આ વર્ષ લગ્ન કરવાનો વિચાર હોય તો નજર કરી લો આ 7 મૂહૂર્ત પર, નહિં તો પછી આટલી બધી જોવી પડશે રાહ

લોકોએ લાંબા સમય સુધી હવે લગ્નના શુભ મૂહૂર્તની રાહ જોઈ છે. આ વર્ષે કોરોના મહામારીમાં યુવાઓના વિવાહ અટક્યા હતા. હવે કોરોના પ્રકોપના કારણે રાહત મળ્યા બાદ ધીરે ધીરે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. એવામાં યુવાઓ માટે સારા સમાચાર છે કે એક અઠવાડિયા બાદ દેવઉઠી અગિયારસ છે અને આ દિવસથી લગ્નના મૂહૂર્ત શરૂ થશે. આ દિવસથી લગ્ન શરૂ થશે. આ પછી યુવાઓ સાત ફેરા લેશે. આ પછી નવેમ્બરમાં 3 અને ડિસેમ્બરમાં 4 મૂહૂર્ત વિવાહ માટે યોગ્ય છે. આ સમયે વિવાહ નહીં કરો તો તમારે એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે.

image source

25 નવેમ્બરથી દેવઉઠી અગિયારસથી શરૂ થશે શુભ મૂહૂર્ત

મળતી માહિતી અનુસાર 25 તારીખથી વિવાહના શુભ મૂહૂર્ત શરૂ થશે. આ પછી નવેમ્બરમાં 3 અને ડિસેમ્બરમાં 4 મૂહૂર્તમાં ફેરા લઈ શકાશે.

જાન્યુઆરીથી માર્ચ સુધી નથી કોઈ શુભ મૂહૂર્ત

image source

આવનારા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી તારા અસ્ત થવાથી વિવાહના કોઈ ખાસ મૂહૂર્ત નથી. એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં કુલ 38 મૂહૂર્ત છે. આ પછી ચાતુર્માસ શરૂ થશે. પછી 4 મહિના સુધી વિવાહ નહીં કરી શકાય.

15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી મળમાસ

image source

25 નવેમ્બરના તુલસી પૂજા અને શાલિગ્રામ વિવાહ કર્યા બાદ શુભ સમય આવશે. નવેમ્બરમાં 3 શ્રેષ્ઠ મૂહૂર્ત છે અને આવનારા મહિનાની શરૂઆતના 4 મૂહૂર્ત છે. આ પછી 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી મળમાસ રહેશે.

નવા વર્ષમાં શરૂઆતમાં દેવ ગુરુ રહેશે અસ્ત

image source

નવા વર્ષમાં 2021માં 7 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે દેવગુરુ અસ્ત રહેશે. આ પછી હોળાષ્ટક અને પછી 14 માર્ચથી 14 એપ્રિલ સુધી ફરીથી મીન મળમાસ રહેશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં કોઈ મૂહૂર્ત નથી. ફક્ત એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં કેટલાક શ્રેષ્ઠ મૂહૂર્ત હશે. આ પછી એપ્રિલથી પહેલા પખવાડિયા સુધી કોઈ ખાસ મૂહૂર્ત નથી. આ પછી ચાતુર્માસ શરૂ થશે.

નવેમ્બરમાં છે 3 મૂહૂર્ત

  • 25 નવેમ્બર
  • 27 નવેમ્બર
  • 30 નવેમ્બર
image source

ડિસેમ્બરમાં છે 4 મૂહૂર્ત

  • 1 ડિસેમ્બર
  • 6 ડિસેમ્બર
  • 7 ડિસેમ્બર
  • 9 ડિસેમ્બર

2021માં છે લગ્નના આ શુભ મૂહૂર્ત

  • એપ્રિલમાં કુલ 5 મૂહૂર્ત – 25, 26, 27, 28, 30
  • મે માં સોથી વધારે એેટલે કે 15 મૂહૂર્ત – 2, 4, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 29, 30, 31
  • જૂન મહિનામાં 12 મૂહૂર્ત – 5,6 , 17, 18, 19, 20, 21, 22, 24, 26, 28, 30
  • જુલાઈમાં 6 મૂહૂર્ત – 1, 2, 3, 7, 15, 18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત