લારા દત્તાની ચાર વર્ષની દીકરી સાયરાએ ડિવોર્સી શબ્દનો કર્યો હતો ઉપયોગ, સાંભળીને અભિનેત્રીએ પૂછ્યો હતો આ સવાલ

લારા દત્તાએ વર્ષ 2003માં અક્ષય કુમાર સાથેની ફિલ્મ અંદાજથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા. જો કે આજના સમયમાં લારા દત્તા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ તે તેના પતિ મહેશ ભૂપતિ અને પુત્રી સાયરા સાથે તેના અંગત જીવનનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. મહેશ ભૂપતિ અને લારા દત્તાના લગ્ન ફેબ્રુઆરી 2011માં થયા હતા અને લારા દત્તાએ જાન્યુઆરી 2012માં તેમની પુત્રી સાયરાને જન્મ આપ્યો હતો.

દીકરી સાયરાને લઈને લારા દત્તાએ કર્યો હતો ખુલાસો

image source

લારા દત્તાની દીકરી સાયરા તેની કેટલી લાડલી છે એ તમે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અંદાજો લગાવી શકો છે. પરંતુ અભિનેત્રી લારા દત્તાએ પુત્રી સાયરા વિશે એવો ખુલાસો કર્યો, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. લારા દત્તાએ એક મીડિયા ચેનલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે એક દિવસ તેની પુત્રી સાયરા તેની પાસે રમતી રમતી આવી અને તેણે કહ્યું કે માતા હું રમું છું. આ મારું ઘર છે, આ તમારું ઘર છે અને હું ડિવોર્સી છું

દીકરીના મોઢે આ શબ્દ સાંભળીને ચોંકી ગઈ હતી

image source

જેવી જ તેની પુત્રીએ લારા દત્તાની સામે ‘ડિવોર્સી’ શબ્દનો ઉપયોગ કર્યો, અભિનેત્રી લારા દત્તા આ સાંભળીને ખૂબ જ ચોંકી ગઈ હતી. લારા દત્તાએ તરત જ તેની પુત્રીને પૂછ્યું કે તેને આ શબ્દ વિશે કોને કહ્યું. માતાની વાતનો જવાબ આપતાં સાયરાએ કહ્યું હતું કે આ શબ્દો તેને તેના પિતા એટલે કે મહેશ ભૂપતિએ કહ્યા હતા.

મહેશ ભૂપતિ સાથે લારાએ કરી વાત

image source

લારા દત્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેની પુત્રીએ તેને આ વાત કહી કે તરત જ તે મહેશ ભૂપતિ પાસે ગઈ અને તેની સાથે આ વિશે વાત કરી. મહેશ ભૂપતિએ કહ્યું, ‘જ્યારે તે ‘ફ્રેન્ડ્સ’ શો જોઈ રહ્યો હતો અને સાયરા જાણવા માંગતી હતી કે રોસે શા માટે ત્રણ વાર લગ્ન કર્યા હતા. પછી મેં તેને છૂટાછેડાનો અર્થ જણાવ્યો હતો. ટીવી શો ‘ફ્રેન્ડ્સ’ મહેશ ભૂપતિનો ફેવરિટ શો છે અને જ્યારે સાયરા માત્ર 4 વર્ષની હતી ત્યારે મહેશ ભૂપતિ સાયરા સાથે આ શો જોતો હતો.