લગ્ન કરવા માટે આ પ્રેમી પંખીડા રાત્રે 2 વાગ્યે ઘરેથી રેલવે સ્ટેશન પહોંચ્યાં, RPFએ પૂછપરછ કરતાં થયો મોટો ખુલાસો

હજારીબાગ છાત્રાલયમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કિશોરી સાથે મોડી રાત્રે હજારીબાગ રોડ રેલ્વે સ્ટેશન પર પકડાયો હતો. પ્રેમ કરતું આ દંપતી રાત્રે 2 વાગ્યે સ્ટેશન પ્લેટફોર્મ પર એકાંતમાં જોવા મળ્યા હતા. શંકા ગઈ ત્યારે આરપીએફએ તેમને પકડી લીધા હતા. પુછપરછ દરમિયાન વિદ્યાર્થીએ જણાવ્યું કે તે ઘરેથી ભાગીને પુરીના જગન્નાથ મંદિરમાં લગ્ન કરવા જઇ રહ્યો છે.

image source

આ સાથે જ જણાવ્યું કે છાત્રાલયમાં રહેતો 20 વર્ષનો વિદ્યાર્થી સનુ કુમાર તેની 17 વર્ષની સગીર પ્રેમિકા સાથે ગઈકાલે રાત્રે છાત્રાલયમાંથી છટકી ગયો હતો. આ પછી બંને હજારીબાગ રોડ રેલ્વે સ્ટેશન પહોંચ્યા. અહીં, તે પુરીની ટિકિટ લઇને પ્લેટફોર્મ પર આવ્યો. જ્યાં શંકા જતા આરપીએફે તેમની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ બંનેને પકડ્યા હતા.

image source

રેલ્વે પ્રોટેક્શન ફોર્સ આરપીએફના પોસ્ટ ઈન્ચાર્જ પંકજ કુમારે જણાવ્યું હતું કે, પકડાયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એકબીજાને પ્રેમ કરે છે અને તે BF-GF છે. તેમને ઓડિશાના પુરી જવા માટે ટિકિટ મળી છે. પૂછપરછ કરતા બોયફ્રેન્ડને આરપીએફને જણાવ્યું હતું કે, અભ્યાસ દરમિયાન તે બંનેને પ્રેમ થયો હતો. તેના પરિવારજનોને આ વિશે હજુ જાણકારી નથી. તે બંને ઘરેથી ભાગ્યા છે અને પુરીના જગન્નાથ મંદિરમાં લગ્ન કરવા જઇ રહ્યા છે.

image source

આરપીએફએ વિદ્યાર્થીની પૂછપરછ કર્યા બાદ વિદ્યાર્થીઓને અને તેમના પરિવારજનોને તેમની રિકવરી વિશે માહિતી આપી હતી. આ પછી પ્રેમી અને પ્રેમિકાના પરિવારજનો હજારીબાગ રોડ રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. કાગળની કાર્યવાહી પુરી કર્યા બાદ, વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને સાક્ષીઓની સામે તેમના સબંધીઓને સોંપવામાં આવ્યા હતા. છોકરો – યુવતીના પરિવારના સભ્યોએ સમયસર માહિતી આપવા અને બંનેને પકડવા અને પરિવારને સોંપવા માટે આરપીએફની પ્રશંસા કરવામાં આવી રહી છે.

image source

આ પેહલાં પણ એક પોલીસ કર્મીએ વખાણવા લાયક કામ કર્યું હતું. એના વિશે વાત કરીએ તો કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમીપંખીડાઓ આગળ પાછળનો વિચાર કર્યા વિના જ પ્રેમને પામવા માટે અંધ બનીને સમાજની મર્યાદાઓ તોડી નાખતા હોય છે, જોકે ક્યારેક પ્રેમમાં ઉતાવળિયું પગલું ભરનાર યુવતીને પસ્તાવાનો પણ વારો આવતો હોય છે આવો જ ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવો કિસ્સો હળવદમાં જોવા મળ્યો હતો. જ્યાં પ્રેમમાં દગો મળ્યો અને યુવતીને પરિવાર પણ તરછોડી દેતા આપઘાત કરવાનો અંતિમ નિર્ણય કર્યો હતો. જોકે હળવદ પોલીસ યુવતીની મદદે આવી હતી અને યુવતીને નવજીવન આપ્યું હતું.

image source

સાણંદ તાલુકાના ગીતપુરા ગામની રીપલ વાણીયા નામની યુવતીને એક યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને બંને પ્રેમી પંખીડાઓ ભાગીને હળવદ આવી ગયા હતા અને હળવદના સરંભડા ગામે નવજીવનની શરૂઆત કરી હતી. જોકે જન્મોજન્મ સાથે નિભાવવાની કસમ ખાધા બાદ રીપલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે તેણે માલૂમ પડ્યું હતું કે રીપલનો પ્રેમી પરિણીત છે અને પ્રેમી મહેશે તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લીધું હોય જેથી પ્રેમમાં દગો મળતા યુવતીએ રેલ્વે નીચે કપાઈ જઈને જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી લીધો હતો.

image source

હળવદ પોલીસના વસંતભાઈ વઘેરા અને અન્ય સ્ટાફે રીપલને આત્મહત્યા નહીં કરવા સમજાવી હિંમત અને સાંત્વના પુરી પાડી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા જસમતભાઈ છગનલાલ સોલંકી નામના યુવાન કુંવારા હોય અને રીપલબેનની મરજીથી બંનેના લગ્ન કરાવી દેવાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *