અહિંયા લગ્નમાં હાજરી આપવા ગયેલા આટલા બધા મહેમાન એક સાથે પોઝિટિવ આવતા ગામમાં જ બનાવવું પડ્યુ આઇસોલેશન સેન્ટર

આ કિસ્સો વિશે જાણી લગ્નમાં જવાનું તમે પણ કરી દેશો કેન્સલ!

કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે લોકો ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળી રહ્યા છે. સરકાર પણ લોકોને મેળાવડા ન કરવાની અપીલ કરી રહી છે. જે અનુસંધાને અનેક લગ્નો (Marriage) પણ મુલતવી રહ્યા છે. દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના નવા કેસ ચિંતાજનક રીતે નોંધાઇ રહ્યા છે. તેમ છતાં માનવી બેદરકાર બની રહ્યો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્થિતિ સતત વણસી રહી છે. હોસ્પિટલોના બેડ દર્દીથી છલકાઈ રહ્યા છે. સારવાર લેવા માટે દર્દીઓએ વેટીંગમાં રહેવું પડે છે. જો કે હદ તો ત્યાં થઈ છે કે સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લોકોને રાહ જોવી પડી રહી છે. કોરોનાની આ સ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે.

image source

આવો જ એક કિસ્સો તેલંગણામાં બન્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં કોરોના ડરામણો બની રહ્યો છે તો કેટલીક જગ્યાએ હજુ પણ એવી ઘટનાઓ બને છે જેમાં લોકોની બેદરકારી છતી થાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી તેલંગણામાં. અહીં કોરોનાના સંકટ વચ્ચે પણ આશરે 400 જેટલા લોકો એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા એકત્ર થયા અને પરીણામ જે આવ્યું તે રુંવાળા ઊભા કરી દે તેવું હતું. તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં હનમજીપેટ ગામમાં યોજાયેલ લગ્ન બાદ તેમા આવેલ 87 મહેમાનો સોમવારે કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

image source

અહેવાલ પ્રમાણે, આ લગ્નમાં 370 લોકો સામેલ થયાં હતા અને ત્યારબાદ તમામના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 87 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો ગામમાં આઇસોલેશન સેન્ટર બનાવવું પડ્યું છે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ પણ સતત આ લોકોના સંપર્કમાં છે.

તમામ માટે ગામમાં બનાવાયું આઇસોલેશન સેન્ટર

લગ્નમાં નજીકના સિદ્ધાપુર ગામના કેટલાક લોકો પણ સામેલ થયાં હતા અને તેઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. એમાથી કેટલાક લોકોને નિઝામાબાદની સરકારી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓએ સિદ્ધાપુર ગામમાં કોવિડ કેમ્પ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તેલંગણાના નિઝામાબાદ જિલ્લામાં કોરોનાના 96 કેસ નોંધાયા છે.

image source

દેશમાં આજે નોંધાયા 1 લાખથી વધુ કેસ

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં વધુને વધુ પ્રચંડ થઈ રહી છે. પ્રતિદિવસ સામે આવી રહેલા આંકડાઓમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસે આજે બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. રવિવારે દેશમાં કોરોના કેસના આંકડા એક લાખને પાર થઈ ગયા છે.

કોરોના કેસ અપડેટ

ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં 1,03,558 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે જ્યારે 52,847 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં 478 લોકોના મોત પણ થયા છે. આવી સ્થિતિમાં જો તમને પણ લગ્નમાં જવાનું આમંત્રણ આવે તો એકવાર ચોક્કસથી વિચારજો કે તમને લગ્નમાં મહેમાન બનવા બદલ અકસ્માતે કોરોનાનું સંક્રમણ ભેટમાં મળી ન જાય. કારણ કે હવે દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા રોજ 1 લાખથી પાર હોય છે. તેવામાં જરૂરી છે કે લોકો પોતે જ જાગૃત થાય અને ધ્યાન રાખે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!