લગ્નની સીઝન વચ્ચે અનોખો દાખલો, વરરાજા નહીં પણ કન્યા ઘોડી પર જાન લઈને સાસરાના ઘરે પહોંચી, આખું ગામ દોડી દોડીને જોવા આવ્યું

તમે ઘણીવાર જોયું હસે કે વરરાજો ઘોડી લઈને દુલ્હનના ઘરે જાન લઈને જાય પરંતુ તમે કદાચ કન્યાને ઘોડી પર ચડીને વરરાજાના ઘરે જતાં નહીં જોઈ હોય. પરંતુ હવે આ ઘટના બની છે અને આ વાત સાચી છે, સતના શહેરના બાલેચા પરિવારની એકમાત્ર પુત્રી ઘોડા પર સવાર થઈને વરરાજાના ઘરે જાન લઈને નીકળી પડી હતી. તે ખૂબ ધામધૂમથી સતનાથી કોટા રવાના થઈ હતી. પરિવારે માત્ર પુત્રીની ઘોડીની ઇચ્છા પૂરી કરી એવું નથી, પરંતુ સમાજને સંદેશ પણ આપ્યો છે કે દીકરીઓ કોઈ પર ભાર નથી, પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ફરક નથી, જેટલા પુત્રોને અધિકાર આપવામાં આવ્યા એટલા જ પુત્રીને પણ આપવા જોઈએ

image source

સતનાના કૃષ્ણ નગર વિસ્તારમાં રહેતા નરેશ બલેજાની એકમાત્ર પુત્રી દીપાનાં લગ્નનું સીન ખરેખર જોવા જેવું હતું. કન્યા ઘોડા પર સવાર હતી અને જાન કન્યાના ઘરેથી વરરાજાના ઘરે જઈ રહી હતી, દીપાના લગ્ન કોટામાં રહેતા એક પરિવારમાં નક્કી કરવામાં આવ્યા હતા. દીકરીની ઈચ્છા હતી કે તે ઘોડી પર દીકરાની જેમ તેના વરરાજાના ઘરે જાલ લઈને જશે.

image source

પરિવારે આ ઈચ્છા પૂરી કરી છે. એટલું જ નહીં, પુત્ર અને પુત્રી વચ્ચે તફાવત રાખવામાં પરિવાર જરાય રાજી નથી. એમના મને દીકરો દીકરી બન્ને સમાન જ છે. તે તેની પુત્રીના લગ્ન પુત્રની જેમ જ ધામધૂમથી કરવા માંગતા હતા, તેથી પુત્રીની જાન ખૂબ ધામધૂમથી કાઢવામાં આવી. પરિવારનું માનવું છે કે ઘણાં વર્ષો પછી પરિવારમાં તેમની એક પુત્રી છે. તે દીકરીને તેમણે દીકરા કરતા વધારે પ્રેમ આપ્યો છે. સમાજમાં પુત્રને ઘણી વાર પુત્રી કરતાં વધારે પસંદ કરવામાં આવે છે. પણ આ પરિવારમાં એવું જરાય નથી અને આ મેસેજ દુનિયાને આપવા માટે તેમણે આવું કર્યું હતું.

image source

આજે પણ આપણા સમાજમાં કેટલીક પ્રજાતિ છે જે દીકરીઓને બોજ માને છે. આવા લોકો માટે દીપાના લગ્ન એક સંદેશ છે. સમાજ માટે એ પણ શીખ છે કે પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ફરક નથી, પુત્રને જેટલા અધિકારો છે, સમાજમાં પુત્રીને એના કરતાં પણ વધારે અધિકારો આપવા જોઈએ. આ સિવાય થોડા વર્ષો પહેલાં એક જાન ખુબ જ ચર્ચામાં આવી હતી. એના વિશે જો વાત કરીએ તો સોનીપતનાં અનાથ આશ્રમમાં રહેતી સપનાને લેવા માટે વરરાજો વિમાન દ્વારા જાન લઈનો પહોંચ્યો. સપનાનો પતિ વ્યવસાયે આસિસ્ટંટ પ્રોફેસર છે. સપનાને બાળપણમાં પરિવારે ક્યાંક છોડી દીધી હતી, કાં તો તે છુટી પડી ગઈ હતી, આ વિશે કોઈ ચોક્કસ જાણકારી નથી. તેને બિનવારસી હાલતમાં આશ્રમમાં લાવવામાં આવી હતી. સપનાનો ઉછેર અહીંયા આશ્રમમાં થયો. અહીંયા રહીને તેણે બીએડ સુધી અભ્યાસ પણ કર્યો. અને હવે આશ્રમે તેનાં લગ્ન પણ કરાવી દીધા. આ કામમાં અહીંના જીલ્લા પ્રશાસને પણ મદદ કરી. જણાવી દઈ કે જાનૈયાનાં સ્વાગત-સત્કાર અને તેમને રોકાવા માટે પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત