જેને મારુતિની ડીલરશીપ માટે રીજેક્ટ કરવામા આવ્યા હતા તે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી રહ્યા છે પોતાના ટ્રેક્ટર્સની ડીલરશીપ

જેને મારુતિની ડીલરશીપ માટે રીજેક્ટ કરવામા આવ્યા હતા તે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી રહ્યા છે પોતાના ટ્રેક્ટર્સની ડીલરશીપ

આ સાવજ સામાન્ય વિમા એજન્ટના ખાતામાં માત્ર 5000ની નાનકડી રકમ હતી અને સાથે સાથે તે પોતાના મિત્રોના નાના-નાના દેવા તળે પણ દબાઈ રહ્યો હતો. તેને નહોતી ખબર કે હજુ પણ વધારે નિરાશાજનક અને અંધાર્યું ભવિષ્ય તેની રાહ જોઈ રહ્યુ છે. કોઈ સામાન્ય માણસની જેમ તે પણ એ આશાએ બેઠો હતો કે તે વહેલા મોડો પણ મુશ્કેલીમાંથી બહાર નીકળી જશે. પણ આ જ માણસના વર્તમાન વિષે તમે જાણશો તો તમે ચકીત રહી જશો અને પ્રેરિત થશો. આ વ્યક્તિ આજે દેશના ધનાડ્ય લોકોમાંનો એક છે.

image source

તેમનું નામ છે લછમન દાસ મિત્તલ. તેમનો જન્મ પંજાબના મોંગા ગામમાં આવેલા એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના પિતા સ્થાનિક બજારમાં એક કમીશન એજન્ટ તીરકે કામ કરતા હતા અને માંડ માંડ પોતાના કુટુંબને ખવડાવી શકે તેટલું જ તેઓ કમાતા હતા. પોતાના ઘરની મુશ્કેલીઓ તેમજ ગરીબી છતાં લછમન મિત્તલના પિતાએ હંમેશા તેમને શિક્ષણ માટે પ્રોત્સાહન આપ્યું છે. એક સરકારી કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેમણે ઇંગ્લીશ અને ઉર્દુમાં પંજાબ યુનિવર્સિટિમાંથી કોરોન્સપોન્ડન્સ દ્વારા પોસ્ટગ્રેજ્યુએશન કોર્સ શરૂ કર્યો હતો.

image source

લછમનના વારસામાં માત્ર ગરીબી જ હતી અને તેમણે માત્ર એક જ બાબત વિચારી હતી કે તેમની નબળાઈ જ તેમનું હથિયાર બની શકે છે. તેમણે પોતાનું બધું જ બળ ભેગુ કર્યું અને તેમણે પોતાની ઇંગ્લીશની M.Aની ડીગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. અને તેમ છતાં તેમના નસીબમાં કોઈ જ ફરક ન પડ્યો તેમના જીવનમા ત્યાર બાદ પણ સંઘર્ષ જ લખાયેલો હતો. ઘણા મહિનાઓ સુધી સંઘર્ષ વેઠ્યા બાદ તેમણે 1956માં એલઆઈસી એજન્ટ તરીકે પોતાની કારકીર્દી શરૂ કરી. તેમણે પોતાની આવડતને ઓર વધારે નીખારી અને ખૂબ બધો અનુભવ મેળવ્યો. અને તેના કારણે તેમને ફિલ્ડ ઓફિસર તરીકે બઢતી આપવામા આવી અને તેના કારણે તેમને વિવિધ રાજ્યોમા કામ કરવાની તક મળી.

image source

તેમની આવકનો મોટો ભાગ તો તેમનું દેવુ ચુકવવામાં જ જતો રહેતો હતો પણ તેમણે બચત કરવાની એક આદત કેળવી હતી. તેમને હંમેશથી જીવનમાં કંઈક મોટું કરવાની ઇચ્છા રહી હતી અને તેમને હવે તેનું ભાન થઈ ગયું હતું કે નોકરી તેમનું આ સ્વપ્ન પુરું નહીં કરી શકે. તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમણે તેમનો પોતાનો જ ધંધો ગોઠવવો પડશે અને ત્યાર બાદ તેઓ વધારે રાહ ન જોઈ શક્યા.

image source

1966માં પોતાની નોકરીની સાથે સાથે તેમણે એગ્રીકલ્ચરલ મશીન્સ બનાવવાના ધંધામાં જંપ લાવ્યું. પણ ધંધાના શરૂઆતના દિવસોમાં તેમની અસમર્થતા તેમના માટે ઘણી વિનાશક સાબિત થઈ તેમને ભારે નુકસાન થયું. તેમની બધી જ બચત અને રોકાણ તેમણે ગુમાવવા પડ્યા અને એમ કહો કે તેમનું દેવાળુ નીકળી ગયું. આ એવો સમય હતો કે જ્યારે આવા જોખમથી દરેક વ્યક્તિ દૂર રહે. પણ લછમન પોતાની આ ભૂલમાંથી શીખવા માટે આતુર હતા અને તેમણે ફરી એકવાર નવી જ બિઝનેસ વ્યૂહરચનાઓ બનાવાની શરૂ કરી.

image source

પોતાના નુકસાનને પૂરું કરવા માટે તેમણે મારુતીની ડીલરશીપ માટે એપ્લિકેશન આપી પણ તેમને કશું જ હાથ ન લાગ્યું, તેમની તે અરજી રીજેક્ટ કરવામાં આવી. તેઓ નવા અને નવા આઇડીયાઝ વિષે વિચારવા લાગ્યા અને એક દિવસે તેમની નજર એક જાપાનીઝ મશીન પર પડી જે ઘઉંને ફોતરામાંથી અલગ કરતુ હતું. આ મશીન તેમણે પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટિમાં જોયું હતું. અને તેમના મગજમાં એક ખ્યાલ ચમકી ઉઠ્યો અને તેમણે એક થ્રેશરને વિકસાવવાનું કામ શરૂ કર્યું.

image source

આ એક પર્ફેક્ટ સમય હતો અને તેમની આ પ્રોડક્ટ ખૂબ જ સફળ સાબિત થઈ. માત્ર 8 વર્ષના સમયગાળામાં તેમનું નામ ભારતની સરહદ પાર કરી ગયું અને તેમને થ્રેશર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નામના પ્રાપ્ત થઈ. સોનાલીકા થ્રેશર આખાએ જગતમાં લોકપ્રિય બની ગયું. તેમના ગ્રાહકોએ તેમને સલાહ આપી કે તેઓ ટ્રેક્ટર મેન્યુફેક્ચરીંગમાં પણ હાથ અજમાવે.

image source

લછમન દાસ પણ હવે તે વિષે વિચારવા લાગ્યા અને છેવટે તેમને થયું કે ટ્રેક્ટર મેન્યુફેક્ચરીંગમાં પ્રવેશ કરવો તેમના માટે લાભપ્રદ રહેશે કારણ કે લાખો ખેડૂતો આપણા દેશમાં છે. તેમણે 1994માં બે ટ્રેક્ટર બનાવ્યા. તેમણે તેના માટે બે વર્ષનું લાંબુ સાવચેતીપૂર્વકનું સંશોધન કર્યું હતું અને તેણે તેમને હકારાત્મક પરિણામ આપ્યુ હતું. પણ તેમની પાસે પુરતા પ્રમાણમાં ફંડ નહોતું અને તેના કારણે તેઓ આગળ સાહસ કરતાં ખચકાઈ રહ્યા હતા પણ ખેડૂતોની ટ્રેક્ટર્સ માટેની માંગે તેમને ફરી એકવાર સાહસ કરવા પ્રેર્યા.

image source

તેમણે એક સાચો નિર્ણય લીધો અને પોતાના નજીકના ડીલરો સાથે વાતચીત શરુ કરી અને તેઓ તેમને લોન આપવા તૈયાર થયા તે પણ કોઈ પણ જાતના વ્યાજ દર વગર. આમ કરીને તેમને સફળ રીતે 22 કરોડ રૂપિયાની લોન મળી ગઈ અને તેમણે જલંધરમાં સોનાલીકા ટ્રેક્ટર્સની સ્થાપના કરી. 1996માં કોમર્શિયલ માર્કેટમાં તેમનું વેચાણ શરૂ થયું અને સોનાલીકા ટ્રેક્ટર્સ ભારતીય ખેતરોમાં પ્રવેશ્યા.

image source

અને ત્યાર બાદ લછમનભાઈએ ક્યારેય પાછુ જોવાનો વારો નથી આવ્યો અને તેમના બધા જ નિર્ણયો સાચા સાબિત થયા. આજે, સોનાલિકા ટ્રેક્ટર્સ ભારત ઉપરાંત 74 દેશોમાં નિકાસ કરે છે અને ભારત ઉપરાંત બીજા પાંચ દેશોમાં તેમણે પોતાના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપ્યા છે.

image source

એક વ્યક્તિ કે જેમણે એક સમયે મારુતીની ડીલરશીપ માટે અરજી કરી હતી અને તેમને રીજેક્ટ કરવામાં આવ્યા હતા તે આજે પોતાની ડીલરશીપ ડીસ્ટ્રીબ્યુટ્સ કરે છે અને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ. આ કંપની આજે દર વર્ષે 70000 ટ્રેક્ટર્સ વેચે છે અને દર વર્ષે 70 વિદેશી સ્થળોએ 12000 જેટલા યુનિટ્સની નિકાસ કરે છે. લછમનદાસ મિત્તલ ફોર્બ્સની યાદી પ્રમાણે ભારતના 68માં સૌથી ધનીક વ્યક્તિ છે. આજે તેઓ 1.4 બિલિયન એટેલે કે 9338 કરોડની નેટવર્થ ધરાવે છે.

Source: Kenfolios

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત