કોરોનાને અટકાવવા ઈમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી, દવા તૈયાર થઈ ગુજરાતમાં…

કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. દેશભરમાં દવાખાના જાણે કોરોનાના દર્દીથી ઊભરાવવા લાગ્યા છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ ખૂબ ઝડપથી ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે અને મોટા ભાગના દર્દી એવા છે જેમને ઓક્સિજનની જરૂર પડતી હોય. આવી સ્થિતિમાં દરેક રાજ્યમાં હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે.

image source

કોરોનાના કારણે દેશમાં રોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાય છે જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં આજે એક સૌથી સારા સમાચાર કોરોનાને લઈને મળ્યા છે. કોરોનાને નાથવા માટેની દવા તૈયાર થઈ ચુકી છે. અત્યાર સુધી કોરોના માટે કોઈ દવા ન હતી. પરંતુ હવે કોરોનાને વધતો અટકાવતી દવા તૈયાર કરી લેવામાં આવી છે.

આ દવા તૈયાર કરવાનું શ્રેય ગુજરાતના ફાળે જાય છે. ગુજરાતની ઝાયડસ કંપનીએ આ દવા તૈયાર કરી છે. ઝાયડસે કોરોના માટે તૈયાર કરેલી દવાનું નામ વિરાફીન છે. ખાસ વાત એ છે કે આ દવાના ઉપયોગ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

કોરોનાના આ કહેર વચ્ચે ઝાયડસ કંપનીની આ દવા આશાનું નવું કિરણ બની છે. શુક્રવારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ આ દવાના ઉપયોગની મંજૂરી આપી છે. વિરાફીન દવાને લઈને કંપનીએ મોટો દાવો કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દી માટે વિરાફીનનો ઉપયોગ કરવામાં આવશે. આ દવા હળવા લક્ષણો ધરાવતા દર્દી માટે અસરકારક સાબિત થશે.

image source

આ દવાના પરીક્ષણમાં સામે આવ્યું છે કે કોરોનાના દર્દી કે જેમને હળવા લક્ષણો હતા તેમને આ દવા 7 દિવસ આપવામાં આવી અને ત્યારબાદ આ દર્દીમાંથી 91 ટકા દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. આ દવા એક એન્ટી વાયરલ ડ્રગ છે જેના ઉપયોગથી દર્દીઓને કોરોનાની શરુઆતમાં જ રાહત મળી શકે છે. આ દવા દર્દીના ઓક્સિજન લેવલને સ્થિર રાખવામાં પણ કારગર નિવડે છે.

ભારતમાં આ દવાનું પરીક્ષણ 20થી 25 જગ્યાએ કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે કોરોનાની શરૂઆતમાં જો આ દવા દર્દીને આપવામાં આવે તો દર્દી ઝડપથી કોરોનાને હરાવી શકે છે સાથે જ તેને તકલીફ પણ ઓછી થશે. જો કે હાલ આ દવા ડોક્ટરની સલાહ બાદ જ દર્દીને આપવામાં આવશે.

ઝાયડસની આ દવા ટ્રાયલ તબક્કામાં હતી. દેશના 25 જેટલા સેન્ટર્સ પર 250 દર્દીઓ પર તેનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલના પરીણામો અસરકારક સાબિત થયા હતા. આ પરીણામ જોયા બાદ આ દવાના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!