Site icon News Gujarat

અમિતાભ બચ્ચને શેર કર્યો લાલબાગચા રાજાનો વિડીયો, ભક્તોએ નારા લગાવ્યા ગણપતિ બાપ્પા મોરિયા

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એ મુંબઈના લાલબાગચા રાજાના પહેલા દર્શન કરાવતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં ગણેશ ભગવાનની સામે લાલ રંગનો પડદો ઉઠતો દેખાઈ રહ્યો છે. અમિતાભ બચ્ચને જે વિડીયો શેર કર્યો છે એ સાથે કેપ્સન પણ લખ્યું છે. તમને જણાવી દઈએ કે આજકાલ એકટર ગેમ શો કોન બનેગા કરોડપતિ 13 હોસ્ટ કરવામાં વ્યસ્ત છે.

image source

અમિતાભ બચ્ચને વિડીયો શેર કરતા લખ્યું છે કે ૐ ગણ ગણપત્યે નમઃ ગણપતિ બાપ્પા મોરિયા પહેલા દર્શન લાલબાગચા રાજા. એ સાથે જ એક્ટરે હાથ જોડવાનું ઇમોજી પણ મૂક્યું છે.તમને જણાવી દઈએ કે આ વીડિયોને અમિતાભે અમુક કલાક પહેલાં શેર કર્યો હતો એ પછી એ ટ્રોલર્સના નિશાને આવી ગયા છે. વાત જાણે એમ છે કે જે વિડીયો અમિતાભ બચ્ચને શેર કર્યો એ અસલી વિડીયો નથી.

લાલબાગચા રાજાના ઓફિશિયલ એકાઉન્ટથી એ વિશે જાણકારી આપવામાં આખી છે. એમને લખ્યું છે કે અમે લોકોએ કોઈપણ પ્રકારના પહેલા દર્શન પરફોર્મ હજી સુધી નથી કર્યા. અમે બધા એક્સાઇટેડ છે તમને બધાને બાપ્પાના પહેલા દર્શન કરાવવા માટે જે 10 સપ્ટેમ્બરે સવારે 10 વાગે લાઈવ કરાવીશું. તમે બધા મંડળના ઓફિશિયલ એકાઉન્ટ પર જઈને લાલબાગચા રાજાના પહેલા દર્શન કરી શકો છો. એ સિવાય ફેસબુક અને વેબસાઈટ પર પણ જઈને જોઇ શકો છો. ગણપતિ બાપ્પા મોરિયા..”

અમિતાભ બચ્ચનને યુઝર્સ ટ્રોલ કરવાની સાથે સાથે એકથી લઈને એક કમેન્ટ કરી રહ્યા છે. અમૂકનું કહેવું છે કે એ સાચેમાં મહાનાયક છે અને એમની પાસે આવા વિડીયો શેર કરવાની આશા નહોતી. એક યુઝરે લાલબાગચા રાજાના ઓફિશિયલ એકાઉન્ટ પર કમેન્ટ કેઈને લખ્યું કે ભગવાનનો આભાર કે કોઈને પહેલું પગલું ભર્યું ફેક ન્યૂઝ માટે જે સિનિયર બચ્ચને શેર કરી હતી. ભારતના મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન પાસે આવી આશા નહોતી. મારે કહેવું પડશે કે એમને આવા ફોવર્ડડ વીડિયો શેર ન કરવા જોઈએ જે એમને વોટ્સએપ પર મળે છે ”

image soucre

લાલબાગચા રાજનો દરબાર મુંબઈમાં સૌથી લોકપ્રિય સાર્વજનિક ગણેશ મંડળ છે. આ દરબાર મુંબઈના લાલબાગ, પરેલ વિસ્તારમાં હોય છે. એની સ્થાપના 1934માં ચીંકપોકલીના કોલીયોમાં થઈ હતી. લાલબાગના રાજાને નવસાચાં ગણપતિ માનવામાં આવે છે. એમના દર્શન કરવા માટે ભક્તોની 5 કિલોમીટર લાંબી લાઇન લાગે છે. લાલબાગના ગણેશની પ્રતિમાનું વિસર્જન, ગિરગાવ ચોપાટીમાં દસમા દિવસે કરવામાં આવે છે.

image soucre

લાલબાગના રાજનો દરબાર પહેલીવાર વર્ષ 1934માં લાગ્યો હતો. ત્યારથી રાજાના દરબારમાં ભક્તોની આસ્થા ગાઢ થતી ગઈ. હવે દર વખતે એમના દરબારમાં ભક્તોની સંખ્યા વધતી જાય છે. ભગવાન ગણેશના દરબારમા નેતા, અભિનેતા, મંત્રી અને ઉદ્યોગપતિ બધા માથું નમાવવા આવે છે.

લાલબાગના રાજાના દર્શનને ખૂબ જ સૌભાગ્યશાલી ગણવામાં આવે છે.

Exit mobile version