Site icon News Gujarat

લગ્ન પહેલા કરાવેલો કોરોના રીપોર્ટ આવ્યો પોઝિટિવ, પતિ સહિત 32 લોકો પહોંચી ગયા સારવારમાં

લોકડાઉનના ચોથા તબક્કામાં લોકોને ધંધા-રોજગાર ચલાવવાની છૂટ આપી છે તો તેની સાથે જ લગ્ન સમારોહની પણ પરવાનગી આપવામાં આવી છે.

image source

સરકારે લગ્નમાં 50 લોકોની હાજરી હોય તેવા નિયમ સાથે લગ્ન પ્રસંગનું આયોજન કરવાની છૂટ આપી છે. પરંતુ આ વચ્ચે એક યુવતીની લગ્ન માટેની ઉતાવળ અને બેદરકારી અનેક લોકોને ભારે પડી છે. આ ઘટના બની છે મધ્ય પ્રદેશમાં.

મધ્ય પ્રદેશમાં થયેલા એક લગ્ન 2 જિલ્લામાં હોબાળો મચી ગયો છે. કારણ કે લગ્નના ત્રીજા દિવસે ખબર પડી કે જેના લગ્ન થયા છે તે દુલ્હન કોરોના પોઝિટિવ છે. આ વાત સામે આવતાં જ યુવતીના પતિ સહિત 32 લોકો કોરોન્ટાઈન થયા છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર લગ્ન કરનાર યુવતી મધ્ય પ્રદેશના રેડ ઝોન એવા ભોપાલની છે અને તે લગ્ન કરી અને રાયસેનના મંડીદીપ સાસરે આવી હતી.

image source

આ કોડભરેલી કન્યા લગ્ન કરી અને તેના પતિ સાથે સાસરે આવી ગઈ અને સામાન્ય કન્યાની જેમ સંસાર પણ માણવા લાગી. પરંતુ ત્યારબાદ ત્રીજા દિવસે સત્ય સામે આવ્યું તેનાથી તેનો પતિ અને સાસારીપક્ષના લોકો પર જીવનું જોખમ ઊભું થયું છે.

હકીકત એવી હતી કે આ યુવતીને લગ્નના એક સપ્તાહ પહેલા તાવ આવ્યો હતો. તેણે દવા લીધી અને તાવ ઉતરી ગયો. પરંતુ તેના પરીવારે સાવચેતીના ભાગરુપે તેનો કોરોના રીપોર્ટ પણ કરાવ્યો હતો. જો કે આ રીપોર્ટનું રિઝલ્ટ આવે તે પહેલાં જ તેના લગ્નની તારીખ આવી ગઈ. જો કે કન્યાએ ભુલ એ કરી કે લગ્ન બાદ રીપોર્ટ આવે ત્યાં સુધી આસોલેશનમાં રહેવાને બદલે તે પતિ અને સાસરાવાળા સાથે જ રહેતી હતી.

image source

લગ્નના ત્રણ દિવસ પછી તેનો કોરોનાનો રીપોર્ટ આવ્યો જે પોઝિટિવ હતો. આ વાત સામે આવતાં જ પતિ અને સાસરીપક્ષના લોકોના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ વાત સામે આવતા તેના પતિ સહિતના 32 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે તેમના લગ્નમાં કોણ કોણ આવ્યું હતું તેનો પણ સર્વે હાથ ધર્યો છે. સાથે જ તેના પરીવારના સભ્યો અને પતિનો પણ કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દી સંખ્યા સતત વધી રહી છે. અહીં 5000થી વધુ દર્દી નોંધાયા છે જ્યારે 260થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version