જાણો આ હોટલ વિશે, જે બનશે દુનિયાની સૌથી મોટી, જેમાં હશે આટલા બધા રૂમો અને સાથે ચાર હેલિપેડ પણ

દુનિયાભરમાં અનેક મોટી અને વિશાળ હોટલ આવેલી છે જેને જોઈને આપણે અચંબિત થઇ જઈએ.

image source

સામાન્ય રીતે મોટામાં મોટી હોટલમાં પણ વધીને 500 કે 1000 જેટલા રૂમ હોય છે પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોટી હોટલ જે હાલ નિર્માણાધીન છે તેમાં કેટલા રૂમ છે ? અને તે હોટલનું નામ શું છે અને તે ક્યાં આવેલી છે ? આ આર્ટિકલ વાંચનારા મોટાભાગના વાંચકો આ સવાલોનો જવાબ નહિ જાણતા હોય. ત્યારે આ સવાલોનો જવાબ અમે આ માહિતીપ્રદ આર્ટિકલ દ્વારા આપી રહ્યા છીએ.

image source

સૌથી પહેલા આપણે હાલની સ્થિતિએ દુનિયાની સૌથી મોટી હોટલ વિષે જાણીએ. હાલમાં મલેશિયાની “ફર્સ્ટ વર્લ્ડ હોટલ” દુનિયાની સૌથી હોટલ ગણાય છે. આ હોટલમાં કુલ 7351 રૂમ છે અને તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. જો કે હવે આ હોટલથી પણ વધુ મોટી હોટલ સઉદી અરબના શહેર મક્કા ખાતે બની રહી છે જેમાં 10000 જેટલા રૂમ હશે. 12 ટાવર્સ ધરાવતી આ હોટલમાં રૂમ સિવાય 70 રેસ્ટોરન્ટ પણ હશે અને તે ચોવીસ કલાક માટે ખુલ્લા રહેશે.

image source

સઉદી અરબની આ હોટલનું નામ “અબરાજ કુદાઈ” છે. 45 માળ ધરાવતી આ હોટલના ઉપર ચાર હેલિપેડ પણ બનાવવામાં આવ્યા છે જેથી કોઈ ખાસ મહેમાન હેલીકૉપટર દ્વારા આ હોટલમાં આવે તો તેઓનું હેલીકૉપટર હોટલની ઉપર જ લેન્ડ થઇ શકે. આ હોટલની ખાસ વિશેષતા એ છે કે તેના પાંચ ફ્લોરને માત્ર સઉદી અરબના શાહી પરિવારના ઉપયોગ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે જ્યાં અન્ય સામાન્ય લોકોને પ્રવેશ કરવાની મનાઈ છે.

image source

આ હોટલના નિર્માણકાર્યમાં અંદાજે 100 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થવાનો અંદાજ છે. હોટલ લગભગ તમામ સુવિધાઓની સાથે સાથે સુરક્ષાને લઈને પણ સજ્જ હશે. આમ તો આ હોટલ બનીને તૈયાર જ છે તેમ છતાં તેનું ઘણું ખરું કામ હજુ પણ બાકી છે. જયારે આ બધું કામ પૂરું થઇ જશે તો આ હોટલને દુનિયાની સૌથી મોટી હોટલ બનવાનું બહુમાન મળી જશે.

image source

પહેલા એવું માનવામાં આવતું હતું કે “અબરાજ કુદાઈ” હોટલ વર્ષ 2007 માં તૈયાર થઇ જશે પરંતુ વર્ષ 2015 આર્થિક મુશ્કેલીઓને કારણે હોટલનું નિર્માણકાર્ય અટકી પડ્યું હતું. ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે આ હોટલ 2019 કે 2020 માં બનીને તૈયાર થઇ જશે. હવે 2019 નું વર્ષ તો પૂરું થઇ ગયું છે અને 2020 નું વર્ષ ચાલી રહ્યું છે અને આ વર્ષના અંતે આ હોટલ બનીને તૈયાર થઇ જશે કે કેમ તે અંગે પણ અસમંજસની સ્થિતિ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત