લો બોલો….લગ્ન મંડપમાંથી સીધા હનીમૂન પર, વિકી- કેટ રવાના થશે માલદીવ માટે

કેટરિના કૈફ હવે મિસિસ બની ગઈ છે. વિકી કૌશલ સાથે, કેટરીના કેફએ લાલ જોડામાં 7 ફેરા લઈને તેમના સંબંધોને નવું નામ આપ્યું છે. ઘણા સમયથી બંનેના લગ્નની ચર્ચા ચાલી રહી હતી. લગ્ન પછી, બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના લગ્નની સત્તાવાર તસવીરો શેર કરી હતી અને આ નવા સંબંધ માટે લોકો પાસેથી આશીર્વાદ પણ માંગ્યા હતા. બોલિવૂડનું સૌથી એડોરેબલ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ હવે લગ્ન પછી હનીમૂન માટે રવાના થશે.

ગૃહપ્રવેશ પહેલા હનીમૂન માટે રવાના થશે કપલ

image soucre

કેટરિના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં તેમના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. લગ્ન બાદ જ્યાં આજે મહેમાનો મુંબઈ જવા રવાના થશે. તો કેટ અને વિકી મુંબઈમાં પ્રવેશતા પહેલા માલદીવમાં તેમના હનીમૂન માટે રવાના થશે.

કેટ અને વિક્કી મુંબઈમાં આપશે રિસેપ્સન પાર્ટી

image soucre

800 વર્ષ જૂના કિલ્લામાં 7 ફેરા લીધા બાદ કેટરીના અને વિકી કૌશલે શેર કરેલી તસવીરોમાં માત્ર જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ પણ તેમને ખૂબ-ખૂબ અભિનંદન આપી રહ્યા છે. અહેવાલ છે કે હવે કપલ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં બી-ટાઉનના સ્ટાર્સ હાજરી આપશે. આ માટે તેણે મુંબઈમાં હોટેલ તાજ લેન્ડ્સ એન્ડ પસંદ કર્યું છે.

રિલેશનશિપ પર હંમેશા રાખ્યું મૌન

image source

જ્યારથી કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર સામે આવ્યા છે, લોકો તેમની લવ સ્ટોરી વિશે જાણવા માટે ઉત્સુક હતા, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. 2019 માં, વિકી કૌશલ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા એક એવોર્ડ શો દરમિયાન, તેણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર કેટરિનાને પ્રપોઝ કર્યું હતું કે, ‘તમે તેના જેવો કોઈ વ્યક્તિ શોધીને લગ્ન કેમ નથી કરી લેતા.’ આ એવોર્ડ ફંક્શન પછીથી જ બન્નેના અફેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.

image source

તમને જણાવી દઈએ કે કેટરીનાએ શેર કરેલા લગ્નના ફોટામાં તેઓ ફેરા ફરતા દેખાઇ રહ્યા છે, અન્ય એક ફોટામાં બન્ને એકબીજાને વરમાળા પહેરાવી રહ્યા છે. જ્યારે બીજા એક ફોટામાં વિકી અને કેટ એકબીજાની સામે જોઈ રહ્યા છે અને આ બધા જ ફોટામાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
કેટરીનાએ આ ફોટા શેર કરતાની સાથે કેપ્સનમાં લખ્યું છે કે જેને અમને આ ક્ષણ સુધી પહોંચાડ્યા એ બધા માટે અમારા દિલમાં ફક્ત પ્રેમ છે. અમે અમારા જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે એટલે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની અમને જરૂર છે