લાંબા સમયથી ચાલતી માંગને લઈને સુશાંત સિંહ રાજપૂતનો કેસ હવે CBI પાસે

બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અચાનક આત્મહત્યાનો મામલો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. આવા સમયે હવે બિહાર પોલીસને સતત તપાસ કરવામાં મુંબઈ પોલીસ દ્વારા ઉભી કરાતી અડચણોને લઈને બિહાર સરકારે કેન્દ્ર પાસે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. જે માંગને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. અંતે હવે આટલા બધા દિવસના સતત પ્રયત્નો અને ચાહકો દ્વારા કરવામાં આવતી માંગને લઈને કેસ હવે સીબીઆઈને સોપવામાં આવ્યો છે.

સુશાંતની તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવાઈ

image source

સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને પાછળના ઘણા દિવસથી સતત તપાસ ચાલી રહી હોવા છતાં હજુ પણ કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. જેને લઈને સુશાંતના પરિવારે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તપાસ માટે બિહારમાં પણ રીપોર્ટ દાખલ કરાવી હતી. જો કે બિહાર પોલીસને સતત તપાસ કરવાથી રોકવામાં આવી રહી હતી, જેને પગલે હવે બિહાર સરકાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જેને પગલે મંગળવારે કેન્દ્ર ને આ કેસની સીબીઆઈ તપાસ માટે ભલામણ કરવામાં આવી હતી ત્યારે હવે કેન્દ્ર દ્વારા બિહાર સરકારની આ માંગ સ્વીકારી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલે આ બાબતે જણાવ્યું હતું કે સુશાંતની તપાસ એમણે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. હવે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે.

સોશિયલ મીડિયામાં થઇ હતી CBIની માંગ

image source

બોલીવુડ અભિનેતા સુશાંતના મૃત્યુના સમાચાર આવતા જ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના તર્ક અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આ તપાસમાં જેમ જેમ વધુ માહિતીઓ સામે આવી તેમ તેમ રહસ્યો વધતા ગયા હતા. અને આ રહસ્યોની તપાસ માટે સુશાંતના ફેન્સ અને નજીકના લોકોએ પણ સતત આ કેસમાં CBI તપાસની માંગ કરી હતી. જો કે મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ વચ્ચેની તકરાર પછી આ માંગ વધુ મજબુત બની હતી. જો કે અંતમાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલી આ માંગ કેન્દ્ર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે, અને કેસ પણ CBIને સોપવામાં આવ્યો છે.

એફઆઈઆર પણ ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી : રિયાના વકીલ

image source

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ પોતાનો પક્ષ રાખતા કોર્ટમાં જણાવ્યું હતું કે સીબીઆઈ સાથે કેસની તપાસ માટેની બિહાર સરકારની ભલામણ સ્વીકારી લેવામાં આવી છે. જો કે આ બાબતે રિયાના એડવોકેટ શ્યામ દીવાને જણાવ્યું છે કે એસજી વતી જે કહેવાયું એ કોઈ કેસ નથી. આવા કિસ્સામાં કોર્ટે રિયાની અરજી પર ધ્યાન આપવું જોઈએ. શ્યામ દીવાને રિયા પરના તમામ કેસ પર સ્ટેની માંગ કરી હતી. શ્યામ દીવાને વધુમાં કહ્યું કે એફઆઈઆર પણ ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી. આ પ્રકારના કેસમાં કોર્ટ દ્વારા આખાય કેસ પર રોક લગાડી દેવી જોઈએ.

બિહાર પોલીસ તપાસ માટે મુબઈ આવી

image source

મુબઈ પોલીસના નક્કર પરિણામના અભાવે બિહારમાં થયેલા કેસના આધારે બિહાર પોલીસ મુંબઈ પહોચી હતી અને એમણે પૂછપરછ શરુ કરી દીધી હતી. જો કે આ એમના અધિકાર ક્ષેત્રમાં આવતું ન હોવાથી મુંબઈ પોલીસે એમને અટકાવ્યા હતા. મુંબઈ પોલીસ આ અંગે પહેલેથી જ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન રિયાના વકીલે કહ્યું હતું કે મુંબઈમાં નોધવામાં આવેલ એફઆઇઆર મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવે. શ્યામ દીવાને એમ પણ દલીલ કરી કે મુંબઈ પોલીસે સુશાંતના મોત મામલે અત્યાર સુધી 59 જેટલા લોકોની પૂછપરછ કરી છે.

ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું આ તપાસનો વિષય

image source

જ્યારે રિયાના વકીલે બિહાર પોલીસના કામમાં મુંબઈ પોલીસના હસ્તક્ષેપને લઈને કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસની પુરતી તપાસ કરી રહી છે, અને કેસ પણ મુંબઈ પોલીસના કાર્ય ક્ષેત્રમાં આવે છે. આવા સમયે ન્યાયાધીશ ઋષિકેશ રાયએ આ બાબતે જણાવ્યું હતું કે સુશાંત એ ખૂબ જ પ્રતિભાશાળી અને ઉભરતા કલાકાર હતા અને તેમનું રહસ્યમય મૃત્યુ આઘાતજનક છે. આ ઉપરાંત એમણે કહ્યું કે સુશાંતના આપઘાતમાં છુપાયેલું રહસ્ય એ તપાસનો વિષય છે.

પરિવાર પર કીચડ ઉછાળવા માટે કાવતરું : આદિત્ય ઠાકરે

image source

ફિલ્મ અભિનેતા એવા સુશાંત સિંહ રાજપુતના આત્મહત્યાના કેસમાં રહસ્યનું માયાજાળ સતત ઉલઝતું જઈ રહ્યું છે ત્યારે હવે આ મામલામાં આદિત્ય ઠાકરેના નામને લઈને રાજકારણ પણ ગરમાયું છે. જો કે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા એમણે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે એમના પરિવાર પર કીચડ ઉછાળવા માટે આ કાવતરું થઇ રહ્યું છે.

આદિત્ય ઠાકરે આપ્યું નિવેદન

ઉલ્લેખનીય છે કે આ કેસમાં સતત આદિત્ય ઠાકરેનું નામ લેવાઈ રહ્યું છે, ત્યારે એમણે પોતાના તરફથી એક નિવેદન જાહેર કર્યું હતું. આ નિવેદનમાં એમણે જણાવ્યું હતું કે ‘બાલાસાહેબ ઠાકરેના પૌત્ર તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્ર, શિવસેના અને ઠાકરે પરિવારનું ગૌરવ ઉતારનારા એવા કોઈ પણ મામલામાં હું સામેલ થઈશ નહીં.

બોલીવુડ એ મુંબઈ માટે એક મહત્વનો હિસ્સો

image source

એક અન્ય પત્રમાં એમણે જણાવ્યું હતું કે એમનો સુશાંત સિંહના મર્ડરમાં કોઈ પણ પ્રકારનો સબંધ નથી. આ સાથે એમણે કહ્યું કે સુશાંત કેસમાં હવે રાજનીતિ કરવામાં આવી રહી છે. એમ પણ કહ્યું જે બોલીવુડ એ મુંબઈ માટે એક મહત્વનો હિસ્સો છે અને ઘણા લોકો આ ઇન્ડસ્ટ્રી પર જીવી રહ્યા છે. જો કે એમને સ્વીકાર્યું છે કે એમના અનેક બોલીવુડના અભિનેતા અને સ્ટાર સાથે સારા સબંધો છે. પણ સેલેબ્રેટી સાથે સારા સબંધો હોવા એ કોઈ ગુનો તો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત