લગ્ન પહેલાં પોતાના પતિને રાખડી બાંધતી હતી આ અભિનેત્રીઓ, જેમાં નંબર 3 વિશે વાંચીને નહિં આવે વિશ્વાસ

અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છે તે બીજું કોઈ નહીં પણ બોલીવૂડની જાણતી અને અત્યંત સફળ અભિનેત્રી શ્રીદેવી છે. શ્રીદેવીએ પોતાના જીવનમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમણે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. તેણીનું નામ બોલીવૂડમાં સૌથી ટોપની અભિનેત્રીઓમાં લેવામાં આવે છે. જોકે આજે તેણી દુનિયામાં નથી રહી પણ તેમના ફેન્સ તેણીને આજે પણ યાદ કરે છે.

image source

વાસ્તવમાં તમને જણાવી દઈએ કે અભિનેત્રી મોનાના ઘરના એક ફંક્શન દરમિયાન બોની કપૂર અને શ્રીદેવીની મુલાકાત થઈ હતી. ત્યારે શ્રીદેવીએ બોની કપૂરને રાખડી બાંધી હતી. ત્યારે તે બન્ને એકબીજાને જાણતા પણ નહોતા. પણ પછીથી આ બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા. અને પછી તેમણે લગ્ન કરી લીધા.

image source

શ્રીદેવીનો જન્મ 1963માં 13મી ઓગસ્ટે મદ્રાસમાં થયો હતો જે આજે તામીલ નાડુ છે. અને 24મી ફેબ્રુઆરીએ રહસ્યમય સંજોગોમાં તેણીનું મૃત્યુ યુ.એ.ઈ ખાતે થયું હતું. જેનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેમના ફેન્સને પણ મોટો ઝાટકો લાગ્યો હતો. શ્રીદેવીએ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીને ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવામાં આવતી હતી. તેણીને પોતાની કેરિયરમાં ઘણાબધા અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમને નેશનલ અવોર્ડ, નંદી અવોર્ડ, ધી તામીલ નાડુ સ્ટેટ ફિલ્મ અવોર્ડ, ધી કેરાલા સ્ટેટ ફિલ્મ અવોર્ડ, ત્રણ ફિલ્મ ફેર અવોર્ડ્સ, ત્રણ ફિલ્મ ફેર અવોર્ડ્સ સાઉથના મળી ચુક્યા હતા. તેણીની કેરિયર 50 વર્ષ લાંબી રહી છે. શ્રીદેવીની ગણતરી 1980ના દાયકામાં હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસિસમાં થતી હતી. 1990ના દાયકામાં તેણીને ભારતીય સિને જગતના ઇતિહાસની સૌથી વધારે પ્રભાવશાળી અભિનેત્રીઓમાં ગણવામાં આવતા હતા.

image source

શ્રીદેવીએ પોતાની અભિનય કારકીર્દીની શરૂઆત બાળ કલાકાર તરીતે 1967માં એટલે કે માત્ર ચાર વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ કનધન કરુનાઈથી કરી હતી. તેણીએ બાળ કલાકાર તરીકે મુખ્ય રોલ કરવાનું 1969માં માઇથોલોજીકલ તમિલ ફિલ્મ થનૈવનથી કર્યું હતું. તેણીએ બાળ કલાકાર તરીકે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કર્યું હતું. તેણીએ 9 વર્ષની ઉંમરમાં 1972માં
ફિલ્મ રાની મેરા નામથી બાળ કલાકાર તરીકે પદાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેણીનો પ્રથમ વયસ્ક રોલ તેણીને 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ મુન્દ્રી મુદીચુથી મળ્યો હતો. અને ત્યાર બાદ 1977માં આવેલી તમિલ ફિલ્મ 16 વયાધીનીલથી તેણી સાઉથ ઇન્ડિયન સિનેમાની એક સ્થાપિત અભિનેત્રી તરીકે જણીતી બની.

image source

હિન્દી સિને જગતમાં તેણીને ખરી ઓળખ 1983માં આવેલિ ફિલ્મ હિમ્મતવાલાથી મળી હતી. ત્યાર બાદ તેણીએ એક પછી એક સફળ ફિલ્મોની લાઇન લગાવી દીધી જેમાં, મવાલી, જસ્ટીસ ચૌધરી, તોહફા, નયા કદમ, મકસદ, માસ્ટરજી, કર્મા, નઝરાના, મિ. ઇન્ડિયા, વક્ત કી આવાઝ, ચાંદની અને બીજી ઘણી બધી ફિલ્મોનો સમાવેશ થતો હતો.

image source

તેણીને 1983માં આવેલી સદમા ફિલ્મથી ખૂબ ઓળખ મળી હતી. તેમાં તેણીના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો હતો. તેણીની છેલ્લી ફિલ્મોમાં ઇંગ્લિશ વિંગ્લિશ અને મોમનો સમાવેશ થાય છે. 2017માં આવેલી ફિલ્મ મોમ તેણીની 300મી ફિલ્મ હતી. જેના માટે તેણીને નેશનલ ફિલ્મ ફેર અવોર્ડ પણ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત