જાણો એવુ તો શુંં કારણ હતુ જેના કારણે આ લેડી કમાન્ડોએ પોતાની પ્રેગનન્સીની વાત છુપાવી રાખી…

મર્દાની લેડી કમાન્ડોએ સાત મહિના સુધી છુપાવી રાખી હતી પ્રેગ્નન્સીની વાત, આ હતું એનું કારણ

image source

સામાન્ય રીતે કોઈ પણ ગર્ભવતી સ્ત્રીને ભારે કામ ન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. કારણ કે વજન ઉઠાવવું અથવા ભારે કામ કરવું આવા સમયે હિતાવહ હોતું નથી. પણ આ લેડી કમાન્ડો ગર્ભવતી હોવા છતાં પણ એકે-47 રાઇફલ લઇને બસ્તરના જંગલોમાં સતત પેટ્રોલિંગ કરતી રહી. હાં, અહી વાત થઇ રહી છે દંતેશ્વરી ફાઇટર્સની કમાન્ડો સુનૈના પટેલની. જો કે હવે તે એક બાળકની માતા બની ગઇ છે. સુનૈના પટેલે હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો છે.

image source

આ સમયે તેમણે જણાવ્યું હતું કે, તે શરૂઆતથી જ પોતાની ફરજને વફાદારી અને નિષ્ઠાથી નિભાવી રહી છે અને હવે મા બન્યા બાદ પણ તે પહેલા જેવા જ જુસ્સાથી કામ કરવા માંગે છે. સુનૈના ગર્ભવતી હોવા છતાં પણ સાત મહિના સુધી બસ્તરના જંગલોમાં પેટ્રોલિંગ કરતી રહી હતી. એસપી ડો. અભિનવ પલ્લવે પણ સુનૈનાની આ કાર્યનિષ્ઠાને બિરદાવી છે. એમણે પૂછવામાં આવતા જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સુનૈનાના પ્રેગ્નન્ટ હોવાની જાણ ન હતી.

image source

આ બાબતે જ્યારે જાણ થઇ ત્યારે એસપી ડો. અભિનવ પલ્લવે તેમના આ સાહસ અને હિમતને વધાવી લીધી હતી અને તરત જ તેમને ફિલ્ડ ડ્યૂટીથી મુક્ત કર્યા હતા. એસપી અભિનવ પલ્લવે જણાવ્યું હતું કે, આજ લોકો પોલીસ ફોર્સની સાચી શક્તિ ગણાય છે જે દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવવ તત્પર રહે છે. આજે આપણે આ વાસ્તવિક જીવનમાં મર્દાની બનીને જીવનારી સ્ત્રી વિષે થોડું વધુ જાણીએ.

image source

જો વાત કમાન્ડો સુનૈના પટેલની કરવામાં આવે તો એમના પર કામનું કોઇ જ પ્રેશર ન હતું તેમ છતાં એમણે આવી સ્થિતમાં પણ સ્વેચ્છાએ કામ સ્વીકાર્યું હતું. સાનૈનાએ પોતાના કામને ક્યારેય બોજ માની જ નથી. તેઓ મીડિયા સામે પણ કહે છે કે, ”પોલીસની વર્દી પહેર્યો બાદ જોશ, જુસ્સા અને ઇમાનદારીથી ફરજ નિભાવવી જોઇએ. બસ્તરમાં મે 2019માં દંતેશ્વરી ફાઇટર્સની રચના કરાઈ હતી. આ ફોર્સમાં મહિલા પોલીસની સાથે સરન્ડર કરનાર નક્સલી મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

image source

દંતેશ્વરી ફાઇટર્સ ટુકડીમાં 30 જેટલા લેડી કમાન્ડો છે. આ ટીમ સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડસ (ડીઆરજી) હેઠળ ફરજ નિભાવે છે. આ ફોર્સમાં જોડાવા માટે દરેક મેમ્બરે ખૂબ જ આકરી ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. ઉલ્લેખનીય છે કે આ ટીમને લીડ કમાન્ડો સુનૈના પટેલ કરે છે.

image source

આ ટીમની કેપ્ટન બન્યા પછીના થોડાક જ મહિના બાદ સુનૈના પ્રેગ્નન્ટ હતી, જો કે સુનૈનાએ આ વાત તેમના અધિકારીઓને જણાવી નહી. આ બાબતે સુનૈનાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાનું ઓપરેશન વચ્ચે છોડવા નોહતા માંગતા. વધુમાં એમણે કહ્યું કે, મેં નજરે જોયું છે કે અહીના લોકો ગામડામાં કેવી જિંદગી વિતાવે છે. એ લોકો અસહાય અને બીમાર હોય છે, એવા લોકોને અમારી જરૂર હોય છે. તેથી આ વાત કોઇને જણાવ્યાં વિના તેઓ પોતાની ફરજ બજાવતા રહ્યા હતા. જો કે આ સમય દરમિયાન પણ મેં મારૂં અને મારા બાળકના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું જ હતું.

image source

સુનૈનાએ કહ્યું કે પેટ્રોલિંગ દરમિયાન તેઓ એવા છેવાડાના ગામમાં પહોંચતા, જ્યાં સામાન્ય રીતે કોઇ જ નથી જતું. આવા ગામડા સુધી પહોંચવા માટે નદી, નાળા અને પહાડોને પણ પાર કરવા પડે છે. આ સાથે જ આવા ગાઢ જંગલમાં નક્સલીઓનો ખતરો પણ એટલો જ રહેલો છે. આ બધી જ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કમાન્ડો એકે-47 રાઇફલની સાથે ખભા પર દવાઓ અને અનેક જરૂરી ચીજવસ્તુઓની 25 કિલોની બેગનો વજન ઉઠાવી ગામના લોકો સુધી પહોંચતા હોય છે. આવા છેવાડાના ગામડાઓ સુધી પહોંચવા માટે કોઇ વાહન મળતું નથી. આ બધા સ્થાન પર આટલા વજન સાથે પણ ચાલીને જ જવાનું હોય છે.

image source

સૂનૈનાએ પોતે ગર્ભવતી છે આ વાત પણ એમના ઉપરી અધિકારીઓથી છુપાવી રાખી હતી. આ બાબતે તેઓ કહે છે કે, જો તે આ વાત જાહેર કરી દેત તો એમને ફિલ્ડ ડયુટી પર જવાની મંજુરી આપવામાં આવત નહિ. અને તેઓ પોતે પણ આ મિશનને અધુરૂ મુકવા ઈચ્છતા ન હતા. એમણે જણાવ્યું હતું કે, આ વાત મેં ફક્ત મારા પતિને જ જણાવી હતી. મારા પતિએ મને હંમેશા સહકાર આપ્યો છે. જો કે છેવટે સાત મહિના બાદ પ્રેગ્નન્સીની જાણ પણ ઉપરી અધિકારીઓને થઇ ગઈ હતી, જેના કારણે બાળક અને સુનૈનાની તબિયતનું વિચારીને તેમને ફિલ્ડ ડયુટીમાંથી રાહત આપવામાં આવી હતી. જો કે હવે તે બાળકના જન્મ બાદ તરત જ ફિલ્ડ પર પાછા ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

image source

ડીઆરજીના પ્રભારી ડીએસપી શિલ્પાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સુનૈના જેવી કમાન્ડો જ દંતેશ્વરી ફાઇટર્સની જાન અને શાન છે. તેમના કારણે જ અમે અમારા દરેક ઓપરેશન સફળતાથી પાર પાડી શકીએ છીએ. જ્યારે પણ નકસલીઓના ગઢમાં ડીઆરજીની ટીમને મોકલવામાં આવી હતી ત્યારે, સુનૈના 45 દિવસ સુધી ગાઢ જંગલમાં તેની ટીમ સાથે રહી હતી.

image source

આ કમાન્ડો માત્ર નક્સલીઓ સાથે લડતા જ નથી પણ નક્સલીઓ સાથે લડત આપવાની સાથે નાના ગામોમાં હેલ્થ કેમ્પ પણ ચલાવે છે અને ગામના લોકોની મદદ કરે છે. નક્સલીઓની ઉશ્કેરણીથી લોકોને બચાવવાનું કામ પણ દંતેશ્વરી ફાઇટર્સ જ કરે છે. લેડી કમાન્ડો અહી બે પ્રકારની ફરજ નિભાવે છે. એક તો નક્સલીઓ સામે લડત આપે છે, તો બીજું તરફ તેઓ ગામના લોકોની દરેક પ્રકારે મદદ પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત