ધનવાન બનવામાં તમારી મદદ કરશે આ ખાસ બીજ, ક્યાંકથી મળી જશે તો બદલાઈ જશે તમારી કિસ્મત

દરેક વ્યક્તિના જીવનમાં રૂપિયાની તંગી આવતી જતી રહે છે. આ સમયે જો તમે પણ તમારા જીવનમાં રૂપિયાની તંગી અનુભવી રહ્યા છો તો આ વાત તમારા માટે કામની છે. આ બીજ તમારી આર્થિક મુશ્કેલીઓને ઘટાડી શકે છે. પછી તે રૂપિયા સંબંધી હોય કે અન્ય કોઈ. સાંભળવામાં તમને થોડું અલગ લાગશે પણ આ સત્ય છે.

image source

આ બીજનું નામ નાગકેશર છે. આ બીજ તમારી આર્થિક તંગીથી લઈને ઘરની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આમ તો આ બીજ સરળતાથી મળતા નથી પણ જો નસીબજોગે તમને મળે છે તો તમારા નસીબ ખુલી શકે છે. નાગકેશર એક સામાન્ય વનસ્પતિ છે. તે તમને સરળતાથી મળી શકતી નથી. આ કાળા મરીની જેમ હોળ અને કબાબ ચીનીના જેવી હોય છે. તેની દાંડીમાં ડાંડી હોય છે અને નાગકેશરના ઝાડના બીજનો ઉપયોગ પણ પૂજા પાઠમાં કરવામાં આવે છે.

image source

માનવામાં આવે છે કે જો ઘરમા કંકાસ અને ઝઘડા સામાન્ય બની હયા છે તો તમે તેનો લેપ બનાવો અને તેનું તિલક તમારા માથા પર લગાવો. આમ કરવાથી તમારા ઘરમાંથી કંકાસ ઝડપથી ગાયબ થશે અને ખુશીઓ અને સમૃદ્ધિ આવશે. આ સિવાય જો તમે લાંબા સમયથી મહેનત કરો છો અને તમને પરિણામ મળતું નથી તો તમે ખાસ કરીને ધનની આવક વધારવા માટે શુભ મૂહૂર્તમાં નાગકેશર અને 5 સિક્કા લઈને તેની પૂજા કરો. આ પછી એક કપડામાં લપેટીને દુકાનના ગલ્લા કે ઓફિસના કેશ બોક્સમાં રાખો. આ સિવાય એક નવા પીળા કપડામાં નાગકેશર, હળદર, સોપારી, તાંબાના ટુકડાનો સિક્કો, ચોખા અને એક સિક્કો રાખીને ધૂપ આપીને પૂજા કરી લો. હવે આ સિદ્ધ કર્યા બાદ ફરીથી તમારી તિજોરીમાં રાખો. આમ કરવાથી તમે થોડા દિવસોમાં ફરક અનુભવી શકશો.

કરી લો સોપારી અને લવિંગનો ખાસ ઉપાય

image source

આ સિવાય અનેક ઉપાયો શાસ્ત્રોમાં કહેવાયા છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે ખાસ માનવામાં આવે છે. તેમાં મંત્ર સાધના ટોના કે ટોટકાને નામે પણ જાણીતા છે. આ પ્રકારના ટોટકામાં ખાસ કરીને એક સોપારીનો ઉપયોગ કરાય છે. વિદ્વાન પંડિતોના જણાવ્યા અનુસાર દરેક દેવી દેવતાઓને સોપારી પસંદ છે અને માત્ર ચપટીમાં કોઈ મોટી સમસ્યાને ઉકેલી શકાય છે. સૌથી ખાસ વાત તો એ છે કે સોપારી સસ્તી હોવાથી તેને લાવવામાં વધારે ખર્ચ પણ થતો નથી. ફક્ત 1 રૂપિયામાં સોપારી મળી જાય છે અને તમારી સમસ્યાનો ઉકેલ પણ જલ્દી આવે છે.

જો તમે લવિંગની સાથે પૂજાની સોપારી લઈને ગણેશજીની પૂજા અર્ચના કરો છો તો તેઓ ખુશ થાય છે અને સાથે જ લાંબા સમયથી તમારા અટકેલા કામ પૂરા થાય છે.

આ રીતે તમારા અટકેલા કામ પૂરા કરવા માટે તમે સોપારીના ટોટકા અજમાવી શકો છો.

image source

જો તમે ઘરથી દૂર ક્યાંક બહાર જાઓ છો તો ખિસ્સામાં એક લવિંગ અને સોપારી સાથે રાથો. તેમાંથી લવિંગને મોઢામાં લઈને ચૂસો અને સાથે શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. તેનાથી તમારા અટકેલા કામ પૂરા થઈ શકે છે. આ સિવાય જ્યારે તમે ફરી ઘરે પરત ફરો છો તો સાથે રાખેલી સોપારીને ફરીથી પૂજામાં ઉપયોગમાં લઈને તમે તેને એક સિદ્ધ વસ્તુ તરીકે વાપરી શકો છે. તેને શાસ્ત્રોમાં ગૌરી ગણેશનું રૂપ માનીને ઘરના પૂજા ઘરમાં રાખવામાં આવે છે. આ સોપારીને સારી રીતે ઘરની તિજોરીમાં રાખો છો તો ઘરમાં માતા લક્ષ્મીનો નિવાસ છે તેમ માનવામાં આવે છે. આ સાથે જ વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે.

જ્યારે પણ તમે દિવાળીની પૂજા કરો છો તો લક્ષ્મી પૂજનમાં સામગ્રીમાં ઉપયોગમાં લેવાયેલી સોપારીને સૌથી પહેલા કંકુ, ચોથા અને લાલ દોરાથી લપેટી લો. આ પછી તેને તમારી તિજોરીમાં લક્ષ્મીની સાથે રાખો. આમ કરવાથી પણ ઘરમાં રૂપિયાની ખામી રહેશે નહીં અને ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ વધી શકે છે.