20 જૂનથી કુંભ ચાલશે ગુરુમાં અવળી ચાલ, જાણી લો તમારો આવનાર સમય કેવો રહેશે અને સાથે ખાસ જાણો શું થઇ શકે છે ઉથલપાથલ

જ્યોતિષશાસ્ત્રમાં વક્રી હંમેશાં એક રીતે અથવા બીજી રીતે પડકારજનક હોય છે, કેમ કે તે તમારા જીવનના કેટલાક કાર્યોને અટકાવે છે, અને તમને સંબંધિત ગ્રહ દ્વારા શાસન કરેલા ક્ષેત્રો ની સમીક્ષા, મૂલ્યાંકન અને સંશોધન માટે દબાણ કરે છે. ગુરુ ને નસીબ અને વિપુલતા નો કારક ગ્રહ માનવામાં આવે છે, જ્યારે આ ગ્રહ પાછો આવે છે, ત્યારે તેની ગતિ ધીમી પડે છે, જેના કારણે વ્યક્તિ નિરાશા કરતાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરે છે. સદભાગ્યે, શિક્ષણ, દર્શન અને અભ્યાસ દર્શાવતું આ ગ્રહ જ્યારે વક્રી કરે છે, ત્યારે વ્યક્તિ આંતરિક વિકાસ તરફ આગળ વધે છે.

ગુરુ ની ચાલમા થતા ફેરફાર ને લીધે છ રાશિ ઓ માટે આ સમય શુભ રહેશે, ચાર રાશિઓ એ સાવધાન રહેવું અને બે રાશિ ના લોકો માટે આ સમય મિશ્રિત રહેશે. વીસ જૂન, રવિવારે ગુરુ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે. દેવગુરુ બૃહસ્પતિ ચૌવદ સપ્ટેમ્બર ના રોજ એક રાશિ પાછળ એટલે ફરીથી પોતાની નીચેની રાશિ મકરમાં આવી જશે, અને ઓગણીસ નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે.

તે પછી ફરી થી તે કુંભ રાશિમાં આ ગ્રહ નો પ્રવેશ થશે. ગુરુ ની ચાલમાં આ ફેરફાર થી દેશમાં રાજકીય, પ્રાકૃતિક અને સામાજિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ તેની અસર આ બધી રાશિઓ ઉપર પણ પડશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર ના જણાવ્યા પ્રમાણે ગુરુ ની ચાલમાં ફેરફાર થવાથી વાવાઝોડું અને દેશના થોડા ભાગમાં વધારે પ્રમાણમાં વરસાદ થશે. કોઇ જગ્યા એ પુર ની સ્થિતિ પણ બની શકે છે. દેશના ઉત્તર રાજ્યોમાં પ્રાકૃતિક પ્રકોપ ના કારણે જનધન હાનિ થવાની શક્યતા છે.

પ્રાકૃતિક આપત્તિઓ, ભૂકંપ, અગ્નિકાંડ કે તોફાન થી પણ લોકો ની પરેશાની ઓ વધી શકે છે. આ ગ્રહ ના કારણે દેશ ની રાજનીતિમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગુરુ અને શનિ નો યોગ ફરીથી બનવાના કારણે દેશમાં સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેશે.

ગુરુ ગ્રહ ધર્મ, જ્ઞાન અને સત્કર્મનો કારક છે :

દેવ ગુરુ ને સર્વાધિક શુભ અને જલ્દી ફળ આપનાર માનવામાં આવે છે. ગુરુ ગ્રહ ને ધર્મ, અધ્યાત્મ, ધન, જ્ઞાન અને સત્કર્મ નો કારક માનવામાં આવે છે. તે લગ્ન અને સુખી લગ્નજીવન નો પણ કારક ગ્રહ છે. જે લોકો ના લગ્ન અટવાયેલાં હતાં, તેમના લગ્નમાં આવતા વિઘ્નો આ સમય દરમિયાન દૂર થશે.

આ ગ્રહ ધન અને મીન રાશિ નો પણ સ્વામી છે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુ પંચમ દૃષ્ટિ થી મિથુન, સપ્તમ થી સિંહ અને નવમ થી તુલા ને જોઈ રહ્યો છે. તે ત્રણેય રાશિઓ માટે મંગળકારી રહેશે. આ દરમિયાન લોકો નો રસ સંગીત, કળા અને ઔષધી તરફ વધશે.

બાર રાશિઓ ઉપર અસર :

દેવ ગુરુ બૃહસ્પતિ ની ચાલમાં ફેરફાર થવા થી મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિ ના લોકો માટે ફાયદાકારક સમય રહેશે. આ લોકોને વિદ્યામાં સફળતા તો મળશે સાથે જ ધનલાભ ના પણ શુભ યોગ છે. તે લોકોને લગ્ન અને સંતાનના યોગ બનશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. બેરોજગાર લોકો ને આ સમય દરમિયાન કામ મળી શકે છે.

કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિ ના લોકોએ સાવધાન રહેવું પડશે. આ લોકોના કામમાં થોડા વિઘ્નો આવી શકે છે, પરંતુ તે પૂર્ણ પણ થશે. ખર્ચ વધશે. સ્વાસ્થ્ય ને લઇ ને ચિંતા વધી શકે છે. આ સિવાય મિથુન અને મકર રાશિ ના લોકો માટે સમય મિશ્રિત રહી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ