લગ્નમાં મહેમાનોએ એવી ગિફ્ટ આપી કે, ગુસ્સામાં આવીને દુલ્હને લગ્ન કરી દીધા કેન્સલ અને પછી…

લગ્ન સમયે ઘણી વાર વર-કન્યાને એવી ભેટ મળે છે, જે ખૂબ જ વિચિત્ર હોય છે. કેનેડાની રહેવાસી સુસેનના લગ્નમાં કંઈક એવું બન્યું કે તેણે પોતાના લગ્ન રદ કરી દીધા. હકીકતમાં, તેના લગ્નમાં આવેલા મિત્રો અને અતિથિઓએ તેને ભેટ તરીકે રોકડ આપવાનો ઇનકાર કર્યો, તેથી તેણે તેના લગ્ન રદ કરી દીધા.

સુસેનને તેના લગ્ન માટે 60 હજાર ડોલરની જરૂર હતી

image source

તમને જણાવી દઈએ કે સુસેનને તેના લગ્ન માટે 60 હજાર ડોલરની જરૂર હતી. સુસેન ઈચ્છતી હતી કે લગ્નમાં આવતા મહેમાનો તેને ભેટ તરીકે રોકડ આપે. તેનાથી તેના લગ્ન માટે પૈસા એકઠા થઈ જશે. જોકે, આવું કશું થયું નહીં અને તેણે લગ્ન રદ કર્યાં. સુસેનની કઝીને સોશિયલ મીડિયા પર લગ્ન રદ કરવાની જાહેરાત કરી અને પછી આ સમાચાર વાયરલ થઈ ગયા.

સુસેનનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

image source

વાસ્તવમાં સુસેન તેના લગ્ન ભવ્ય રીતે કરાવા માંગતી હતી. લગ્ન રદ થયા પછી તેના મંગેતરે કહે કે તેણે કેટલાક કારણોસર આ લગ્ન રદ કર્યા છે. આ બંનેને તેના મિત્રો અને સંબંધીઓને તેના માટે જવાબદાર ઠેરવ્યા. સુસેનનો એક પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

અમે 14 વર્ષની ઉંમરે મળ્યા હતા

image source

આ પત્રમાં તેણે પોતાની લવ સ્ટોરી વિશે લખ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, અમે 14 વર્ષની ઉંમરે મળ્યા હતા. બંને સાથે કામ કરતા હતા. વધતા સમય સાથે અમારો પ્રેમ વધતો ગયો. તેણે 18 વર્ષની ઉંમરે મારી આંગળીમાં વીંટી પહેરાવી. આ પછી 20 વર્ષની ઉંમરે તે માતા બની અને તેણે આખી જિંદગી સાથે રહેવાનું નક્કી કર્યું. તેણે તેના લગ્ન માટે 15 હજાર ડોલર એકત્રિત કર્યા હતા.

image source

તેણે તેના લગ્ન સમારોહને મોટા પાયે આયોજન માટે 60 હજાર ડોલર જોઈતા હતા. તેથી તેણે સંબંધીઓને ભેટના બદલે રોકડ આપવા જણાવ્યું હતું. પરંતુ તેના મિત્રો અને સંબંધીઓએ તેમ કર્યું નહીં.

યુવતીએ લગ્ન માટે ના પાડી

image source

તો બીજી તરફ યુરોપમાં પણ એક એવી ઘટના સામે આવી હતી કે જ્યાં પણ એક યુવતી લગ્ન માટે ના પાડી દીધી હતી. સામાન્ય રીતે લગ્ન ઉપર દુલ્હા-દુલ્હન સહિત તેમના પરિવારના લોકો ખુબ જ ખર્ચા કરે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે સાદગીથી લગ્ન કરવાનું પસંદ કરે છે. પરંતુ જરૂરી નથી કે આપણે વિચારીએ એવું થાય. યુરોપમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં યુવતીએ લગ્ન માટે ના પાડી દીધી છે. એનું કારણ લગ્નનો મોંઘો ડ્રેસ ખરીદવા ઉપર ભાવી પતિ તરફથી તેની મજાક ઉડાવી હતી. ભાવી પતિની આ હરકત યુવતીને પસંદ ન આવ્યું અને તેણે લગ્ન માટે ઈન્કાર કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત