નોબિતા અને શિજૂકાના લગ્નની વાત સામે આવતા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, વાંચો શું કરી ફેન્સે પોસ્ટ

ભારતના સૌથી વધુ જોવામાં આવતા કાર્ટૂન શોમાં ડોરેમોનનું નામ ચોક્કસપણે આવે છે. ફુજિકો ફુજિઓ દ્વારા રચિત આ ફિક્શન પાત્ર એક રોબોટિક મેલ કેટ છે, જે ભવિષ્યમાં 22 મી સદીમાં આવી જાય છે.


બાળકો જેટલો પ્રેમ ડોરેમોનને કરે છે, એટલો જ પ્રેમ તે છોકરાને કરે છે જેના ઘરે ડોરેમોન રહે છે. અમે તોફાની બાળક નોબિતા વિશે વાત કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ જાણે છે કે ડોરેમોન તેના મિત્ર શિઝુકાને લાંબા સમયથી કેટલો પ્રેમ કરે છે.

ડોરેમોનની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે

તે હંમેશાં શિઝુકાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે, તો કોઈકવાર બન્ને લડતા પણ જોવા મળે છે, પરંતુ આમ છતા ડોરેમોન, શિઝુકા અને નોબીતા મિત્રો છે. જોકે, હવે સમય આવી ગયો છે આ વાર્તાને આગળ ધપાવાનો, અને હવે ડોરેમોનની આગામી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.


જેમાં નોબીતા અને શિઝુકાના લગ્ન બતાવવામાં આવશે. વર્ષ 2014 માં રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલનું નામ ‘ ‘Stand by Me Doraemon 2’ હશે.

નોબીતા અને ડોરેમોનની પ્રથમ મુલાકાત

પ્રથમ ભાગ જ્યાં નોબીતા અને ડોરેમોનની પ્રથમ મુલાકાત અને તેમના સાહસ વિશેનો હતો, જ્યારે બીજો ભાગ તેની મિત્ર શિઝુઓકા સાથે નોબિતાના લગ્ન વિશેનો હશે. આ ફિલ્મ જાપાનમાં નવેમ્બર 2020 માં રિલીઝ થઈ ચુકી છે અને ફેબ્રુઆરી 2021 માં ઇન્ડોનેશિયામાં રિલીઝ થશે.


સીબીઆઈ પિક્ચર્સે આ સમાચાર ટ્વિટર પર શેર કર્યા છે અને આની સાથે જ નોબિતા અને શિઝુકાના લગ્ન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા છે.

આ કાર્ટૂન પાત્રને પસંદ કરનારા કરોડો ચાહકો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેમના ઈમોશન્સ શેર કરી રહ્યાં છે.

ચાહકો સોશિયલ મીડિયા પર ભાવુક થઈ ગયા

એક યુઝરે લખ્યું, “જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે, ત્યારે હું મારું બાળપણ છેલ્લી વખત જીવીશ અને જ્યારે હું નોબીતા અને શિજુકાના લગ્ન જોઉં છું ત્યારે મારી આંખોમાં ખરેખર આંસુ આવી જશે.


સાથે જ ડોરેમોનને પણ તેનો ગર્વ થશે. બીજા યુઝર્સે લખ્યું કે, પ્લીઝ પ્લીઝ, હું નોબિતા માટે રડી પડીશ, એક યૂઝરે રડતા ઇમોજી શેર કરતા લખ્યું, ઓહ નોબિતાના લગ્ન મારી પહેલા થઈ ગયા.


જ્યારે એકે લખ્યું કે જૂઓ નોબીતા શિઝુકાના લગ્ન થઈ રહ્યા છે. હવે માની લો કે 2021 આપણા માટે ખૂબ સારું રહ્યું છે. લોકોને આવા ઘણા રમુજી અને ઈમોશન ટ્વીટ કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત