કોરોના સંકટ: લાલ બાગ ચા રાજાના દર્શન નહિં થાય આ વર્ષે, ગણેશોત્સવને હેલ્થ ફેસ્ટીવલ તરીકે ઉજવવામાં આવશે

કોરોના વાયરસની ગણેશોત્સવ પર માઠી અસર – લાલ બાગના રાજા આ વખતે મુંબઈની મુલાકાત નહીં લે

image source

છેલ્લા 93 વર્ષથી દક્ષીણ મુંબઈના માર્કેટમાં મોટા સિંહાસન પર બીરાજમાન શ્રી ગણેશ કે જેઓ જાણીતા છે લાલબાગચા રાજા તરીકે અથવા તો લાલબાગના રાજા તરીકે તે આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે જોવા નહીં મળે. તેની જગ્યાએ આ જ સ્થાન પર બ્લડ તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પ ઉભો કરવામાં આવશે અને ગણેશોત્સવને હેલ્થ ફેસ્ટીવલ એટલે કે સ્વાસ્થ્યોત્સવ તરીકે ઉજવવામાં આવશે.

આ નિર્ણય મુંબઈના લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળ તરફથી લેવામાં આવ્યો છે, સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર એ કોરોના વાયરસથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 1,74,761 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં મુંબઈ સૌથી પ્રભાવિત ચે. અને આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને જ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

લાલબાગચા રાજા બોર્ડે નક્કી કર્યું છે કે આ વખતે 11 દિવસનો હેલ્થ કેમ્પ લગાવવામાં આવશે. આ વખતનો ગણેશોસ્ત્વની મૂર્તિ સ્થાપના અને મૂર્તિ વિસર્જન સેરેમની હેલ્થ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવશે. એટલે કે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્થી સુધી આ હેલ્થકેમ્પ યોજવામાં આવશે. આ જાણકારી મંડળ દ્વારા આપવામાં આવી છે.

દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ, જેમાં સેલેબ્રીટીઝ તેમજ મુકેશ અંબાણી જેવા બિઝસમેનનો પણ સમાવેશ થાય છે તેઓ લાલબાગચા રાજાના પંડાલની મુલાકાત લે છે. અહીં લાલબાગચા રાજાની એટલે કે શ્રી ગણેશની 22 ફૂટ ઉંજી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આ ઉત્સવમાં કરોડો રૂપિયાનું દાન પણ કરવામાં આવે છે, જેમાં સોના ચાંદીના ઘરેણાનો પણ સમાવેશ થાય છે.

ગણેશોસ્ત્વ દરમિયાન રોજના 80,000થી 1 લાખ લોકો ગણપતિના દર્શનાર્થે આવે છે.

image source

ગયા મહિને ચીફ મિનિસ્ટર ઉદ્ધવ ઠાકરેએ ગણપતિ ઉત્સવ માટે એક મિટિંગ યોજી હતી. ખાસ કરીને કોવિડ-19ના હાલ જે સંજોગો છે તેને ધ્યાનમાં રાખીને. અને સમગ્ર રાજ્યના મંડળોને અપિલ કરી હતી કે તેઓ સામાજીક ઉદ્ધારના કાર્યક્રમો કરે. ગણેશોસ્ત્વનો આ તહેવાર 22મી ઓગસ્ટથી શરૂ થાય છે.

image source

ઠાકરેએ એક રિવ્યુ મિટિંગ રાખી હતી, તેમણે જણાવ્યુ હતું કે કોરોના વાયરસનું જોખમ હજુ જરા પણ ઘટ્યું નથી, માટે એ શક્ય નથી કે ઉત્સવની ઉજવણી હંમેશની જેમ સામાન્ય રીતે થાય. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ ટોળા થવા જોઈ નહીં. જો કે સ્થાનિક રિપોર્ટર્સનું કહેવું છે કે રાજ્ય સરકાર કેટલાક ખાસ મંડળ જેમ કે લાલબાગચા રાજા અને GSPને ખાસ છૂટ આપે કે જેથી કરીને તેઓ દર વર્ષની જેમ મોટી મૂર્તિઓ રાખી શકે. પણ તેમણે દર્શન માટેના નિયમોનું પાલન કરવાનું રહેશે, અને મોટા ટોળાઓને દર્શન માટે છૂટ નહીં આપી શકે જેથી કરીને સોશિયલ ડિસ્ન્સિંગનું પાલન થઈ શકે.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત