કચ્છનું નામ વિશ્વફલક પર ગુંજ્યું, ધ ન્યૂયોર્ક ટાઇમ્સ 2021ની યાદીમાં મળ્યું સ્થાન, જાણો આ ગામ વિશે તમે પણ

કચ્છનું નામ હવે ઈન્ટરનેશનલ લેવલે ટુરિઝમમાં ડંકો વગાડી રહ્યું છે. કચ્છના કડિયા ધ્રો ને દુનિયાના સૌથી વધું પ્રવાસન માટેના સ્થળોમાં 3 જા નંબરે સ્થાન મળતા ગુજરાત ટુરિઝમ સહિતના અધિકારીઓ અને ગુજરાતીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વિશ્વના 52 ફરવાલાયક સ્થળોમાં ત્રીજા નંબર પર મળ્યું સ્થાન

image source

ગુજરાત ટુરિઝમમાં બચ્ચનના એ શબ્દો તો તમને યાદ જ હશે કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ હવે વિશ્વ ફલક અને વિશ્વભરના પ્રવાસ રસિકો માટે સ્લોગન સમો પુરવાર થયો છે કારણ કે ન્યૂયોર્કસ ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલ વિશ્વના 52 ફરવાલાયક સ્થળોની યાદીમાં કચ્છના `કડિયા ધ્રો’ ને ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે. કચ્છના કડીયાધ્રોને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ 2021ની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

વિશ્વપ્રવાસી યુવાન વરૂણ સચદે દ્વારા કંડારેલો ફોટો અંકિત કરાયો

image source

કચ્છમાં રણોત્સવ બાદ કચ્છનું નામ વધુ એકવાર વિશ્વફલક પર ગુંજ્યું છે. અને તે માટે ભુજના યુવાન પ્રવાસી વરૂણ સચદેનો આભાર માનવો જોઈએ. કેમ કે વર્લ્ડ ટુર કરનાર વરૂણ સચદે એ કચ્છના `કડિયા ધ્રો’ જે ફોટો પાડ્યો છે. તેને ન્યૂર્યોક ટાઈમ્સમાં સ્થાન મળ્યું છે.

`કડિયા ધ્રો’ને વિશ્વ ફલક પર નામના મળી છે

image source

ધ ન્યૂયોક ટાઈમ્સ દ્વારા વર્ષ 2021 માટે વિશ્વના ફરવાલાયક સ્થળો માટેની યાદી માટે 2000 એન્ટ્રીઓ આવેલી જેમા વિશ્વભરના ફોટોગ્રાફર તેમજ પ્રવાસીઓની એન્ટ્રી આવી હતી. વરૂણ સચદેના ફોટા પરથી ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એડિટર એમિલી પામરે ભૂજના આ યુવાનનું ઈન્ટર્વ્યુ લીધુ હતુ. આ ઈન્ટર્વ્યૂમાં તેણે આ સ્થળ અંગે પૂછપરછ કરી હતી. જેમાં `કડિયા ધ્રો’ ના નામ અંગે તેમજ ત્યાં કેવી રીતે પહોંચાય તે અંગે પણ પૂછપરછ કરી હતી. આખરે તેના જવાબથી એમિલી કન્વીન્સ થઈ હતી. અને `કડિયા ધ્રો’ને વિશ્વ ફલક પર નામના મળી છે.

શું કહે છે વરૂણ સચદે

image source

ભુજના વરૂણ સચદે જણાવ્યું હતું કે, હું દુનિયાભરમાં રખડ્યો છું. હજારો માઇલની પગપાળા સફર કરી છે. પરંતુ આ બધી તકલીફોએ મને ઓળખ ન અપાવી. જ્યારે મારા ઘર ભુજથી માત્ર 40 કિમી દૂર આવેલા કડિયા ધ્રોએ મને ન્યુ યોર્ક ટાઇમ્સમાં સ્થાન અપાવી ગૌરવ અપાવ્યું છે. કચ્છ એ ભોગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાઓથી ભરપૂર છે. કચ્છના દરેક ખૂણાની શોધ કરવી જોઇએ. નોંધનીય છે કે વરૂણ સચદે અમેરિકાના ન્યૂ હેમ્પશાયરમાં સોફ્ટવેર ડેવલોપરની નોકરી છોડી પોતાની મનગમતી પ્રવૃત્તિને પ્રોફેસન બનાવી ટ્રાવેલર બન્યો છે. છેલ્લા 5 વર્ષમાં વરૂણ 29 દેશો તથા 20 ભારતીય રાજ્યમાં એકલા સફર કરી છે.

`કડિયા ધ્રો’ માં શું છે ખાસ

image source

નખત્રાણાના દુર્ગમ વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાા ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત