લાખોની નોકરી છોડી 3 જીગરી જાન ભાઇબંધે બનાવી કંપની, આજે કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે 1 કરોડ

મિત્રો, કોર્પોરેટ વિશ્વને અલવિદા કરી આ ત્રણેય યુવા મિત્રોએ એક ટૂર એજન્સીની શરૂઆત કરી હતી, જે લોકોને પહાડોની ટ્રેકિંગ કરાવે છે. આ સ્ટોરી એવા ત્રણ યુવા મિત્રોની છે, જે પોતાની નોકરીથી કંટાળી ગયા હતા અને જીવનમા કઇક અલગ અને રોમાંચક કરવા ઈચ્છતા હતા.

image source

આજે અમે તમને આ ત્રણ યુવા મિત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે હર્ષિત પટેલ, મોહિત ગોસ્વામી અને ઓશાંક સોની. આ ત્રણેય વ્યક્તિઓ અલગ-અલગ જગ્યાઓ પર કામ કરતા હતા. ઓશાંક પણ એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હતો. જ્યારે મોહિત આઈ.આઈ.ટી. ખડગપુરથી એન્જિનિયરિંગમા સ્નાતક છે.

image source

હર્ષિત માઉન્ટેનર છે. આ ત્રણેય એકબીજાને પહેલા ક્યારેય મળ્યા નહોતા પણ તેમનો જુસ્સો એક જેવો હતો. જ્યારે પણ ત્રણેય પોતાના કામથી કંટાળી જતા બધુ છોડી થોડા દિવસ માટે ટ્રેકિંગ કરવા જતા રહેતા. ત્યાથી રિફ્રેશ થયા પછી પણ ફરી રોજિંદા કામમા લાગી જતા.

image source

આ બેંકના કામથી કંટાળીને ઓશાંકે એક ટ્રેક યાત્રા કરી ત્યાંથી પરત આવ્યા પછી વર્ષ ૨૦૧૪મા તેણે નોકરી છોડી અને કઇ બીજુ કરવા માટે પ્રેરિત કર્યો. મોહિતે આઈ.આઈ.ટી. ખડગપુરથી અભ્યાસ કર્યો હતો અને ગ્રેજ્યુએશન પછી તેમણે ૬ માસની અંદર જ ત્રણ નોકરીઓ બદલાવી હતી.

image source

તેને હંમેશાથી એવુ લાગતુ હતુ કે, તે જે કરવા ઈચ્છે છે તે કરી શકતો નથી. અંતે તેણે બધુ જ છોડીને લેહ જવા માટેનો નિર્ણય લીધો. હર્ષિત એ ૧૯ વર્ષની ઉંમરથી એકલો ફરતો હતો. કેરળના તટ પર બાઈક ચલાવતા સમયે તેનો અકસ્માત થયો અને તેના પગના બે હાડકા પણ તૂટી ગયા.

image source

એક વર્ષ પછી ડૉક્ટરોએ જણાવ્યુ હતુ કે, તે પહેલાની જેમ ચાલી શકશે નહી પરંતુ, તેણે યોગ્ય ફિઝિયોથેરાપી પછી લદ્દાખમા ટ્રેક પર જઈને ડૉક્ટરની વાતને ખોટી સાબિત કરી અને તેણે માઉન્ટેનર બનવાનો નિશ્ચય કર્યો. ટ્રેકિંગના પોતાના શોખના કારણે ત્રણેય મિત્રોએ પોતાનુ સ્ટાર્ટઅપ શરૂ કર્યુ અને ટૂરગાઈડ બની ગયા. ગયા વર્ષે તેમની કંપનીનુ ટર્નઓવર એક કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ.

image source

વર્ષ ૨૦૧૫મા ત્રણેય ઋષિકેશ સ્થિત ટ્રાવેલ સંસ્થામા ટ્રેક લીડરની નોકરી માટેના ઈન્ટરવ્યૂ સમયે એકબીજાને મળ્યા. ત્રણેય નોકરી માટે પસંદ થઇ ગયા. થોડા મહિનાની ટ્રેનિંગ બાદ તેમને ફુલટાઈમ પોઝિશન આપી દીધી. જો કે, ત્યા પણ કામનુ વાતાવરણ અન્ય કંપનીઓ સમાન જ હતુ તો ઓશાંક અને હર્ષિતે નોકરી છોડી દીધી. બંને પોતાની બાઈક લીધી અને ગુજરાતના વલસાડથી કન્યાકુમારી તરફથી હર્ષિતના ગૃહનગરની યાત્રા પર નિકળી પડ્યા.

image source

એક માસની લાંબી યાત્રા દરમિયાન બંનેએ પોતાના શોખને પૂરુ કરતા પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો. આ દરમિયાન તેમણે ટ્રેકમંક નામની એક ટૂર એજન્સીનો વિચાર આવ્યો. જે ગ્રુપ માટે ઓફબીટ ટ્રેક આયોજિત કરે છે. નવેમ્બર ૨૦૧૬મા પોતાની ટ્રિપ પરથી પરત આવ્યા ત્યારબાદ તેમણે દિલ્હીમા પોતાના સ્ટાર્ટઅપને રજિસ્ટર કરાવ્યો. ત્યારબાદ મોહિતે પણ ઋષિકેશની નોકરી છોડી અને આમા જોડાઇ ગયો.

દર વર્ષે ૨૦૦-૩૦૦ પર્યટકો એક જ ટ્રેકિંગ ટ્રેલ્સથી પસાર થાય છે અને સાથે જ કચરો પણ છોડતા જાય છે પરંતુ, ઓશાંક જણાવે છે, તે બુરહાનઘાટી, લમખાગા પાસ અને ચામેસર ખંગરી પાસે લોકોને ટ્રેક કરાવે છે અને સાથે જ ટ્રેકર્સને પોતાની સાથે કોઈપણ ડિસ્પોઝેબલ સામગ્રી ના લાવવા માટે કહ્યુ. જો ટ્રેકર્સ એવું કરે છે તો ટ્રેકમંક દ્વારા તેમના પર ૫૦૦-૨૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત