What an idea Sir ji: ધડાધડ વાયરલ થઈ રહી છે લગ્નની આ કંકોતરી, જેમાં ચાંલ્લો લેવા માટે એવી રીત અપનાવી છે કે…

દેશભરમાં કોરોના મહામારીના કારણે અનેક લગ્નો અટક્યા છે અને સાથે જ અનેક લગ્નોમાં મહેમાનોની પાંખી બાજરી જોવા મળી છે. આ સમયે અનેક લોકોએ પોતાના સંબંધીઓને લગ્નમાં સામેલ કરવા અનેક નીતનવા ગતકડા પણ સામેલ કરી લીધા છે.

image source

અનેક લોકોએ લિમિટેડ સંબંધીઓને આમંત્રણ આપીને લગ્ન કર્યા છે અને સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ કર્યું છે. માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સિંગના લગ્નો જોવા મળી રહ્યા છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં સોશ્યલ મીડિયામાં એક અનોખી કંકોતરી જોવા મળી રહી છે. આ કંકોરતરી પોતે ખાસ મહત્વ ઘરાવે છે.

image source

કોરોનાના સમયમાં અનેક નવી ઘટનામાં તમિલનાડુ કંઈ પાછળ રહ્યું નથી. અહી નક્કી ગાઈડલાઈન સાથે મહેમાનોની હાજરીની સાથે સમારોહ અને લગ્નોને શરૂ કરાયા છે. આ સિવાય કેટરર્સ અને મંડપ ડેકોરેટર્સની કામગીરીઓ પણ રાબેતા અનુસાર ચાલુ કરી દેવામાં આવી છે. પણ હા અહીં યાદ રાખવું જરૂરી છે કે કોરોનાનો રોગચાળો હજુ ઓછો થયો નથી

image source

હાલમાં મદુરાઈમાં એક કંકોતરી ખાસ ચર્ચામાં છે. આ કંકોતરીમાં કન્યાપક્ષે તાંલ્લાના પરબિડિયા હાથમાં લે વા તેમ રોકડ ગણવાની અને વહેવારની નોંધ કરવાની પળોજણમાંથી છૂટકારો મેળવવા માટે ખાસ કામ કર્યું છે. આ આઈડિયા જાણીને તમને પણ નવાઈ લાગે તે સ્વાભાવિક છે. આ પરિવારે ડિજિલ મીડિયાનો સહારો લીધો છે અને સાથે જ રોગચાળાથી લોકોને બચાવવા માટેનો આ કીમિયો અસરકારક પણ છે.

image source

આ સાથે જ કન્યાપક્ષે પોતાના સંબંધીઓને કંકોતરીમાં ફોન પે અને ગૂગલ પેના તેમના એકાઊન્ટના ક્યૂઆર કોડ છપાવીને આપ્યા છે. એટલે કે સગા સંબંધીઓએ લગ્નનો ચાંલ્લો કરવા કવરને કે કોઈ નોંધણીની માથાકૂટ કરવાની રહેશે નહીં. લગ્નનો ચાંલ્લો સીધો તમે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકશો.

image source

જ્યારે આ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાનું શરૂ કરાયું ત્યારે આ પ્રથાથી ફક્ત 30 સગાઓએ ચાંલ્લો ટ્રાન્સફર કર્યો હતો તેમ મદુરાઈમાં યોજાઈ રહેલા કન્યાપક્ષ તરફથી કન્યાની માતાએ કહ્યું હતું. આ સાથે હાલમાં આ કંકોતરી ચર્ચામાં એટલા માટે રહી છે કે આ વિચાર સાથે કોરોના મહામારીને અંત તરફ લઈ જવી અને સાથે ડિજિટલ માધ્યમને પણ વેગ આપવાનો આ વિચાર અનોખો છે. લોકો આ કંકોતરીને જોઈને નવાઈ તો પામી રહ્યા છે અને સાથે જ કેટલાક લોકો આ નવા વિચારને આવકારી રહ્યા છે અને શક્ય તેટલા સ્થાને ડિજિટલ પેમેન્ટનો પણ ઉપયોગ કરી રહયા છે.

image source

જો તમે પણ હજુ આ વર્ષે શુભ મૂહૂર્તમાં લગ્નનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે પણ આ વિચાર ઉત્તમ સાબિત થઈ શકે છે. કોરોનાની ગાઈડલાઈનની સાથે સાથે ડિજિટલ પેમેન્ટને પણ મહત્વ આપીને તમારી કંકોતરી અને લગ્ન બંનેને યૂનિક બનાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત