Site icon News Gujarat

દુલ્હન લગ્ન માટે ઘરચોળુ ના ખરીદી શકતા…જાણો શું પહેરી લીધુ મમ્મી અને નાનીનું….

એક સુંદર દુલહને લોકડાઉન દરમિયાન એના લગ્નમાં પહેરી એની માતાની સાડી અને નાનીનો નેકલેસ.

આધુનિક લાઈફસ્ટાઈલની પાછળ આંધળી ડોટ અને સોશિયલ મીડિયા પર દેખાડો કરતા આ જમાનામાં આપણે બધા એ ભૂલી જ ગયા છે કે આપણે ખરેખર છે કોણ અને આપણું મન ખરેખર શું ઈચ્છે છે? કોરોના વાયરસના સંક્રમણ અને અનિશ્ચિત સમય સુધી ચાલેલા લોકડાઉનમાં આપણામાં ઘણો ફેરફાર લાવી દીધો. અને સૌથી મોટો બદલાવ આવ્યો લગ્ન પ્રસંગોમાં. જરૂર પૂરતી જ સગવડ અને ખૂબ જ ઓછા મહેમાન સાથે પણ લગ્ન સમારોહનું આયોજન થઈ શકે એ વાત આપણે સૌએ શીખી લીધી.

image source

લોકડાઉનના કારણે ઘણા યુગલો પોતાની સગાઈ, લગ્ન કે અન્ય ઉજવણીઓ મોકૂફ રાખી દીધી. મર્યાદિત મહેમાનોને અમંત્રણના કડક કાયદા અને સોશિયલ ડિસ્ટનસિંગે ઘણા પરિવારો ને લગ્નની ભવ્ય ઉજવણી ને છોડી ને સાદાઈથી લગ્ન કરવા માટે ફરજ પાડી. અને આનું જ એક ઉદાહરણ પૂરું પાડે છે હાલ જ પોતાના ઘરમાં પરણેલું આ યુગલ.

image source

ચૈતાલી પુરી અને નીતિન અરોરા કોલેજકાળમાં ઘણા સારા મિત્રો હતો અને 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ બન્ને એ લોકડાઉનના થોડા સમય પહેલા જ ભવ્ય ઠાઠમાઠથી સગાઈ કરી હતી. સારું જમવાનું, આલ્કોહોલ, ખુબસુરત પહેરવેશ અને સગાંવહાલાં અને મિત્રોએ આ સગાઈને બંને માટે યાદગાર બનાવી દીધી હતી. પણ બંને ને થોડો ઘણો ખ્યાલ આવી ગયો હતો કે લોકડાઉન થોડા જ સમયમાં લાગુ પડશે અને એના કારણે એમને એમની લગ્નવિધિ આ વર્ષના અંત સુધી મોકૂફ રાખવી પડશે.

image source

ઘણો બધો વિચાર કર્યા બાદ, આ યુગલે નક્કી કર્યું કે એમના લગ્ન એ જ દિવસે થશે જે દિવસે નક્કી કરવામાં આવ્યા છે.2જી મે એ ફક્ત 12 કલાકમાં જ તૈયારી કરીને ચૈતાલી અને નીતિન દિલ્હીમાં પોતાના ઘરે જ લગ્નગ્રંથીથી જોડાઈ ગયા. આ વિશે પૂછતાં દુલહન જણાવે છે કે ” આ લોકડાઉનમાં અમે બન્ને એકબીજાને વધુ ને વધુ યાદ કરી રહ્યા હતા અને અમે ખરેખર જલ્દી જ સાથે જિંદગી શરૂ કરવા માંગતા હતા. એટલે અમે આ લગ્ન માટે હા કહી દીધી.

દુલહન અને દુલ્હાનો દેખાવ

image source

લિવિંગ રૂમમાં યોજાયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે પણ દુલહને પહેરેલા પહેરવેશે સૌકોઈનું દિલ જીતી લીધું.આટલા ઓછા સમયમાં ચૈતાલી પોતાના માટે લગ્ન માટેનું ઘરચોળું નહોતી ખરીદી શકી એટલે એને પોતાની માતાની મીનબજારમાંથી ખરીદેલી ખૂબ જ સુંદર ગુલાબી સાડી અને એની સાથે પોતાના નાનીનો સોનાનો નેકલેસ પહેર્યો હતો. તેને એનો મેકઅપ અને હેરસ્ટાઇલ જાતે જ કર્યા હતા.કેટલી સુંદર દુલહન લાગે છે ચૈતાલી? વર વધુ બન્ને આખી લગ્નવિધિ દરમ્યાન માસ્ક પહેરેલા દેખાઈ રહ્યા હતા.

image source

આખા દેશમાં ચાલી રહેલા લોકડાઉને આ નવપરણિત યુગલને એટલું તો શીખવી દીધું કે એ કેવી રીતે પરણે છે એ મહત્વનું નથી. હકીકત એ છે કે આખરે એ લોકો સાથે છે. ચૈતાલી એ પહેરેલી લગ્નની સાડી એ આપણા માટે એક સવાલ ઉભો કરી દીધો કે આપણે લગ્નના કપડાં માટે કેટલો બિનજરૂરી ખર્ચો કરીએ છે?. એને પહેરેલી સાડી અને ઘરેણાં પાછળ જોડાયેલી લાગણીઓ અને યાદો એ દુલહનને વધારે સુંદર બનાવી દીધી હતી. આમાંથી આપણે પણ કઈ શીખવા જેવું છે એવું નથી લાગતું?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version