Site icon News Gujarat

કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાનો લગ્નના 3 મહિના બાદ પતિ સાથે થયો ઝગડો, લખ્યું કે ત્યાં સુધી બેડ પર નહિ જઈએ….

જો કપલ વચ્ચેના પ્રેમની સાથે સાથે ખાટી-મીઠી નોક્ઝોક ન હોય તો સંબંધની મજા અધૂરી રહી જાય છે. દરેક કપલ માટે લડાઈ ઝઘડા થવો સામાન્ય વાત છે. ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાની પણ લગ્નના 3 મહિના બાદ તેના પતિ સાથે પહેલી લડાઈ થઈ છે.પતિ સાથેની લડાઈ બાદ શ્રદ્ધાના ઘરમાં શું થાય છે તેની એક ઝલક અભિનેત્રીએ શેર કરી છે.

પતિ સાથે કેમ થયો શ્રદ્ધાનો ઝગડો?

image socure

તમે અનુમાન લગાવતા જ હશો કે શ્રદ્ધા અને તેના પતિ, જેમણે હંમેશા તેમની પ્રેમાળ કેમિસ્ટ્રીથી ચાહકોને કપલ ગોલ આપ્યા છે, તેઓ શા માટે લડી રહ્યા છે? તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. વાત જાણે એમ છે કે શ્રદ્ધાએ તેના પતિ રાહુલ નાગલથી ગુસ્સે થવાની એક્ટિંગ કરીને ઇન્સ્ટાગ્રામ માટે એક રીલ વીડિયો બનાવ્યો છે.

રીલ વીડિયોમાં શ્રદ્ધા આર્યા તેના પતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી જોવા મળે છે. બંને બેડ પર બેઠા છે, પણ એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. શ્રદ્ધાએ તેના વીડિયોના કેપ્શનમાં લખ્યું- મારા પતિ અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યારેય એકબીજાથી નારાજ થઈને સૂઈ જઈશું નહીં…” આ પછી, શ્રદ્ધાએ કેમેરો તેના પતિ તરફ ફેરવ્યો. શ્રદ્ધાના પતિ બેડ પર બેસીને કંઈક ખાતા ખાતા પોતાના ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. તે શ્રદ્ધા તરફ જોતો પણ નથી. પતિના આ વલણ પર શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું- અમે ત્રણ દિવસથી આમ જ છે

ફેન્સ લઈ રહ્યા છે મજા

image soucre

રાહુલ અને શ્રદ્ધાનો આ ખાટી-મીઠી નોકજોક વાળો વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ચાહકોની સાથે-સાથે ઘણા સેલેબ્સ પણ શ્રદ્ધાના આ વીડિયોને એન્જોય કરી રહ્યા છે અને હસતા ઇમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- હાહાહા ક્યૂટ. આ સાથે યુઝરે હસવા વાળું હાર્ટ પણ બનાવ્યું છે. અન્ય યુઝરે લખ્યું – Awww. અન્ય એક યુઝરે લખ્યું – હું આનાથી રિલેટ કરી શકું છું, હું મારું હાસ્ય રોકી શકતો નથી.

શ્રદ્ધાના પતિ સાથેના આ ફની વીડિયો પર લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. આ કપલની ક્યૂટ બોન્ડિંગ પર ચાહકો તેમના પ્રેમને વધાવી રહ્યા છે. શ્રદ્ધાએ 16 નવેમ્બર 2021ના રોજ રાહુલ સાથે દિલ્હીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી છવાયેલી રહી હતી. બંને એકબીજા સાથે ખુશીની પળો વિતાવી રહ્યા છે. અમે દંપતીને સુખી દાંપત્યજીવનની પણ શુભેચ્છા પાઠવીએ છીએ.

Exit mobile version