તમે ઘણી વાર જોયું હશે તમારા અમુક મિત્રો લગ્ન પછી ધનવાન બની ગયા હશે જાણો આ પાછળનું રહસ્ય…

કુંડળીના આ યોગના કારણે લગ્ન પછી જાતક બને છે રાતોરાત કરોડપતિ

image source

આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે લોકોનું મિત્ર વર્તુણ પણ વધી ગયું છે. બહોળા મિત્ર વર્તુળમાં તમે અનેક લોકો પાસેથી સાંભળ્યું હશે કે આ ભાઈબંધની જીંદગી તો લગ્ન થતાં જ બદલાઈ ગઈ. લગ્ન પહેલાં કંઈ ન હતું અને લગ્ન પછી તો ચાંદી જ ચાંદી થઈ ગઈ છે… લગ્ન બાદ આવી સ્થિતી હોય તેવા આશયથી જ કુંડળી જોવાની અને ગ્રહશાંતિની વિધિ વગેરે પણ કરવામાં આવે છે. હા, એટલે આ વાતનો અર્થ એમ નથી કે લગ્ન આર્થિક લાભ માટે કરવામાં આવે છે. પરંતુ લગ્ન બાદ વર-કન્યાનું જીવન આર્થિક, સામાજિક રીતે સુધરે તેવી મનશા દરેક પરિવારની હોય છે.

image source

લગ્ન પછી સાસરીનું સુખ અને સૌભાગ્ય મળે તેનો આધાર કુંડળીના કેટલાક યોગ પર હોય છે. કુંડળીના આવા યોગ જણાવે છે કે વ્યક્તિના ભાગ્યમાં લગ્ન પછીનું સુખ સારું હશે કે નહીં. આવા યોગ જેની કુંડળીમાં હોય છે તેને સાસરી પક્ષ તરફથી ધન લાભ પણ થાય છે. તો ચાલો હવે જાણો કયા કયા છે આ યોગ.

1.

કુંડળીમાં ચતુર્થ ભાવનો સ્વામી અથવા તો દ્વિતીય ભાવનો સ્વામી સપ્તમ ભાવમાં હોય અને તેના પર શુક્રની દ્રષ્ટિ પડતી હોય અથવા તો શુક્ર તેની સાથે જ હોય તો જાતકને સાસરી પક્ષ લાભકર્તા હોય છે.

2.

image source

કુંડળીમાં સપ્તમેશ તેમજ ધનેશ એક જ રાશિમાં હોય અને તેના પર શુક્રની દ્રષ્ટિ પડતી હોય તો જાતકને લગ્ન બાદ મોટો ધન લાભ થાય છે.

3.

કુંડળીમાં ચંદ્ર સપ્તમેશ હોય અને ચંદ્ર ધન ભાવ એટલે કે બીજા ભાવમાં હોય તો જાતકનું સાસરી પક્ષ આર્થિક રીતે સદ્ધર હોય શકે છે અને તેનાથી જાતકને પણ લાભ થાય છે.

4.

દ્વિતીય ભાવનો સ્વામી સપ્તમ ભાવમાં હોય અને તેના પર શુક્રની દ્રષ્ટિ હોય તેવા જાતકને પણ સાસરીપક્ષ તરફથી લાભ થાય છે.

image source

5.

કુંડળીના ચતુર્થ ભાવનો સ્વામી સપ્તમમાં તેમજ સપ્તમ ભાવનો સ્વામી ચતુર્થ ભાવમાં હોય તો સાસરી પક્ષ તરથી આર્થિક લાભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત