Fake News: કૂતરાઓથી કોરોના થાય છે એવા મલેશિયાના રિસર્ચ અંગે મેનકા ગાંધીએ કહ્યું કે…

કુતરાઓ દ્વારા ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ એવું મલેશિયા દેશમાં કરવામાં આવેલ રીસર્ચ વિષે મેનકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ સમાચાર ખોટા છે.

કુતરાઓ દ્વારા થાય છે કોરોના વાયરસ એવા મલેશિયાના રીસર્ચ વિષે મેનકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ ફેક ન્યુઝ છે. પશ્ચિમ બંગાળની વેબસાઈટ પર આ ખોટા સમાચાર ચલાવવામાં આવ્યા હતા, જે વાયરલ થી ગયા હતા અને ત્યાર બાદ ભારત દેશની બધી જ મીડિયા દ્વારા આ સમાચાર લેવામાં આવ્યા હતા, જે ખોટા છે. divyabhaskar.com સાથે વાતચીત દરમિયાન મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, કુતરાઓ દ્વારા જો કોરોના વાયરસ ફેલાતો હોય તો છેલ્લા દોઢ વર્ષ દરમિયાન ભારતમાં ઘણા બધા કેસો નોંધાઈ ગયા હોત, હજી સુધી આવા પ્રકારનો એકપણ કેસ નોંધવામાં આવ્યો નથી.

મલેશિયામાં આઠમાં કોરોના વાયરસથી સંક્રમિત ૮ દર્દીઓ સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

image source

આ ફેક ન્યુઝમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મલેશિયાના વૈજ્ઞાનિકોએ આ નવા કોરોના વાયરસને CCoV-HuPn-201 8 નામ આપવામાં આવ્યું છે. જેના મલેશિયા દેશમાં ૮ દર્દીઓ મળી આવ્યા હતા, આ ૮ દર્દીઓ માંથી ૭ દર્દીઓ બાળકો હતા. જયારે એક બાળકને ન્યુમોનિયા થઈ ગયો, તે બાળક પછીથી સ્વસ્થ થઈ ગયો હતો. આ ન્યુમોનીયાથી પીડિત બાળકને ૪-૬ દિવસમાં જ હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. મિરર યુકેના રીપોર્ટ મુજબ, હાલમાં આ બાબતે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી કે, આ કોરોના વાયરસ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે.

image source

આ રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ નવો કોરોના વાયરસ મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે કે નહી તેના વિષે હાલમાં તપાસ ચાલી રહી છે. જો કે, નવા કોરોના વાયરસથી જેટલા પણ વ્યક્તિઓ સંક્રમિત થયા હતા તે તમામ સ્વસ્થ થઈ ગયા છે એટલું જ નહી, નવા કોરોના વાયરસના લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. તેમ છતાં ડોક્ટર્સનું એવું કહેવું છે કે, હજી સુધી આ વાયરસની દવા શોધવામાં આવી નથી, એટલા માટે જો આ નવો કોરોના વાયરસ મોટાપાયે ફેલાશે તો સમસ્યામાં વધારો થઈ શકે છે.

કુતરાઓ, બિલાડી કે પછી પક્ષીઓ કે પછી પાલતું પ્રાણીઓ દ્વારા માણસને કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી: મેનકા ગાંધી.

image source

પીપલ ફોર એનિમલના ચેરપર્સન મેનકા ગાંધી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાલતું પ્રાણીઓ કુતરાઓ, બિલાડી કે પછી પક્ષીઓ દ્વારા મનુષ્યને કોરોના વાયરસનું સંક્રમણ થઈ શકતું નથી. દુનિયામાં આવો એક પણ કેસ નોંધવામાં આવ્યો નથી કે, જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે, કુતરાઓ, બિલાડીઓ કે પછી પક્ષીઓ દ્વારા મનુષ્ય કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હોય. આ પાલતું પ્રાણીઓ આપણા ઘરમાં કે પછી શેરીઓમાં હોય તો તેની સંભાળ રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!