“જો કુંડળીમાં હશે આ એક જ યોગ, તો આજીવન ધન-સંપત્તિ પગમાં આળોટશે અને થઇ જશો માલામાલ “

મનુષ્યનું સંપૂર્ણ જીવન તેના ભાગ્યની આજુબાજુ જ ફર્યા કરે છે. કોઇપણ વ્યક્તિ ભાગ્યનો સાથે મેળવીને પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. ગ્રહ, નક્ષત્ર, કારક, યોગ જેવા તત્વો હોય છે જે વ્યક્તિના ભાગ્યને નિર્ધારિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આજે આપને જણાવીશું કે, કુંડળીના એક એવા યોગ વિષે જણાવીશું જે કોઈ વ્યક્તિની કુંડળીમાં બની રહ્યો છે તો તેવી વ્યક્તિ સમાજમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરે છે એટલું જ નહી આવી વ્યક્તિ ઘણું સુખદ જીવન પસાર કરે છે આવી વ્યક્તિને પોતાના જીવન કાળ દરમિયાન સાધન- સંપન્ન, ઐશ્વર્ય, સુખ અને સમૃધ્ધિથી ભરપુર જીવન જીવે છે. આ યોગનું નામ છે પંચમહાપુરુષ યોગ.

image source

જો આપની કુંડળીમાં મંગળ ગ્રહ, બુધ ગ્રહ, ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ અને શનિ ગ્રહ મળીને પંચમહાપુરુષ યોગને નિર્મિત કરે છે. કુંડળીમાં મંગળ ગ્રહથી રૂચક યોગ નિર્માણ થાય છે જયારે બુધ ગ્રહથી ભદ્ર યોગ નિર્મિત થાય છે, શુક્ર ગ્રહથી માલવ્ય યોગનું નિર્માણ થાય છે, ગુરુ ગ્રહથી હંસ યોગનું નિર્માણ થવા પામે છે અને શનિ ગ્રહથી કુંડળીમાં શશ નામનો યોગ નિર્મિત થાય છે. કુંડળીમાં આવા યોગનું નિર્માણ થવું ખરેખરમાં ઘણું શુભ માનવામાં આવે છે.

image source

જો આપની કુંડળીમાં પાંચ ગ્રહો દ્વારા પરિવર્તનનો યોગ બની રહ્યો હોય આ યોગ ભલે પંચમહાપુરુષ યોગનું નિર્માણ ના થાય તેમ છતાં પણ પંચમહાપુરુષ યોગ જેવા જ ફળ પ્રાપ્ત થાય છે જેમ કે, વૃશ્ચિક રાશિમાં બુધ ગ્રહ, કન્યા રાશિમાં મંગળ ગ્રહ, તો બુધ રાશિમાં મંગળ ગ્રહ અને મંગળ રાશિમાં બુધ ગ્રહ હોય છે ત્યારે આ બંને ગ્રહની મધ્યે પરિવર્તન યોગનું નિર્માણ થાય છે. આ પરિવર્તન યોગ આપને પંચમહાપુરુષ યોગ જેટલા જ શુભ ફળ આપે છે.

-રૂચક યોગ :

image source

રૂચક યોગ કુંડળીમાં મંગળ ગ્રહ પ્રથમ, ચોથા (સુખ સ્થાનમાં), સાતમાં (પતિ કે પત્ની સ્થાન), કે પછી દસમા (કર્મ સ્થાન)સ્થાનમાં હોય છે અને વ્યક્તિ મેષ રાશિ, વૃશ્ચિક રાશિ કે પછી મકર રાશિ ધરાવે છે તો રૂચક યોગ નિર્માણ થવા પામે છે.

-ભદ્ર યોગ :

image source

જો આપની કુંડળીમાં બુધ ગ્રહ પોતાની રાશિ એવી મિથુન રાશિ કે પછી કન્યા રાશિમાં પ્રથમ, ચોથા, સાતમા કે પછી દસમા સ્થાનમાં વિરાજે છે તો આપની કુંડળીમાં ભદ્ર યોગનું નિર્માણ થાય છે. ભદ્ર યોગ જ પંચમહાપુરુષ યોગ છે.

-હંસ યોગ :

image source

જો આપની કુંડળીમાં ગુરુ ગ્રહ પોતાની રાશિ એટલે કે ધન રાશિ કે પછી મીન રાશિ કે પછી પોતાની ઉચ્ચ કર્ક રાશિ ધરાવતી વ્યક્તિની કુંડળીમાં પ્રથમ, ચોથું, સાતમુ કે પછી દસમુ સ્થાન ધરાવે છે તો આપની કુંડળીમાં હંસ યોગનું નિર્મિત થાય છે.

-માલવ્ય યોગ :

image source

માલવ્ય યોગ કુંડળીમાં શુક્ર ગ્રહની પોતાની રાશિ એટલે કે વૃષભ રાશિ, તુલા રાશિ કે પછી ઉચ્ચ મીન રાશિ ધરાવતી કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રથમ, ચોથા, સાતમાં કે પછી દસમા સ્થાનમાં શુક્ર ગ્રહ હોય છે ત્યારે માલવ્ય યોગનું નિર્મિત થાય છે.

-શશ યોગ :

image source

જો આપની કુંડળીમાં શનિ ગ્રહ મકર રાશિ અને કુંભ રાશિ કે પછી ઉચ્ચ તુલા રાશિમાં ધરાવનાર વ્યક્તિની કુંડળીના મધ્યમાં પ્રથમ, ચોથા, સાતમા કે પછી દસમા સ્થાનમાં વિરાજે છે ત્યારે શશ યોગ નિર્મિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત