Site icon News Gujarat

કેમેરમેને યુવતીની પોલ છતી કરી નાંખી, આખું ગામ લગ્નમાં વ્યસ્ત અને યુવતી ભૂખડી બારસની જેમ જાપટી રહી છે જમવાનું

બીજાના લગ્ન પ્રસંગમાં લોકો ખુબ મજા લે છે એ પછી જમવાની વાત હોય કે નાચવાની કે પછી મસ્તી કરવાની. લગ્ન દરમિયાન મોજ કરતાં લોકોનાં અનેક વીડિયો અને ફોટો અવારનવાર સામે આવતા રહેતા હોય છે. હાલમાં પણ એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને તમે પણ હસી પડશો. સોશિયલ મીડિયા પર પાર્ટીમાં એક યુવતીનો જમતાં સમયનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને તમને પણ હસવાનું નહી રોકી શકો.

image source

મળતી માહિતી મુજબ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ રીલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ફંક્શનમાં પ્લેટ ભરીને જમતી હતી અને તે દરમિયાન અચાનક કેમેરામેન ત્યાં પહોંચી જાય છે. કેમેરામેનને જોઇને તે યુવતી ચોંકી જાય છે અને એવું કંઇક કરે છે કે બધા હસી પડે છે.

આ વીડિયો જોઈને જ્યારે તમે લગ્નમાં જમતા હોવ તે યાદ આવી જશે અને તેમાં પણ જ્યારે તમે આખી પ્લેટ ભરીને ભુખડની જેમ આરોગી રહ્યાં હોય ત્યારે કેમેરામેને ત્યાં આવી પહોંચે તો હાલત ખરેખર જોવા જેવી બને જેવું આ યુવતી સાથે પણ થયું.

વીડિયોમાં જોઇ શકાય છે કે અચાનક કેમેરામેન દેખાય છે અને ખુલ્લેઆમ ખોરાક પર તુટી પડેલ યુવતી ચોંકી જાય છે. આ યુવતી પાર્ટીમાં બે હાથે ભાત ખાતી હતી. તેને ખ્યાલ નહોતો કે અચાનક કેમેરામેન તેની પાસે આવશે. તેણે ઉપર તરફ જોતાની સાથે જ કેમેરામેને કેમેરો તેની તરફ કર્યો. તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે હાથથી ખાઈ રહી હતી તે છોડીને ચમચીથી ભાત ખાવા લાગી. તેને આ રીતે જોઈને પછી સૌ હસી પડ્યા હતાં અને પછી તે પણ હસી પડી.

આ વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફેસબુક અને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ આ વીડિયોએ ધૂમ મચાવી દીધી છે. એક યુઝરે લખ્યું આ વિશે લખ્યું છે કે આ ખૂબ જ ડિસ્ટર્બિંગ વસ્તુ છે.

image source

મારી સાથે પણ આવું બન્યું છે. તો વળી બીજા એક યુઝરે લખ્યું હતું કે તેથી જ એવું કહેવામાં આવે છે કે લગ્નની પાર્ટીમાં એવી રીતે ખાવાનું ખાવું જોઈએ કે જેથી કોઈને પણ ખબર ન પડે. જે પણ આ વીડિયોને જોવે છે તે હસી પડે છે અને યુવતીનાં ખાવાની સ્ટાઇલની મસ્તી કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version