નક્સલી હુમલા બાદ લાપતા થયેલા જવાનની માસૂમ દીકરીની માર્મિક અપીલ, રડતા રડતા કહ્યું…’પપ્પા જલ્દી ઘરે આવી જાઓ…’ વિડીયો જોઇને તમે પણ રડી પડશો

વિડિયો થયો વાયરલ: નક્સલી હુમલા બાદ લાપતા થયેલા જવાનની દીકરીએ રડતા રડતા કહ્યું- પપ્પા જલ્દી ઘરે આવી જાઓ…

છત્તીસગઢમાં બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાનોએ શહાદત વ્હોરી જેને લઈને આખો દેશ ગુસ્સામાં છે. નક્સલીઓના આ કાયરતાપૂર્ણ હરકત બાદ ગૃહ મંત્રાલય અલર્ટ મોડમાં આવી ગયું છે અને નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશનની તૈયારીઓ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના જગદલપુર પહોંચી ગયા છે. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

image source

અમિત શાહની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. છત્તીસગઢના બીજાપુરમાં હુમલા બાદ નક્સીઓના કબજામાં રહેલા કોબરા કમાન્ડો રાજેશ્વરસિંહની દીકરી પોતાના પિતાને જલ્દી આવવા કહી રહી છે. તો પત્નીએ સરકારને અપીલ કરી છે.છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં 22 જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલા બાદ રાકેશ્વર સિંહ મનહાસ નામનો એક જવાન શનિવારે થયેલા એન્કાઉન્ટર બાદથી જ લાપતા છે. કહેવામાં આવી રહ્યું છે કે, નક્સલીઓએ તેમને બંધક બનાવી લીધો છે.

આ વચ્ચે લાપતા જવાનની માસૂમ બાળકીએ રડતા રડતા પોતાના પીતાને જલ્દી આવવાની ગુહાર લગાવી છે.જવાન રાકેશ્વરસિંહ મનહાસની દીકરીએ મીડિયાની સામે રડતા રડતા કહ્યું કે મારા પપ્પા જલ્દી આવી જાઓ. માસૂમની આ માર્મિક અપીલથી ત્યાં હજાર તમામની આંખો છલકાઇ ગઇ. વીડિયોમાં લાપતા જવાનની દીકરી કહી રહી છે… મારા પપ્પા જલ્દી આવી જાઓ. ત્યારબાદ દીકરી રડવા લાગે છે.

લાપતા જવાનની પત્નીએ જણાવ્યું કે, પતિએ કહ્યું હતું કે- ‘હું ઓપરેશનમાં જઇ રહ્યો છું, શનિવારે ફોન કરીશ પછી ફોન જ નથી આવ્યો….’રાજેશ્વરસિંહની પત્નીએ જણાવ્યું કે શુક્રવારની રાતે છેલ્લી વાર તેમની સાથે વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશનમાં જઈ રહ્યો છું. શનિવારે ફોન કરીશ. તે પછી તેમનો ફોન નથી આવ્યો, તેઓ ફોન જ ઉઠાવતા નથી.

અભિનંદનની જેમ મારા પતિને પણ છોડાવી લાવવામાં આવે

તેમણે કહ્યું કે શનિવાર રાતથી અમે તેમને સતત ફોન કરી રહ્યાં છીએ. રિંગ વાગી રહી છે પરંતુ ફોન ઉઠાવતા નથી. ત્યાર બાદ અમને હુમલાની જાણકારી મળી. ત્યાર બાદ અમે કન્ટ્રોલ રુમમાં ફોન કર્યો ત્યાંથી પણ જાણકારી મળી કે તેઓ મિસિંગ લિસ્ટમાં છે. ત્યાર બાદ અમને કહેવાયું કે સીઆરપીએફ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે, જેવી જાણકારી મળશે અમને જાણ કરવામાં આવશે.

સરકાર નકસલીઓની માંગણી પૂરી કરે

પત્નીએ જણાવ્યું કે હાલમાં તેમના કોઈ વાવડ આવતા નથી. અમે લોકો ફક્ત ટીવી પર જાણકારી લઈ રહ્યાં છીએ. તેઓ નકસલીઓના કબજામાં છે. હું છત્તસીગઢ સરકારને વિનંતી કરુ છું કે નક્સલીઓની જે પણ માંગ હોય તેને પૂરી કરવામાં આવે જેથી કરીને મારા પતિનો છૂટકારો થાય. તેમણે કહ્યું કે પહેલા પણ રાજેશ્વર ઓપરેશન ભાગ લઈ ચૂક્યા છે. તેઓ સતત ચાર દિવસ સુધી ઓપરેશનમાં રહ્યાં છે.

ઘરમાં લગ્નની તૈયારી, વચ્ચે આવા દુખદ સમાચાર મળ્યાં

પત્નીએ કહ્યું કે મારા ભાઈના લગ્ન છે. અમે તેની તૈયારીમાં લાગ્યા હતા અને વચ્ચે આ સમાચાર મળ્યાં. સરકારને અમારી અપીલ છે કે તેમને સહિસલામત છોડાવી લાવવામાં આવે. રાજેશ્વરની માતાએ પણ પીએમ મોદીને અપીલ કરી કે તેમના પુત્રને સહિસલામત છોડાવી લાવવામાં આવે.

મારા સસરા પણ દેશકાજે શહીદ થયેલા છે

પત્નીએ વિલાપ કરતા જણાવ્યું કે સરકારે નકસીઓની માંગ પૂરી કરવી જોઈએ જેથી કરીને મારા પતિ સહિસલામત ઘેર આવી શકે. કારણ કે દેશના જવાન છે. મારા સસરા પણ દેશકાજે શહીદ થઈ ચૂક્યા છે. હવે અમે નથી ઈચ્છતા કે અમારા પરિવાર સાથે આવી કોઈ અઘટિત ઘટના ઘટે.

image source

શું છે મામલો

શનિવારે 3 એપ્રિલ 2021ના રોજ છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદે નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. નક્સલીઓએ 700 જવાનોને ઘેરીને હુમલો કર્યો. આ અથડામણમાં 22 જવાન શહીદ થયા. 3 એપ્રિલના રોજ ઘટનાસ્થળેથી એક જવાનનો મૃતદેહ મળ્યો હતો. અને 21 ગુમ હતા. 4 એપ્રિલના રોજ સર્ચ ઓપરેશન દરમિયાન 21 જવાનોના મૃતદેહ મળી આવ્યા. હજુ પણ એક જવાન ગાયબ છે જેની શોધ ચાલુ છે. આ અથડામણમાં 31 જવાનો ઘાયલ થયા છે. જેઓ સારવાર હેઠળ છે. જેમાં કોબ્રા બટાલિયન, DRG, STF અને એક બસ્તરિયા બટાલિયનના જવાન સામેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!