બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ રહી હતી દુલ્હન અને દુલ્હાના એક મેસેજે લગ્ન કરાવી દીધા કેન્સલ, દુલ્હાનો આ મેસેજ વાંચીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે

બ્યુટી પાર્લરમાં સાજ શણગાર કરવા અને તેના લગ્ન માટે તૈયાર થવા ગયેલ એક દુલહનના મોબાઈલમાં આવેલ એક મેસેજને કારણે લગ્ન કેન્સલ થઇ ગયા હતા. દુલ્હાએ દુલહનને લગ્ન પહેલા કરેલા એ મેસેજમાં એમ લખ્યું હતું કે લગ્ન કેન્સલ થઇ ગયા છે અને હવે તેઓ જાન લઈને નથી આવી રહ્યા.

image source

આ ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના કાનપુરનો છે. અહીં લગ્ન થવાના સાવ અણીના સમયે વર પક્ષ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે હવે તેઓ લગ્ન માટે જાન લઈને નથી આવી રહ્યા. અસલમાં વર પક્ષ તરફથી ખુદ દુલ્હાએ જ દુલહનને મોબાઈલ પર એક મેસેજ દ્વારા આ માહિતી આપી હતી. અને તેના મેસેજમાં એમ લખવામાં આવ્યું હતું કે લગ્ન કેન્સલ થઇ ગયા છે અને હવે તેઓ જાન લઈને નથી આવી રહ્યા.

image source

આ મેસેજ વાંચીને બ્યુટી પાર્લરમાં તૈયાર થયેલી દુલહનના હોંશ ઉડી ગયા હતા. દુલહનના ઘરવાળાઓએ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. અને છેલ્લી માહિતી મુજબ દુલહન પક્ષ તરફથી દુલ્હા અને તેના પરિવારજનો સામે વિધિવત રીતે એફઆઈઆર નોંધ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

image source

કાનપુરના પનકી થાણા ક્ષેત્રના કંગાગંજ કોલોની ખાતે રહેતી પુષ્પ લતાના લગ્ન મહારાજપૂર થાણા ક્ષેત્રના ગામ કરોલી નિવાસી ક્રાંતિ સિંહ સાથે નક્કી થયા હતા. 28 એપ્રિલે જાન આવવાની હતી અને બન્ને લગ્નના તાંતણે બંધાવાના હતા. દુલહન પક્ષ તરફથી જાન આવે તેની રાહ જોવાતી હતી અને તેના સ્વાગત માટેની તૈયારીઓ પણ ચાલતી હતી જયારે દુલહન બનાવના સ્વપ્ન જોતી પુષ્પ લતા પણ પોતાની સહેલીઓ સાથે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી.

image source

જયારે પુષ્પ લતા બ્યુટી પાર્લરમાં તૈયાર થઇ રહી હતી ત્યારે તેના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો. આ મેસેજ અસલમાં તેના ભાવિ પતિ એટલે કે ક્રાંતિ સિંહનો હતો. આ મેસેજમાં ક્રાંતિ સિંહે એમ લખ્યું અતું કે લગ્ન કેન્સલ થઇ ગયા છે અને હવે તેઓ જાન લઈને નથી આવી રહ્યા. આ મેસેજ વાંચીને પુષ્પ લતાના હોંશ કોશ ઉડી ગયા હતા અને તેણે તેના પરિવારજનોને આ બાબતે માહિતી આપી. ત્યારબાદ આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પુષ્પ લતાએ જણાવ્યું હતું કે વર પક્ષ તરફથી દહેજની માંગણીને લઈને લગ્ન કેન્સલ કરવામાં આવ્યા છે.

image source

પુષ્પ લતાએ સ્પષ્ટ કહ્યું કે હવે તે ક્રાંતિ સિંહ સાથે લગ્ન કરશે પણ નહિ પરંતુ તે વર અને તેના પરિવારજનોને સજા અપાવીને જ રહેશે. પુષ્પ લતાએ જણાવ્યું હતું કે આ રીતે લગ્ન કેન્સલ થવાથી સમાજમાં તેની આબરૂને હાનિ પહોંચી છે. લગ્નમાં 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. 12 લાખ રૂપિયાની ગાડી ખરીદવામાં આવી હતી પરંતુ દહેજ લાલચુ વર અને વરપક્ષના લોકો તેનાથી પણ ખુશ નહોતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *