Site icon News Gujarat

આ સ્થિતિમાં કોરોનાના લક્ષણો ના હોવા છતાં ઓક્સિજન લેવલ 50 થઇ જાય છે? તો જરૂર વાંચો

શ્વાસ રૂંધાતો ન હોય તો પણ જો 24 કલાકમાં ઓક્સિજન લેવલ 50 સુધી પહોંચે તો તમે પણ બની શકો છો હેપ્પી હાઇપોકસીયાનો ભોગ.

કોરોના સંક્રમણના કારણે લોકોમાં શરદી, ખાંસી, તાવની સાથે સાથે ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગે છે. એમાં દર્દીનો શ્વાસ રૂંધાવા લાગે છે. એને તરત હોસ્પિટલમાં એડમિટ કરવાના સંજોગો ઉભા થાય છે પણ આ વખતે કોરોના સંક્રમિતોમાં હેપ્પી હાઇપોકસીયાની સમસ્યા સામે આવી રહી છે. એમાં દર્દીના લોહીમાં ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે પણ એની રોગપ્રતિકારક શક્તિ અને સંવેદનશીલતાના કારણે એની ખબર નથી પડતી. બસ તાવ, થાક અને કમજોરી જેવો અનુભવ થયા કરે છે. દર્દીનું ઓક્સિજન લેવલ ધીમે ધીમે ઘટવા લાગે છે અને આશ્ચર્યજનક વાત એ છે કે એને શ્વાસ રૂંધાવાનો જરા સરખો પણ અનુભવ નથી થતો.

અને એમાં ને એમાં બે દિવસ અગાઉ સુધી સામાન્ય દેખાતો દર્દી અચાનક જ વેન્ટિલેટર પર પહોંચી જાય છે. આ હેપ્પી હાઈપોક્સિયા શું છે અને એ કેવી રીતે દર્દીની સ્થિતિને બગાડી શકે છે. આ અંગે શુ કહેવું છે ડૉક્ટર્સનું ચાલો જાણી લઈએ.

શું છે હેપ્પી હાઇપોક્સિયા?

image source

કોરોનાની બીજી લહેરમાં યુવાનો માટે હેપ્પી હાઇપોકસીયા જીવલેણ બની ગયું છે. એનું કારણ એ છે કે યુવાનોમાં સંક્રમણ પછી પણ શરૂઆતમાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા.લક્ષણ જ્યારે સામે આવી રહ્યા છે ત્યારે 24 થી 48 કલાકની અંદર જ સંક્રમિત યુવાનની હાલત બગડી જાય છે. એટલી હદે બગડે કે એને વેન્ટિલેટર પર રાખવા પડી રહ્યા છે. એવા દર્દીઓ જેમનામાં સંક્રમણના સામાન્ય લક્ષણો હોય છે કે પછી ન પણ હોય, એમનામાં ઓક્સિજનનું લેવલ સતત ઘટતું રહે છે.

એટલું જ નહીં ઓક્સિજનનું લેવલ 70થી 80 ટકા ઘટી જાય તો પણ કોવિડની આ સ્થિતિની ખબર નથી પડતી પણ શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. એવામાં શરીરના ઘણા અંગો કામ કરવાનું બન્ધ કરી દે છે અને અચાનક કાર્ડિયાક અરેસ્ટ કે બ્રેન હેમરેજના કારણે જીવાદોરી ખેંચાઈ જાય છે.

કેમ કહેવામાં આવે છે હેપ્પી હાઇપોકસીયા.

image source

નિષણતોએ જણાવ્યું છે કે એક સામાન્ય વ્યક્તિનું ઓક્સિજન લેવલ 95થી 100 ટકાની વચ્ચે હોય છે. દર્દીના શરીરમાં સંક્રમણ હોવાના કારણે ઓક્સિજન લેવલ ઘટે છે પણ એનો આભાસ એને નથી થતો. અને આવી સ્થિતિના કારણે એને હેપ્પી હાઇપોકસીયા કહેવામાં આવે છે. ઓક્સિજનનું લેવલ 70થી 80 સુધી પહોંચતા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.

મોટા ભાગના સંશોધનકર્તાઓ અને મેડિકલ બાબતના નિષ્ણાતોએ ફેફસાંમાં લોહીની નસોમાં તે જામી જાય છે. એને જ હેપ્પી હાઈપોક્સિયાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઈન્ફેક્શન થતાં શરીરમાં સોજો વધવા લાગે છે. એનાથી સેલુલસ પ્રોટીન રિએક્શન ઝડપી બની જાય છે. ત્યારે લોહી જામવા લાગે છે. એનાથી ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થવા લાગે છે.

image source

યુવાનોની ઈમ્યુનિટી મજબૂત હોય છે અને તેમની ઊર્જા પણ અન્ય લોકોની સરખામણીમાં વધારે હોય છે. તેમની સહનશક્તિ અન્ય લોકોથી વધારે હોય છે. જો ઉંમર વધારે હોય તો ઓક્સિજન સેચ્યુરેશનના 94 ટકાથી 90 ટકા થાય તો પણ અહેસાસ થાય છે. તેનાથી વિપરીત યુવાનોમાં 80 ટકા ઓક્સિજન સેચ્યુરેશન પર પણ લક્ષણો અનુભવાતા નથી. આર્થિક રીતે એક્ટિવ હોવાને લીધે આ સમયમાં યુવાનો વાયરસથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે. હેપ્પી હાઈપોક્સિયાને કેવી રીતે ઓળખવા?

કોરોનાના દર્દીઓને પોતાના ઓક્સિજનની તપાસ પલ્સ ઓક્સિમીટર પર કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. હેપ્પી હાઈપોક્સિયામાં હોઠનો રંગ બદલાવા લાગે છે. એ સામાન્ય લીલો થઈ જાય છે. ત્વચા પણ લાલ થઈ જાય છે. ગરમીમાં ન હોય કે પછી કસરત ન કરવા છતાં સતત પરસેવો છૂટવા લાગે છે. આ બધા લોહીમાં ઓક્સિજનનું લેવલ ઓછું થવાનાં લક્ષણ છે. લક્ષણો દેખાતાં જરૂર પડે તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. જાગૃતિ ફેલાવવા માટે શું થઈ શકે છે?

image source

કોરોના મહામારીએ આપણી વચ્ચે પગ પેસારો કર્યો એને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હજી કોરોનાનાં નવાં લક્ષણ સામે આવી રહ્યાં છે, માઈલ્ડથી મોડરેટ અને ક્રિટિકલ થઈ રહેલા દર્દીઓને અલર્ટ સિગ્નલની જાણકારી હોવી જરૂરી બની ગઈ છે. સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોના ડોક્ટરોની એક સાયન્ટિફિક કમિટી બનાવવી જોઈએ, જેથી લક્ષણો અંગે દરરોજ અલર્ટ જારી કરી શકાય.

રેશેઝ, ડાયરિયા, કન્ઝક્ટિવાઈટિસ, સાંધાના દુખાવા પણ કોરોનાનાં નવાં લક્ષણ છે, જેને રાજ્ય અથવા કેન્દ્ર RT-PCR ટેસ્ટિંગ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવતાં નથી. મોટા ભાગે મ્યૂટેન્ટ વેરિયેન્ટને લીધે RT-PCRમાં પણ એ પકડમાં આવતો નથી. ડેઈલી મેડિકલ બુલેટિન જાહેર કરવાથી માઈલ્ડ કેસને ક્રિટિકલ થતાં અટકાવવામાં મદદ મળે છે. આનીથી મોટા ભાગે યુવાનોના જીવ બચાવી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version