ્થળ આવે તો ત્યાં અમુક સમય સુધી આ બસ રોકાતી અને ટુર સંચાલન કરતી કંપની યાત્રિકોને હોટલમાં રોકાવાની સુવિધા આપતી.

image source

ખાસ કરીને ભારતના કોલકત્તાથી લંડન જતી વખતે આ બસમાં ભારે ભીડ રહેતી. વળી, આ બસનો રૂટ પણ રોચક હતો. બસ કોલકત્તાથી નીકળી દિલ્હી, કાબુલ, તહેરાન, ઇસતંબુલ થઈને લંડન પહોંચતી અને વળતી વખતે પણ બસ આ રૂટ પરથી જ પરત આવતી. યાત્રા દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવતું કે મુસાફરો માટે આ સફર યાદગાર અને આરામદાયક બની રહે.

image source

વર્ષ 1972 માં કોલકત્તાથી લંડન સુધીની આ બસ સેવાનું એક વ્યક્તિનું ભાડું 145 પાઉન્ડ હતું અને તે ભાડામાં બસ ભાડું, જમવાનું, નાશતો અને રસ્તામાં હોટલમાં રોકાણનો ચાર્જ પણ શામેલ હતો. કોલકત્તાના અલગ અલગ વિસ્તારોમાંથી નાની બસો મુસાફરોને લઈને આવતી અને તેમને આ ડબલ ડેકર બસમાં લંડન લઇ જવામાં આવતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!