કોણી અને ઘૂંટણની કાળાશ થઇ જશે દૂર અને બનશે ઉજળી, એકવાર અજમાવો આ કોકોનટ ઓઈલનો વિશેષ ઉપચાર અને નજરે જુઓ પ્રભાવ…
લોકો તેમના ચહેરા ની સંપૂર્ણ કાળજી લે છે, પરંતુ ફક્ત તેમના ચહેરા ને સુંદર બનાવવાની પ્રક્રિયામાં લોકો ઘણીવાર તેમની કોણી અને ઘૂંટણ પર ધ્યાન ન આપવાનું ભૂલી જાય છે. જેના કારણે કોણી અને ઘૂંટણ નો રંગ ઘાટો થઈ જાય છે, અને તે કદરૂપા લાગે છે. આ કારણે ઘણી મહિલાઓ શોર્ટ ડ્રેસ પહેરવામાં પણ અચકાય છે. જો તમે પણ ઘૂંટણ અને કોણીની કાળાશ થી પરેશાન હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી હોઈ શકે છે.

ત્વચા ના નિષ્ણાતો કહે છે કે કોણી અને ઘૂંટણ ની ત્વચા શરીરના બાકીના ભાગ કરતા જાડી હોય છે. તેથી તે શરીરના બાકીના ભાગ કરતા વધુ કાળી લાગે છે. સાથે જ ત્વચાના મૃત કોષો, તીવ્ર સૂર્યપ્રકાશ અને હોર્મોન્સમાં અસંતુલન ને કારણે કોણી અને ઘૂંટણ ની ત્વચા કાળી પડી જાય છે. કેટલાક ઘરેલું ઉપચાર તમને ત્વચાની સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

નારિયેળ તેલ ત્વચા ની કાળાશ ને પણ દૂર કરી શકે છે. નાળિયેર તેલમાં ત્વચા ને હળવી કરવાના ગુણ હોય છે, તે ત્વચાના સ્વરને હળવો કરે છે તેમજ તેને પોષણ આપે છે. આ માટે એક ચમચી નાળિયેર તેલમાં એક ચમચી અખરોટ નો પાવડર ઉમેરો.

ત્યાર બાદ આ જાડી પેસ્ટને તમારા ઘાટ અને કોણી પર સ્ક્રબર તરીકે ઘસો. લગભગ પાંચ થી દસ મિનિટ સુધી માલિશ કર્યા પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય ને નિયમિત રીતે અપનાવવાથી ત્વચા ની કાળાશ દુર થઈ જાય છે. આ ઉપરાંત લીંબુ પણ ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો તેમજ વિટામિન સી ની સારી માત્રા હોય છે, જ્યારે સોડા ક્લીન્ઝર તરીકે કામ કરે છે.

તમે લીંબુ કાપીને તેના પર એક ચમચી બેકિંગ સોડા છાંટો. હવે આ લીંબુ ને તમારી કોણી અને ઘૂંટણ પર ઘસો. લગભગ પંદર મિનિટ સુધી સુકાઈ ગયા બાદ ત્વચા ને ધોઈ લો. આ કાળાશને દૂર કરી શકે છે. બટાકામાં બ્લીચિંગ અને ક્લીન્ઝિંગ ગુણધર્મો હોય છે. તે ત્વચાના રંગને સુધારવામાં મદદ કરે છે. આ માટે બટાકા ને કાપી ને કોણી અને ઘૂંટણ પર લગભગ પાંચ મિનિટ સુધી ઘસો. દિવસમાં બે થી ત્રણ વખત આવું કરવાથી ઘૂંટણ ની કાળાશની સમસ્યા હલ થઈ શકે છે.

એલોવેરા એક ખૂબ વધારે પ્રભાવ કારી મોઇશ્ચરાઇઝર છે. આ સ્કિન ટોન મા પણ સુધાર લાવે છે તેના સિવાય તેમાં એન્ટી ફંજલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે, દૂધ મોઇશ્ચરાઇઝર હોવા ની સાથે સાથે સારો ક્લિજર પણ હોય છે. સરખા ભાગે એલોવેરા જેલ અને દૂધ ભેળવી ને આ મિશ્રણ ને પ્રભાવિત હિસ્સા ઉપર લગાવો.

આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથ વડે ઘસતા ની સાથે સામન્ય પાણી વડે ધોઈ નાખો તેના સિવાય માત્ર તમે એલોવેરા પણ લગાવી શકો છો પરંતુ, તેને માત્ર બે મિનિટ સુધી જ રાખવું અને ધોઈ નાખવું આ ઉપયોગ ને દર બીજા દિવસે કરવાથી તેની અસર જોવા મળશે.