ક્રુરતાની થઈ બધી હદો પાર, તાંત્રિકના કહેવા પર પિતાએ કરી પોતાના 5 બાળકોની હત્યા, પંચાયત સામે કબૂલ્યો ગુનો.

ક્રુરતાની થઈ બધી હદો પાર, તાંત્રિકના કહેવા પર પિતાએ કરી પોતાના 5 બાળકોની હત્યા, પંચાયત સામે કબૂલ્યો ગુનો.

હરિયાણાના જીંદ જિલ્લામાં એક હૃદય કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એ જિલ્લાના ડિડવાળા ગામા એક પિતાએ તાંત્રિકના કહેવા પર પાંચ વર્ષમાં પોતાના પાંચ બાળકોની હત્યા કરી નાખી.

image source

સમગ્ર ઘટના પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે પૂછતાછ દરમિયાન પોલીસને પિતા દ્વારા આપેલા બયાન પર શક ગયો. હેરાન કરી દે એવી વાત એ છે કે આ ક્રૂર પિતાએ પોતાના પાંચેય બાળકોની હત્યા કરીને બધાને ગુમરાહ કરવા સુધીના પણ પ્રયત્ન કર્યા હતા. વીતેલા 2 દિવસ પહેલા આ પિતાએ પોતાની બંને દીકરીઓની હત્યા કરી એમને નહેરના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધી હતી અને પોલીસ પાસે જઈને અજ્ઞાત લોકો વિરુદ્ધ પોતાની બે દીકરીઓના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.

image source

17 જુલાઈએ ડિડવાડા ગામમાંથી બે છોકરીઓ ગાયબ થઈ ગઈ હતી. આરોપીની ઓળખ જુમ્મા રહેવાસી ડિડવાડા ગામના રૂપમાં થઈ હતી. જુમ્માએ આ બીભત્સ કાંડને કોઈ તાંત્રિકના કહેવા પર કર્યો હતો. મારવામાં આવેલા બધા જ બાળકોની ઉંમર 11 વર્ષથી ઓછી હતી. જો કે એને સમગ્ર ઘટના અંગે પંચાયત સામે આવીને માફી માંગી છે એ પછી પોલીસને બોલાવીને આરોપીને પોલીસને સોંપવામાં આવ્યો છે.

મળેલી જાણકારી અનુસાર 15 જુલાઈએ બંને છોકરીઓ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. નાની દીકરીની લાશ 18 જુલાઈએ અને મોટી દીકરીની લાશ 21 જુલાઈ નહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તરતી મળી હતી, પોલીસ અને અન્ય લોકોની મદદથી બંને લાશને બહાર કઢાઈ હતી અને બન્નેને શબગૃહમાં રાખવામાં આવી હતી. જેમાં બંનેનું મૃત્યુ ડૂબી જવાના કારણે થયું હોવાની વાત સામે આવી હતી.

image source

આરોપીને પકડયાની પુષ્ટિ મોડી રાત્રે જીંદ જિલ્લાના એસપી અશ્વિન સૈનવીએ કરી છે.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો એ પછી સમગ્ર જિલ્લામાં અરેરાટી છવાઈ ગઈ છે. સૌના મનમાં એક જ સવાલ છે કે શું કોઈ પિતા આવું કરી શકે છે. આરોપીની ત્રણ દીકરીઓ અને બે દીકરો હોવાનું જાણવા મળ્યું છે જે બધાની એને હત્યા કરી નાખી છે.

image source

બીજી બાજુ ગામના લોકો જણાવી રહ્યા છે કે આરોપીએ પંચાયતની સામે આવીને પોતાનો ગુનો કબૂલ કર્યો છે કે એને ગરીબીના કારણે આ સમગ્ર ઘટના આદરી છે. અને એને એક તાંત્રિકના કહેવા પર આવું બધું કર્યું છે. પંચાયત પ્રતિનિધિઓ ને ગામના લોકોએ પોલીસને બોલાવીને આરોપીને પોલીસના હવાલે કર્યો છે અને એના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી છે. હાલ તો પોલીસ એ વાત વિશે જાણવાની કોશિશ કરી રહી છે કે આ બિભત્સ હત્યાકાંડમાં બીજું કોણ કોણ સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત