Site icon News Gujarat

લગ્ને લગ્ને કુંવારો એક વરરાજા, આ શખ્સને 38 વખત વરરાજા બન્યા પછી પણ નથી મળી આજ સુધી દુલ્હન

ઘણી મોટી ઉમર પછી લગ્ન થતાં હોય તેવા લોકોનાં કિસ્સા આપણે સંભાળતા હોઈએ છીએ. અહીં પણ આવા જ એક કિસ્સાની વાત થઈ રહી છે. પરંતુ આ કિસ્સો બાકી બધાથી થોડો વિચિત્ર જ છે. ઇસનગરના નરગડા ગામનો વિશ્વંભર દયાલ મિશ્રા સોમવારે 38મી વખત વરરાજા બન્યો હતો. શોભાયાત્રાનું સ્વાગત કરાયું. ત્યારબાદ વિદાય પણ આપી હતી. પરંતુ દર વર્ષની જેમ 38મી વખત પણ વિશ્વંભરની શોભાયાત્રા દુલ્હન વિના પરત આવી. અગાઉ 35 વર્ષિય વિશ્વભરનો મોટો ભાઈ શ્યામબિહારીની શોભાયાત્રા પણ આજ રીતે દુલ્હન વિના પરત ફરી હતી.

image socure

હોળીના દિવસે ટ્રેક્ટર પર જાનૈયાઓ ગામની વચ્ચેથી ખુબ ઉલ્લાસ સાથે નીકળ્યાં હતાં. આ શોભાયાત્રામાં લગભગ આખું ગામ સમાયેલું હતું. આ આખું જાનૈયાઓનું સરઘસ નરગડાના સંતોષ અવસ્થીના દરવાજે પહોંચ્યું. સરઘસોનું સ્વાગત કરાયું હતું. પરંપરા મુજબ જાનૈયાઓનું સ્વાગત કરાયું. બધાને જમાડ્યા અને ત્યારબાદ તેમને રોકવા માટેની વ્યવસ્થા પણ કરાઈ. બીજી તરફ મહિલાઓ ઘરમાં મંગલગીત ગાઇ રહી હતી. દ્વારપુજન બાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી. તેઓ શોભાયાત્રા અને વરરાજાની સાથે તમામ ધાર્મિક વિધિઓ કરવામાં વ્યસ્ત હતાં.

image socure

જે સામાન્ય રીતે લગ્ન સમયે થાય છે તે બધી રીતિરિવાજો થઈ રહ્યાં હતાં. આ બધા પછી પણ વરરાજાને દુલ્હન મળી નહી. મળતી માહિતી મુજબ આ વાત હોળીના દિવસની છે. ઇસનગરના માજરા નરગાડા ખાતે યોજાનારી શોભાયાત્રા વિશે જાણવા મળતી બધી વાતો ખુબ જ વિચીત્ર હતી. આ શોભાયાત્રાની વિશેષતા એ હતી કે એક જ પરિવારના સભ્યો સેંકડો વર્ષોથી આજ રીતે વરરાજા બનતા આવ્યા છે. હોળીના દિવસે આખું ગામ વરરાજા સાથે નાચી રહ્યુ હતુ. અબીલ-ગુલાલથી બધા રમી રહ્યા હતા અને વરરાજા સાથે બધા જાનૈયાઓ આગળ વધી રહ્યા હતા.

image socure

ત્યાના એક વૃદ્ધ કનૌજી મહારાજ જણાવે છે કે આ પરંપરા સેંકડો વર્ષોથી ચાલી આવી છે. હોળીના દિવસે આખા ગામ શોભાયાત્રા સાથે નીકળી પડે છે. બધી ધાર્મિક વિધિઓ લગ્નની શોભાયાત્રા પણ થાય છે. જૂની પરંપરા મુજબ આજે પણ આ પ્રથાને અનુસરવામા આવી રહી છે. આ પણ એક પરંપરા છે કે દુલ્હન વગર જ આ યાત્રા રવાના થાય છે. આ પરંપરામાં ગામના વિશ્વંભર દયાલ મિશ્રા 38મી વખત વરરાજા બન્યા હતા. વિશ્વંભરના સાસુ-સસરા ગામમાં જ છે. હોળી પહેલા તેની પત્ની મોહિનીને થોડા દિવસો પહેલા જ તેના પિયરમાં બોલાવવામાં આવે છે અને આ બધૂ પુરૂ થયા બાદ તે ફરી તેના પતિ સાથે આવી જાય છે.

image soucre

જ્યારે લગ્ન પછી લગ્નનું સરઘસ રવાના થાય છે. આ પછી મોહિનીને હોળાષ્ટક પૂરો થયા બાદ તેના સાસરામાં મોકલવામાં આવે છે જે વાત જાણીને સૌ નવાઈ પામી રહ્યા છે. વિશ્વંભર પહેલાં તેનો મોટો ભાઈ શ્યામબિહારી આ જ રીતે વરરાજા બનતો આવ્યો છે. જાણવા મળી રહ્યુ છે કે 35 વર્ષ સુધી શ્યામબિહારી વરરાજા બન્યા અને ભેંસ પર સવાર થઈ અને શોભાયાત્રા કરવામા આવતી હતી.

લોકો આ અનોખા લગ્નને જોવા અને શોભાયાત્રામાં જોડાવા માટે દૂર-દૂરથી આવે છે. સેંકડો વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ લોક સંસ્કૃતિઓની યાદોને તાજી કરાવે છે. ભલે આજના લગ્નોમાં મોટો બદલાવ આવી રહ્યો છે પરંતુ આ નિયોગડાના અનોખા લગ્નમાં વરસોથી આ જ રીતે ઉજવાતા આવ્યા છે. આ પ્રથા સાથે સરિયા અને મંગલ ગીતો જેવી પરંપરાઓ આજે પણ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version