કુલ્ફી વેચતો આ માણસ ઓળખાય છે ગોલ્ડન મેન તરીકે, પિતાના બિઝનેસને એટલો આગળ વધાર્યો કે સેલેબ્રિટીઓ આવે છે

ખાવાની ચીજવસ્તુઓ જ્યાં સારી મળતી હોય ત્યાં ખરેખર સુંગધથી ભરપૂર માહોલ જોવા મળે છે. એ જગ્યા લોકોના હોઠો પર પણ રમતી હોય છે. ત્યારે કંઈક એવી જ વાત આજે લઈને આવ્યા છીએ તમારા માટે. કહેવાય છે કે ઈન્દોરની સરફા ચોપાટી ખાવાની ચીજો માટે દેશભરમાં જાણીતી છે. લોકો કહે છે કે અહી આખી રાત સુગંધનો દરબાર સજાવવામાં આવે છે. આ ચોપાટી ખાવાના શોખીન લોકો માટે કોઈ જન્નતથી કમ નથી. પરંતુ આ ચોપાટીમાં ખાવા સિવાય પણ કઈક છે કે જેના પર ત્યાં આવનારા બધા લોકોની નજર હોય છે. અહી જેના વિશે વાત થઈ રહી છે તે છે અહીનો ‘ગોલ્ડન મેન’ છે કે જેનું નામ નટવર નેમા છે.

image source

ગોલ્ડન મેન પર અહીં આવેલા દરેક લોકોની નજર એકવાર તો જરૂર પડી હોય છે. આ ગોલ્ડન મેનની વિશેષતા પણ તેનાં નામ પરથી જ છે. મળતી માહિતી મુજબ આ ગોલ્ડન મેન અડધો કિલો સોનું પહેરેલો જોવા મળે છે. આ માણસ અહી આટલું સોનું પહેરીને કુલ્ફી વેચતો જોવા મળે છે. અહીં આવનાર બધા લોકો આ માણસ સાથે તેમની સેલ્ફી લેતા જોવા મળે છે. તેની સાથે થયેલી વાતચીત પરથી જાણવાં મળ્યું હતું કે તેનાં પિતા પણ અહીં આ પહેલાં ફાલુદા વેચતા હતા.

image source

મીડિયા સાથે વાત કરતા નટવર નેમાએ કહ્યું કે તે અહી ઘણા વર્ષોથી અહીં ફાલુદા વેચે છે. પિતા ફાલુદા વેચતા હતા અને હવે મેં પૈતૃક વ્યવસાયને આગળ વધાર્યો છે. બાળપણમાં તે તેના પિતા સાથે તેમની મદદ માટે શાળા પૂરી થયાં પછી આવતો હતો. તે કહે છે કે મે ત્યારે જ વિચાર્યું હતું કે હું ભવિષ્યમાં આ દુકાન ચલાવીશ. હવે આ માણસ અહી એટલો ફેમસ થઈ ગયો છે કે અહી આવનાર દરેક વ્યક્તિ ગોલ્ડન મેન સાથે સેલ્ફી લેવા માંગે છે.

image source

જાણવા મળી રહ્યું છે કે ગોલ્ડન મેન તરીકે ફેમસ આ માણસની ઉમર અત્યારે 62 વર્ષ થઈ ગઈ છે. નટવર નેમા જે સરાફા ચોપાટી પર કુલ્ફી અને ફાલુદા વેચે છે, તેમને જે પણ પહેલીવાર જુએ છે તે સ્તબ્ધ થઈ જાય છે. કારણ કે તેણે હાથથી ગળા અને કાન સુધી સોનું પહેરીને કયાં જોવા મળે છે. તેનાં સોનાની લીધે ઘણા લોકો તેમની દુકાન પર આવે છે અને કુલ્ફી ફાલુદાની મજા લે છે. જતા-જતા ગ્રાહકો તેમની સાથે સેલ્ફી લેવાનું ભૂલતા નહીં.

image source

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીથી લઈને ઘણા સેલિબ્રિટી પણ નટવર નેમાની દુકાનની કુલ્ફી ખાઈ ચૂક્યા છે. ઇંદોરનું બુલિયન સોના-ચાંદીના વ્યવસાય અને સ્વાદિષ્ટ ખોરાક માટે પ્રખ્યાત છે. સામાન્ય માણસથી લઈને મુખ્યમંત્રી અને બોલિવૂડ સ્ટાર્સ અહીં જમવા માટે આવે છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કૈલાસ વિજયવર્ગીય, ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય ઘણા નેતાઓ ગોલ્ડન મેન નટવર નેમા પાસેથી કુલ્ફીની મજા માણવા અહીં આવ્યા છે. તેમની કુલ્ફીનો સ્વાદ સેલિબ્રિટીથી લઈને જાણીતાં ખેલાડીઓ સુધીએ ચાખ્યો છે.

image source

નટવર નેમાની સોના સોના સાથે સંકળાયેલી વાતો જાણીને સૌ કોઈ નવાઈ પામી રહ્યાં છે. મળતી માહિતી મુજબ તેમને સોના સાથે એટલો પ્રેમ છે કે તેમણે પોતાનાં દાંત પણ સોનાનાં લગાવ્યા છે. આ સિવાય નટવર નેમા આંગળીઓમાં સોનાની વીંટી, સોનાની ચેન, ગોલ્ડ એરિંગ અને સોનાનું બ્રેસલેટ પણ પહેરે છે. આથી જ જ્યારે તેનો એક દાંત તૂટી ગયો તે પછી તેમણે સોનાનાં દાંત લગાવ્યા હતા. હવે તે અડધો કિલો સોનું પહેરીને પોતાની દુકાન ચલાવે છે. તેમનો આ અંદાજ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *