આ કલાકારોના લાડકા નામ સાંભળીને હસી હસીને લોથપોથ થઈ જશો તમે, જાણો કોનું નામ છે ચીરકુટ

બોલીવુડમાં બધા જ પ્રકારના કલાકારો તમને ફિલ્મોમાં અભિનય કરતા દેખાય છે. દરેક ફિલ્મ સાથે એમનું નામ અને પાત્ર બદલાઈ જાય છે. જો કે અમુક એવી ફિલ્મો પણ બની છે જેમાં પાત્રનું નામ અને અસલી નામ એક જ છે. પણ કાં તો એ બાયોપિક હોય છે કે પછી એકલ દોકલ મૂવીઝ જ હોય છે. અમુક ભૂમિકાઓ પણ એવી હોય છે જે ઊંડી છાપ છોડી જાય છે અને એક સમય પછી પણ તમને ફિલ્મના એ પાત્રનું નામ યાદ રહી જાય છે.તમારામાંથી ઘણાને એ પણ ખબર હશે કે કલાકારો ફિલ્મી દુનિયામાં આવતા પહેલા પોતાનું નામ બદલી નાખે છે. પણ આજે અમે તમને જણાવીશું અસલી હીરો હીરાઈનનું પોતાની અંગત જિંદગીમાં શુ નિકનેમ છે.

image soucre

જ્યારે પણ નિકનેમની વાત આવે છે તો બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનું નામ સૌથી પહેલા સામે આવે છે. અને આવે પણ કેમ નહિ…આખરે એ દેશથી લઈને વિદેશો સુધી પોતાની સફળતાનો ઝંડો લહેરાવી ચુકી છે અને પોતાના નામની સાથે સાથે દેશનું નામ પણ રોશન કરી ચુકી છે. એવામાં ફેન્સને ઉત્સુકતા રહે છે કે એમનું ઘરનું નામ શું હશે. તો તમને જણાવી દઈએ કે એમનું નિકનેમ મિમી છે. એનો ખુલાસો એમને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. કહ્યું હતું કે એમની માતા એમને ફ્રેન્ચ એક્ટ્રેસ મિમી રોજર્સથી પ્રેરિત થઈને આ નામ આપ્યું હતું.

image socure

આલિયા ભટ્ટ બી ટાઉનની સૌથી ક્યૂટ અભિનેત્રીઓમાંથી એક છે. એમને ખૂબ જ નાની ઉંમરમાં ભરપૂર સફળતા મેળવી લીધી છે. એમનું નિકનેમ ખૂબ જ ફની છે. કહેવાય છે કે આલિયાને એની માતા અને નજીકના મિત્રો પણ આલુ કહીને બોલાવે છે. તમને જણાવી દઈએ કે આલિયા બાળપણમાં ઘણી જ ગોલુમોલું હતી.

image soucre

હવે જ્યારે આલિયાની વાત થઈ છે તો એમના બોયફ્રેન્ડ રણબીર કપૂરની પણ વાત કરી લઈએ. એમનું નિકનેમ આમ તો ડુગ્ગુ છે પણ એમની માતા નીતુ એમને પ્રેમથી રેમંડ કહીને બોલાવે છે. એ માને છે કે એમનો દીકરો એક ઉત્તમ પુરુષ છે. જો કે કપૂર ફેમિલીમાં બધાના જ નિકનેમ છે. પછી એ રણધીર હોય, ઋષિ હોય કે રાજીવ કપૂર હોય કે પછી કરિશ્મા અને કરીના કપૂર.

image soucre

ઘણા ઓછા લોકો જાણતા હશે કે શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરનું પણ એક નિકનેમ છે, એ પણ ખૂબ જ ફની. હા, એવું કહેવામાં આવે છે કે શ્રદ્ધા કપૂરને એમના નજીકના મિત્રો ચીરકુટ કહીને બોલાવે છે. એ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે વરુણ ધવનના બર્થ ડે વિશના જવાબમાં એમને ચીરકુટ કહીને થેન્ક્સ કહ્યું હતું.

image soucre

ભલા કોઈ અંદાજો પણ લગાવી શકે છે કે બી ટાઉનની ફેશનિસ્ટા સોનમ કપૂરનું પણ કોઈ નિકનેમ હોઈ શકે છે. એ પણ એવું જેને સાંભળીને તમે પેટ પકડીને હસવા લાગશો. સોનમની અનિલ કપૂર જીરાફ કહીને બોલાવે છે. એમની લાંબી ગરદનના કારણે એમને પરિવારમાં આ નિકનેમ આપવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : दैनिक भास्कर )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *