Site icon News Gujarat

કોરોનાના હાહાકાર વચ્ચે વડોદરામાં ફાર્મ હાઉસમાં લગ્નની પાર્ટી યોજાઈ, મમતા સોનીએ એવા ઠૂમકા માર્યા કે થયો રૂપિયાનો વરસાદ

હાલમાં આખું ગામ જાણે છે કે કોરોનાએ કઈ રીતે લોકોને પોતાના બાનમાં લીધા છે અને મોત પણ થઈ રહ્યા છે. આ સાથે જ સરકારે પણ કોરોનાની ગાઈડલાઈન નક્કી કરીને લોકોને પાલન કરવાનું કહ્યું છે. પરંતુ તેમ છતાં લોકો સમજી રહ્યા નથી અને આમતેમ આંટાફેરા કરી રહ્યા છે. હાલમાં વડોદરાની એક વાત સામે આવી રહી છે કે પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હોવાની પણ વાત મળી રહી છે.

image source

જો આ લગ્ન વિશે વાત કરીએ તો લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો આવ્યા હતા. આ સાથે જ લોકોએ મોજ કરવા માટે કજરા.. રે… કજરા… રે.. ગીત ઉપર અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી રહી છે. જો વિગત મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હતા.

image source

દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ સાથે જ જોવા મળી રહ્યું હતું કે ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા.

image source

આ પાર્ટીમાં દરેક વખતની જેમ સોશિયલ ડિસ્ટનના પણ ધજાગરા ઉડ્યા હતા. લોકો મોજથી મમતાના ડાન્સ સાથે આનંદ લૂંટી રહ્યાં હતા. સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે.

image source

ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી. સાથે જ માહિતી મળી રહી છે કે મોડી રાત સુધી ચાલેલી આ મ્યુઝિકલ પાર્ટી અંગેની જાણ પાદરા પોલીસને થતાં પી.એસ.આઇ પી.ડી. જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને તાત્કાલિક મ્યુઝિકલ પાર્ટી બંધ કરાવી દીધી હતી.

image source

જો ત્યારના માહોલ વિશે વાત કરીએ તો મ્યુઝિકલ પાર્ટીમાં પોલીસ ત્રાટકતાની સાથે જ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા લોકો પણ ચોંકી ઉઠ્યા અને પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ પણ વસૂલ કરી લીધો હતો.

image source

તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પાદરા પોલીસ મથકના અધિકારી પી.ડી. જયસ્વાલે જણાવ્યું હતું કે, મ્યુઝિકલ સિસ્ટમ કબજે કરવામાં આવી નથી. પરંતુ કોવિડ ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે આ પાર્ટી વિશે ચારેકોર વાતો થઈ રહી છે અને લોકો આ લાપરવાહી વિશે વાતો કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :divyabhaskar)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version