ફોજી યુવકે ફોજી યુવતી સાથે ફર્યાં ફેરા, લોકોએ આ દેશભક્ત કપલના જીવનને ખોબલે ને ખોબલે વધાવી લીધું

હાલમા એક લગ્નની ખુબ ચર્ચા કરવામાં આવી રહી છે. કારણ કે આવા લગ્ન તો ભાગ્યે જ જોવા મળતા હોય છે. તો આવો આ લગ્ન વિશે જાણીએ પુરી માહિતી. જો આપણે સામાન્ય રીતે જોઈએ તો ફોજમાં ફરજ બજાવતા ફોજીના લગ્ન સામાન્ય પરિવારની દિકરીઓ સાથે જ થતા હોય છે. પરંતુ ફોજી યુવતી સાથે ફોજી યુવકના લગ્ન થાય એવી ઘટના તો આખા રાજ્યમાં ક્યાંક જ જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને મુળ અજાબ ગામના યુવક આકાશ દેસાઈના લગ્ન કેશોદ પાસેના મેસવાણ ગામની વિભુતી ભલાણી સાથે થયા હતા અને આખા ગુજરાતમાં આ લગ્નની ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે કેશોદ પાસેના મેસવાણ ગામની વિભુતી ભલાણીના પરિવારની સ્થિતિ સામાન્ય છે. વિભુતી છેલ્લા છ વર્ષથી સીઆરપીએફમાં સીપાઈ તરીકે ફરજ બજાવે છે.

image source

એ જ રીતે વાત કરીએ મુળ અજાબ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા આકાશ દેસાઈની તો એ છેલ્લા 10 વર્ષથી ભારતીય આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે. ફોજી દીકરી વિભુતી સાથે લગ્ન કરવા માટે ફોજી આકાશની જાન ગામમાં આવતાં જ ગ્રામજનોમાં આનંદોત્સવ છવાયો હતો. જો લગ્નની પરંપરા વિશે આપણે વાત કરીએ તો આ લગ્નમાં વૈદિક પરંપરા અનુસાર ધાર્મિક વિધી કરવામાં આવી હતી. અગ્નિદેવની સાક્ષીમાં વિભુતી આકાશે ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના અગ્રણીઓ અને સગા સંબંધીઓની હાજરીમાં આ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.

image source

પરંતુ જો બીજી એક વાત કરવામાં આવે તો કડવા પાટીદારોની પરંપરા છે કે કોઈની પણ દિકરી લગ્ન કરતી હોય ત્યારે તે સમયે દિકરીના પરિવારની મદદ કરવી. આથી પરંપરાને જાળવી રાખવા માટે મેસવાણ ગામના કડવા પાટીદાર પરિવારો દ્વારા વિભુતીના પિતાને લગ્ન પ્રસંગ યોજવા માટે આર્થિક મદદ કરવાની પરંપરા જાળવી હતી. મળતી માહિતી પ્રમાણે મેસવાણ ગામના કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ નક્કી કર્યું હતું કે ફોજી દિકરીના લગ્ન પ્રસંગમાં મદદરૂપ થવાનું છે અને બનતી મદદ કરવાની છે.

image source

ઉલ્લેખનીય છે કે ફોજી યુવતી-ફોજી યુવકના લગ્ન પ્રસંગમાં હાજર રહેવાનો ઉમળકો દરેકના ચહેરા પર જોવા મળ્યો હતો. નવદંપતિ ફોજમાં હોવાથી શિસ્તના આગ્રહી હોય તે સ્વાભાવિક છે.

image source

લગ્નમાં પણ દરેક મહેમાનોએ શિસ્ત અને સંયમના દર્શન કરાવ્યા હતા. વિભુતી-આકાશ સહિત તમામ લોકોએ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કર્યું હતું અને દરેકના મોંઢા પર માસ્ક જોવા મળતા હતા. ત્યારે કોરોનાનું પણ સંપૂર્ણ પાલન કરીને આ લગ્નને પાર પાડવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત