પત્નીની સારવાર કરાવવા સાઇકલ લઈને નીકળેલા મજૂરને બોર્ડર પરથી પરત મોકલાયો, ન બચી શક્યો એની પત્નીનો જીવ

પોતાની બીમાર ઘરવાળીના સારવાર કરાવવાના હેતુથી એક મજૂર પંજાબથી યુપી સુધી સાઇકલ લઈને નીકળી પડ્યો, પણ એની પાસે પાસ હોવા છતાં એને બોર્ડર પરથી પરત મોકલવામાં આવ્યો, ને એની પત્નીનું મૃત્યુ થઈ ગયું. મજૂર સરકારી પાસ બનાવડાવી ને ઉત્તરપ્રદેશ જવા માટે પંજાબથી નીકળ્યો હતો.ધમધમતા તાપમાં સાઇકલ ચલાવી હરિયાણા-યુપી બોર્ડર સુધી પહોંચી પણ ગયો, પણ ત્યાં બોર્ડર પર ફરજ બજાવતા પોલીસ ઓફિસરે એને કરફ્યુ પાસ જોયા વગર જ ત્યાંથી પરત મોકલી દીધો. સમયસર સારવાર ન મળવાના કારણે તેની પત્નીનું દુઃખદ મૃત્યુ થઈ ગયું. પત્નીના મૃત્યુના સમાચાર મળતા જ મજૂર બેભાન થઈ ગયો હતો.

image source

મંડી ગોવિંદગઢના શાંતિ નગરના વિસ્તારમાં પરપ્રાંતીય મજૂર મનોજ કુમાર ભાડાના મકાન માં રહેતો હતો. એ મૂળરૂપે ચન્દ્રીકા, મજોવા, મૂંડેરી મહારાજગંજ, ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો.

મજૂર પોતાની રોજીરોટી માટે મંડી ગોવિંદગઢની એક મિલમાં કામ કરતો હતો. થોડા દિવસ પહેલા જ એને ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં રહેતી એની પત્નીનો ફોન આવ્યો કે એની તબિયત સારી નથી. આ સાંભળીને તરત જ મનોજ પંજાબના ફતેહગઢ સાહેબ જિલ્લામાં ઓનલાઈન કરફ્યુ પાસ માટે એપ્લિકેશન કરી પણ ત્રણ વાર એની અરજી રિજેક્ટ થયા પછી આખરે એનો પાસ બન્યો

image source

તેની પાસે કોઈ સાધન ન હોવાના કારણે એ 22 એપ્રિલની સાંજે પોતાની સાઇકલ પર જ યુપી જવા રવાના થઈ ગયો હતો.આખી રાત સાઇકલ ચલાવ્યા બાદ બીજા દિવસે મનોજ હરિયાણા-યુપી બોર્ડર પાસેની નાની નહેર પાસેથી નીકળી સહરાનપુરના કેચી ગેટ નાકા પર પહોંચ્યો તો ત્યાં ફરજ બજાવતા પોલીસે એને આગળ ન જવા દીધો. જોકે એના પાસની મજૂરી 24 એપ્રિલ 2020 સુધી ની જ હતી.પાસ અંગ્રેજી ભાષામાં બનેલો હતો અને એના પર ડીસીની સહી પણ હતી, પરંતુ પોલીસે એનો પાસ જોવો પણ જરૂરી ન સમજ્યું અને એની કોઈ વાત પણ ન સાંભળી.

ત્યારબાદ મજુરે બીજો રસ્તો પણ શોધ્યો યુપી જવાનો પણ ત્યાંથી પણ એને પરત મોકલી દેવામાં આવ્યો.

image source

.એ પછી પણ એને હિંમત ન હારી અને યુપી જવાનો બીજો રસ્તો શોધ્યો. પણ આગળના રસ્તે ઉભેલા પોલીસ જવાનોએ ફરી એને રોક્યો અને પંજાબ પરત મોકલી દીધો. દિવસ રાત સાઇકલ ચલાવી થાકેલા મજુરે ઘણા પ્રયત્ન કર્યા પછી આખરે પરત ફરી જવું જ યોગ્ય સમજ્યું અને એ એક ટ્રકમાં બેસી મંડી ગોવિંદગઢ ગામમાં પાછો આવી ગયો.

બીજા દિવસે સવારે પત્નીના મૃત્યુના સમાચાર આવ્યા.

image source

મનોજને શુક્રવારે સવારે 4 વાગે એની પત્નીના મૃત્યુના સમાચાર મળ્યા તો એને રડી રડી ને પોતાની હાલત ખરાબ કરી નાખી હતી. મનોજની પત્ની પેરાલાઈઝ થઈ ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસથી એની હાલત વધારે ગંભીર થઈ ગઈ હતી.એને સારવારની જરૂર હતી.હવે મનોજે સરકાર અને પ્રશાસન પાસે પોતાનો પાસ રીન્યુ કરવાની માંગણી કરી છે, જેથી એ તેની પત્નીને અંતિમ સંસ્કાર વિધિમાં જઇ શકે.મનોજે જણાવ્યું કે યુપીમાં એના ઘરે એના બે બાળકો અને એના ઘરડા માં બાપ છે.

image source

મંડી ગોવિંદગઢના એક સમાજ સેવક રણધીર સિંહ પપ્પીએ મજૂરનો પાસ બનાવડાવ્યો હતો અને મનોજના મંડી ગોવિંદગઢ પરત ફરતી વખતે પણ મહારાજગંજના એસએસપી સાથે ફોન પર વાત કરી મજૂરનું સરનામું લખાવ્યું હતું.જેથી એ ગમે તેમ કરીને એની પત્નીની સારવાર કરાવવા યુપી પહોંચી શકે. પણ એ પહેલાં જ એના પત્નીનું મૃત્યુ નીપજ્યું.હવે એ પત્નીના અંતિમ સંસ્કારમાં જવા ઈચ્છે છે.