લાલજી ટંડનનું 85 વર્ષની ઉંમરે નિધન, 40 દિવસથી લખનઉની હોસ્પિટલમાં દાખલ હતા

૪૦ દિવસની લાંબી સારવાર બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું ૮૫ વર્ષની વયે નિધન, આજે આ સમયે થશે એમના અંતિમ સંસ્કાર

image source

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું સતત ૪૦ દિવસની સારવાર બાદ મંગળવારની સવારે ૫:૩૦ વાગ્યે નિધન થયું છે. એટલે કે ૧૧ જુનથી લઈને ૨૧ જુલાઈ સુધી તેઓ સારવાર માટે લખનૌની મેંદાતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સોમવારના દિવસે હોસ્પીટલે એમની સ્થિતિને ક્રીટીકલ જણાવી હતી, જો કે અંતે એમનું નિધન આજે સવારે ૫:૩૦ આસપાસ થયું હતું. એમના અંતિમ સંસ્કાર લખનૌમાં આજે સાંજે ૪:૩૦ એ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે લાલજીને ૧૧ જુનના દિવસે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તાવ આવતા હોવાથી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

image source

લાલજી ટંડનનો કોરોના નેગેટીવ, લીવરમાં તકલીફથી નિધન

લાલજી ટંડનનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એમના લીવરમાં તકલીફ હોવાના કારણે ૧૪ જુનના દિવસે એમનું ઈમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ ટંડનની હાલતમાં કોઈ પ્રકારનો સુધારો ન જોવા મળતા કેન્દ્ર સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલને મધ્ય પ્રદેશનો અતિરિક્ત ભાર પણ સોપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એમના નિધનના સમાચાર લાલજી ટંડનના દીકરા આશુતોષે ટ્વીટ કરિને આપ્યા હતા.

સમાજ માટે કરાયેલા કામ હમેશા યાદ રાખવામાં આવશે : મોદી

લાલજી ટંડનના મૃત્યુ પર જ્યારે દરેક નેતાઓના ટ્વીટ આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, ‘લાલજી ટંડન દ્વારા સમાજ માટે કરાયેલા કામ હંમેશા યાદ રાખવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબુત કરવામાં એમની ભૂમિકા મહત્વની રહી છે. એ કુશળ પ્રશાસક હતા તેમજ એમને કાયદાકીય બાબતોમાં પણ ઊંડી સમજ હતી. અટલજી સાથે તેઓ ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. દુખના આ સમયમાં હું એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.

લાલજી ટંડનની રાજકીય સફર, વર્ષ ૧૯૬૦થી શરુ

લાલજી ટંડનની રાજકીય સફર ઘણી લાંબી છે. જો એમની સફરની શરૂઆતની વાત કરીએ તો એમણે પોતાની રાજકીય સફર વર્ષ ૧૯૬૦ થી કરી હતી. જો કે એમણે પોતાની આ સફરમાં અનેક પદ પર ભૂમિકા નિભાવી છે. જેમાં તે એક વાર યુપી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા રહી ચુક્યા છે. કલ્યાણ સિંહની સરકારમાં તે મંત્રી રહી ચુક્યા છે. જો શરૂઆતમાં તેઓ ૨ વખત કાઉન્સીલર અને વિધાન પરિષદના સભ્ય રહી ચુક્યા છે, ત્યાર બાદ સતત ત્રણ વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

image source

સફળતા સરળ નથી હોતી, ૧૨ની ઉમરથી દેશને સમર્પિત

લાલજી ટંડન લગભગ બાળપણથી જ સંઘ સાથે જોડાયેલા હતા. ૧૨૨ વર્ષની ઉમરથી જ તેઓ સંઘની શાખાઓમાં આવતા જતા થયા હતા. સંઘ સાથે જોડાયા પછી એમની મુલાકાત અટલ બિહારી વાજયેપી અને અન્ય રાજનેતાઓ સાથે પણ થઈ હતી. લાલજી ટંડનના કામથી પ્રભાવિત થયેલા અટલજીએ જ્યારે લખનઉની સીટ છોડી, ત્યારે એમણે આ વારસાગત સીટ લાલજી ટંડનને આપી હતી. વર્ષ ૨૦૦૯માં લાલજી લોકસભાની ચૂંટણી જીતીને લખનઉના સાંસદ બન્યા હતા..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત