2021 KTM 125 Duke થઈ ભારતમાં લોન્ચ, આ દમદાર બાઇકની ખાસિયત અને કિંમત જાણીને તમને પણ થઇ જશે લેવાની ઇચ્છા

KTM (કેટીએમ) એ પોતાની 125 ડ્યુક બાઇક ભારતમાં લોંચ કરી દીધી છે. આ બાઈક કેટીએમ ડ્યુક સિરીઝમાં કંપનીની લેટેસ્ટ એન્ટ્રી લેવલ બાઇક બની ગઈ છે. 2021 ના અપગ્રેડેડ મોડલને 1.50 લાખ રૂપિયાની ઇન્ટ્રોડક્ટ્રી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. આ જુના મોડલની સરખામણીએ થોડી વધુ મોંઘી છે.

image source

પ્રીમિયમ બાઇક નિર્માતાએ એક પ્રેસનોટ જાહેર કરી જણાવ્યું હતું કે 2021 KTM 125 Duke ને ઘણા ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે જે બજારમાં અન્ય બ્રાન્ડની સરખામણીએ બઢત મળશે.

એન્જીન

image source

નવા કેટીએમ 125 ડ્યુક 14.5 PS નો પાવર અને 12 Nm નો મેક્સિમમ પિક ટોર્ક જનરેટ કરે છે. નવા કેટીએમ ડ્યુક એન્ટ્રી લેવલ મોડલમાં 125 સીસીનું લિકવિડ કુલ્ડ ફ્યુલ ઇન્જેકટેડ એન્જીન આપવામાં આવ્યું છે જે તરત પાવર ડિલિવરી અને રિએક્શન આપે છે.

ફીચર્સ

image source

2021 KTM 125 Duke બાઈકનો લુક ઘણો સ્ટાઈલિશ છે બાઇક સબ ફ્રેમ પર બોલ્ટની સાથે ઇન્ટીગ્રેટેડ સ્ટીલ ટ્રેલિસ ફ્રેમવર્ક પર આધારિત છે. જો કે નવી બાઇકમાં ડ્યુક 200 મોડલ વાળા જ હેડ લેમ્પસ, બોડી પેનલ, ફ્યુલ ટેન્ક અને એલસીડી પેનલ આપવામાં આવ્યા છે. બાઈકના ફ્યુલ ટેન્ક અને પાછળના ભાગનો લુક એકદમ નવો લાગે છે.

ડાયમેંશન અને કલર ઓપશન

KTM 125 ડ્યુકને કંપનીએ બે કલરમાં રજૂ કર્યું છે. આ બે રંગ ઇલેક્ટ્રોનિક ઓરેન્જ તથા સિરેમિક વ્હાઇટ છે જે ભારતમાં KTM બાઈકના સિગ્નેચર ટોન બની ગયા છે. બાઇકમાં એર્ગોનોમિક્સ, અપડેટેડ સસ્પેન્શન સેટઅપ અને 13.5 લીટરની ક્ષમતા ધરાવતી ફ્યુલ ટેન્ક આપવામા આવી છે. જયારે પાછલી જનરેશન વાળા ડ્યુક 125 બાઇકમાં માત્ર 11 લીટરની જ ફ્યુલ ટેન્ક મળતી.

image source

નવી બાઇક તેના પાછલા વેરીએન્ટની સરખામણીએ 7 કિલોગ્રામ વધુ વજનદાર બની ગઈ છે. સાથે જ બાઇકની સીટની ઊંચાઈ પણ વધારીને 822 mm કરવામાં આવી છે જે પહેલાના વેરીએન્ટમાં 818 mm હતી.

આ સેગમેન્ટની બાઇકમાં આ ફીચર્સ પહેલી જ વખત

બજાજ ઓટોના અધ્યક્ષ (પ્રોબાઇકિંગ) સુમિત નારંગએ જણાવ્યું હતું કે ” KTM 125 ડ્યુકમાં આપવામાં આવેલા ફીચર્સ આ સેગમેન્ટની બાઇકમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યા. અલ્ટ્રા લાઈટ ટ્રેલિઝ ફ્રેમ અને સબ ફ્રેમની મદદથી રેઝર શાર્પ કન્ટ્રોલ મળે છે અને નવી સ્ટાઇલના આ બાઇક બધા માટે આકર્ષણ બનશે.

image source

2018 નાં અંતમાં KTM 125 ડ્યુકનું લોન્ચિંગ એ ભારતમાં યુવા બાઇકિંગ પ્રતિ ઉત્સાહી લોકોના ગઢમાં KTM નો પ્રવેશ કરવાનું એક પગલું હતું. અને તે બધી રીતે પરિપૂર્ણ એન્ટ્રી લેવલ KTM સાથે એ મોડલને અપગ્રેડ કરી પોતાના મૂલ્યવાન ગ્રાહકો માટે સારું વળતર આપવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

KTM ની યાત્રા

KTM એ ભારતમાં પ્રીમિયમ બાઇક સેગમેન્ટમાં 2012 માં પ્રવેશ કર્યો હતો. આ દ્વીચક્રી વાહન નિર્માતાએ 2018 માં પહેલી વખત 1.18 લાખ રૂપિયાની કિંમત ધરાવતું KTM 125 ડ્યુક ભારતમાં લોન્ચ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત