Site icon News Gujarat

લંપટ શિક્ષકને બચાવવા પત્ની – પુત્ર મેદાને, જેની સામે ફરિયાદ થઇ તેને નોકરીમાંથી કાઢી મૂકાયા

રાજકોટની નવી મેંગણ શાળાનુ નામ છે જ્ઞાન જ્યોત સ્કૂલ.. પરંતુ અહીં અભ્યાસના પાઠની સાથે અશ્લિલતાના પાઠ પણ ભણાવાઇ રહ્યા છે.. દીકરીઓને સ્વિમીંગ શિખવાડવાના બહાને તેમની સાથે શારીરિક અડપલા કરાઇ રહ્યા છે.. અને ફરિયાદ કરી તો ગુરૂના સ્વાંગમાં હવસખોર હેવાનની પત્ની અને દીકરો તેની તરફેણમાં મેદાને ઉતરી આવ્યા.. ત્યાં સુધી કે દીકરીઓએ જેની સામે આપવીતી કહી તે જ શિક્ષકને રાતોરાત નોકરીમાંથી છૂટા કરી દેવાયા.

રાજકોટ જિલ્લાની નવી મેંગણમાં જ્ઞાન જ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરૂધ્ધ શારીરિક અડપલાની ફરિયાદ દાખલ થઇ.. અને આખો મામલો બહાર આવ્યો.. શાળામાં અભ્યાસ કરતી દીકરી સમાન વિદ્યાર્થિનીઓ પર દિનેશે કુદ્રષ્ટિ નાંખી.. અને સ્વિમીંગના બહાને શારીરિક અડપલા કર્યા… દીકરીઓ ડઘાઇ ગઇ.. અને શાળાના શિક્ષકને ફરિયાદ કરી.. તો શિક્ષક તેમને પૃથ્વી ડોડિયા પાસે લઇ ગયા.. પૃથ્વી ડોડિયા શાળામાં શિક્ષણકાર્ય અને વહીવટી કામગીરી કરે છે.. પોતાની શાળા પર કલંકની વાત સામે આવતા જ પૃથ્વી ડોડિયાએ શાળા સંચાલક દિનેશ જોશીના પત્ની અને ભાજપના મહિલા હોદ્દેદાર સીમા જોશીને ફોન કર્યો.. તો સીમા જોશી પતિની કરતૂત પર લાજવાના બદલે ગાજી.. અને પૃથ્વી ડોડિયા પર બદનામ કરવાના આક્ષેપ કર્યા.. પીડિતાઓ સાથે પણ વાત કરીને તેમને પણ અભદ્ર ભાષામાં ધમકી આપી.. જેથી પીડિતા ડઘાઇ ગઇ..

પૃથ્વી ડોડિયાને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા

image soucre

જ્ઞાન જ્યોત શાળાના સંચાલક દિનેશ જોશીએ જેમની સાથે ગંદી હરકત કરી હતી.. તે પીડિતાની વાત સીમા જોશી સુધી પહોંચાડી તેના બદલામાં બીજા દિવસે પૃથ્વી ડોડિયાને ગેટ પરથી જ નોકરીમાંથી કાઢી મૂકાયા હોવાની વાત મળી.. અને તેમની પાસે રહેલુ લેપટોપ સીમાના ઘરે આપવાની માહિતી મળી.. લેપટોપ સાથે પૃથ્વી જ્યારે સીમા જોશીના ઘરે પહોંચી તો લેપટોપ આંચકીને સીમા તથા તેના પુત્રએ 3 કલાક સુધી પૃથ્વીને ધમકાવી.. સીમાના પુત્રએ તો પૃથ્વી સામે પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી દીધી.. પૃથ્વી ડોડિયા પોતે નિર્દોષ હોવાનુ કહેતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી.. છતાં ધમકીનો સિલસિલો યથાવત રહ્યો

આખરે લંપટ સામે નોંધાઇ ફરિયાદ

વાલીઓને વાતની જાણ થઇ તો પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ.. પરંતુ સંજોગવસાત શુક્રવારે ફરિયાદ દાખલ ન થઇ.. પરંતુ શનિવારે આ અંગે લોધિકા પોલીસ મથકમાં લંપટ દિનેશ જોશી વિરૂધઅધ ફરિયાદ દાખલ થઇ.. અને ફરિયાદ દાખલ થયા બાદ પણ સીમા અને તેના પુત્રએ પૃથ્વીને ફરી ધમકાવી.. ફરિયાદ બાદ સોમવારે ગ્રામજનોએ ભેગા થઇને મામલતદારને રજૂઆત કરવાની તૈયારી કરી.. અને તેની જાણ મામલતદારને થતા તેઓ ગામમાં દોડી આવ્યા.. અને શાળાએ પહોંચ્યા.. સંચાલકો સાથે ચર્ચા કરી.. ગ્રામજનોને યોગ્ય કાર્યવાહીની હૈયાધારણા આપી.. ત્યારે સોમવારે સાંજે ગ્રામજનોએ શાંતિપૂર્ણ રીતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું..

image soucre

હાલ તો જ્ઞાન જ્યોત શાળાના લંપટ સંચાલક દિનેશ જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.. અને મામલતદારે પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.. પરંતુ હજી ગ્રામજનો આ શાળામાં પોતાની દીકરીઓને મોકલતા ડરી રહ્યા છે.. પોલીસ એ પણ તપાસ કરશે કે લંપટ દિનેશે આ પહેલીવાર આવી કરતૂત કરી છે.. કે અગાઉ પણ આ જ પ્રકારની કરતૂતનો ભોગ અન્ય વિદ્યાર્થિનીઓ બની ચૂકી છે.. આ પીડિતાએ હિંમતભેર પોતાની રજૂઆત કરી તેના પરથી આવા લંપટની કાળી કરતૂતો પરથી પડદો ઉંચકાઇ શકે.. અને બીજી વિદ્યાર્થિનીઓ આવા હવસખોરની જાળમાં ફસાતા અટકે.

Exit mobile version