Site icon News Gujarat

72 કલાકની મુસાફરી કરીને પણ આ યુવક પોતાના ઘરે જઇને ના જોઇ શક્યો કોઇનો મોં, આ રીતે થયુ કરુણ મોત

મુંબઈથી પ્રતાપગઢ સુધી 72 કલાકની મુશ્કેલીઓ ભરેલી યાત્રા.

image source

‘હાડતોડ મહેનતથી જિંદગી ચાલતી હતી. રૂપિયો રૂપિયો ભેગા કરતા હતા ત્યારે લાગી રહ્યું હતું કે અમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય આનાથી નિર્માણ થશે. ત્યારે જ અચાનક કોરોના નામનું મહા તાંડવ આખી ધરતી ઉપર કાળા વાદળોની જેમ છવાઈ ગયું. લોકડાઉનની આ સ્થતિએ રોજી રોટી તો છીનવી નાખી, પણ બે ટાઇમના ભોજનના પણ સાસા પડી ગયા. તેવા સમયમાં ભાડાનું મકાન પણ ખાલી કરવું પડ્યું.

મુંબઇના રસ્તાઓ પર રઝડી પડ્યા. એક એક પળ અસંખ્ય દુઃખોને નોતરી લાવતી હતી. જેમના માટે હાથ પગ તોડીને મહેનત કરી હતી. તે બધા લોકોએ હાથ ઊંચા કરી લીધા. પેટમાં લાગેલી અગ્ની અને પૈસાની અગવડતાઓ વચ્ચે જ હજારો કિલોમીટર દૂર ગામડાનો રસ્તો પણ કાપી નાખ્યો. પણ ગામનું પાદર પણ નસીબમાં લખાયેલું નો’તું. આવી મુશ્કેલ હાલતોમાં પણ જ્યારે સાસરીવાળાઓ ઘરના દરવાજા બંધ કરી દીધા.

image source

બીજા રાજ્યોમાંથી સપનાઓ લઈને માયાનગર મુંબઈમાં ફસાયેલ મજૂર વર્ગના લોકોની ઘરે પહોંચવાની ઉતાવળ તેમની જીંદગીઓ ઉપર ભારી પડી રહી છે. આવી કપરી પરિસ્થિતિમાં એક યુવાને ઘરે પહોંચવાની ઉતાવળમાં જીવના જોખમે સફર કરી. આ પટ્ટી વિસ્તારના તે યુવાનનું સોમવારે મૃત્યુ થયું. ઘરે જવા માટે તેણે 40 જણના ખસોખસ ભરેલા ટ્રકમાં તેના પરિવાર સાથે ચડ્યો.

ખરાબ પાણી અને અશુધ્ધ ખાવાના લીધે યુવકને પીળીયો લાગુ પડ્યો હતો. આવી 72 કલાકની કપરી મુસાફરીમાં તે યુવાન શ્વાસ રૂંધાવી મૃત્યુ પામ્યો. આખા રસ્તે તે મુશ્કેલીઓ સહન કરતો આવ્યો. જયારે તેને પ્રયાગરાજના કરણાઈપુર ગામમાં ઉતાર્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો. પ્રયાગરાજમાં તેનો ભાઈ રહેતો હતો. તેની પત્ની અને પુત્ર સાથે લઈ તેના સાસરે પહોંચાડ્યો.

image source

પટ્ટી વિસ્તારના ડડવા મહોખરી ગામના નિવાસી મીઠાઈલાલ બિંદનો દીકરો સૂરજ બિંદ (ઉ.38) મુંબઈના અંબારનાથ વિસ્તારમાં પિંટિંગનું કામ કરી પોતાનો ગુજારો ચલાવતો હતો. તેની સાથે તેની પત્ની ઉર્મિલા અને તેના બે પુત્રો ચંદન(ઉ.15) અને અભય(ઉ.9) સાથે તે રહેતો હતો. કોરોનાની લોકડાઉનની સ્થિતિમાં તેને રહેવા અને ખાવાની પણ મુશ્કેલીઓ પડવા લાગી. તેવા જ સમયે અસ્વચ્છ પાણી અને જમવાને કારણે સૂરજને પીળિયો લાગુ થયો.

આવી કપરી પરિસ્થિતિ જોઈ તેને પ્રયાગરાજ જતી ખચોખચ ભરેલી ટ્રકમાં પરિવાર સાથે પ્રયાગરાજ જવાનો નિર્ણય કર્યો. ટ્રકમાં તેમની સાથે બીજા ચાલીસ મુસાફરો પણ હતા. તે બધા રાણીગંજના નિવાસીઓ હતા. સૂરજ તેના પરીવાર સાથે શુક્રવારે તે ટ્રકમાં સવાર થઈ ગયો. આવી મુશ્કેલીની સવારીમાં ખાવા અને પીવાના પાણીની પણ મુશ્કેલીઓ પડી રહી હતી. તેમાં પણ ઉપર ઉનાળાની સખ્ત પડતી ગરમી તો ગમે તેવાના હાજા ગગડાવી નાખે તેવી હતી. 4 દિવસની આવી સખ્ત મુશ્કેલીઓ ભરેલી પરિસ્થિતિઓ સહન કરી. સોમવારે સૂરજ પ્રયાગરાજથી કરણાઇપુર પહોંચયો.

image source

કરણાઇપુર જ્યારે સૂરજને ઉતાર્યો ત્યારે તે બેભાન અવસ્થામાં હતો. તેની પત્ની અને તેના દીકરાએ નજીકના દવાખાનામાં તેને તેને દાખલ કર્યો. પણ ત્યાં સુધી તો તેનું પ્રાણ પખેરુ ઉડી ગયું હતું.

પ્રયાગરાજ સૂરજનો એક ભાઈ રહેતો હતો વિજય. તેણે વાહનની વ્યવસ્થા કરી. સૂરજને તેના સાસરિયાંમાં રાણીગંજ વિસ્તારના ફતેહપૂર ક્ષેત્રે સ્વરૂપપુર ગામ પહોંચાડયો. ત્યાંથી તેના પરીવારને તેના મૃત્યુના સમાચાર પહોચાડ્યા. તેના પરિવારમાં સૂરજના અવસાનના સમાચાર સાંભળી શોકનું વાતાવરણ છવાઈ ગયું.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version